< תהילים 69 >
למנצח על-שושנים לדוד ב הושיעני אלהים-- כי באו מים עד-נפש | 1 |
૧મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ. દાઉદનું (ગીત). હે ઈશ્વર, મારો બચાવ કરો; કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.
טבעתי ביון מצולה-- ואין מעמד באתי במעמקי-מים ושבלת שטפתני | 2 |
૨હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ જગ્યા નથી; હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.
יגעתי בקראי נחר גרוני כלו עיני--מיחל לאלהי | 3 |
૩હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.
רבו משערות ראשי-- שנאי חנם עצמו מצמיתי איבי שקר-- אשר לא-גזלתי אז אשיב | 4 |
૪જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે, તેઓ બળવાન છે; જે મેં લૂંટી લીધું ન હતું, તે મારે પાછું આપવું પડ્યું છે.
אלהים--אתה ידעת לאולתי ואשמותי ממך לא-נכחדו | 5 |
૫હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી.
אל-יבשו בי קויך-- אדני יהוה צבאות אל-יכלמו בי מבקשיך-- אלהי ישראל | 6 |
૬હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.
כי-עליך נשאתי חרפה כסתה כלמה פני | 7 |
૭કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે. મારા મુખ પર શરમ પથરાયેલી છે.
מוזר הייתי לאחי ונכרי לבני אמי | 8 |
૮હું મારા ભાઈઓને પારકા જેવો અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું.
כי-קנאת ביתך אכלתני וחרפות חורפיך נפלו עלי | 9 |
૯કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
ואבכה בצום נפשי ותהי לחרפות לי | 10 |
૧૦જ્યારે હું રડ્યો અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ.
ואתנה לבושי שק ואהי להם למשל | 11 |
૧૧જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.
ישיחו בי ישבי שער ונגינות שותי שכר | 12 |
૧૨જેઓ નગરના પ્રવેશદ્વારે બેસે છે, તેઓ મારા વિષે વાતો કરે છે; છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
ואני תפלתי-לך יהוה עת רצון-- אלהים ברב-חסדך ענני באמת ישעך | 13 |
૧૩પણ, હે યહોવાહ, હું તમારી પ્રાર્થના કરું છું, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ; તમારા ઉદ્ધારની સત્યતાએ મને ઉત્તર આપો.
הצילני מטיט ואל-אטבעה אנצלה משנאי וממעמקי מים | 14 |
૧૪મને કીચડમાંથી કાઢો અને મને ડૂબવા ન દો; જેઓ મને ધિક્કારે છે તેઓથી મને દૂર રાખો અને પાણીના ઊંડાણમાંથી મને ખેંચી કાઢો.
אל-תשטפני שבלת מים-- ואל-תבלעני מצולה ואל-תאטר-עלי באר פיה | 15 |
૧૫પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ. કબર મારા પર તેનું મુખ બંધ ન કરો.
ענני יהוה כי-טוב חסדך כרב רחמיך פנה אלי | 16 |
૧૬હે યહોવાહ, મને જવાબ આપો, કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; કેમ કે તમારી કૃપા ઘણી છે, મારી તરફ ફરો.
ואל-תסתר פניך מעבדך כי-צר-לי מהר ענני | 17 |
૧૭તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, કેમ કે હું સંકટમાં છું; મને જલદીથી ઉત્તર આપો.
קרבה אל-נפשי גאלה למען איבי פדני | 18 |
૧૮મારા આત્મા પાસે આવીને તેને છોડાવો; મને મારા શત્રુઓથી મુક્ત કરો.
אתה ידעת--חרפתי ובשתי וכלמתי נגדך כל-צוררי | 19 |
૧૯તમે મારી શરમ, મારું અપમાન તથા મારી નિંદા જાણો છો; મારા સર્વ શત્રુઓ તમારી આગળ છે.
חרפה שברה לבי-- ואנושה ואקוה לנוד ואין ולמנחמים ולא מצאתי | 20 |
૨૦નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે; હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ ત્યાં કોઈ નહોતું; મેં દિલાસો આપનારની રાહ જોઈ, પણ મને ત્યાં કોઈ મળ્યું નહિ.
ויתנו בברותי ראש ולצמאי ישקוני חמץ | 21 |
૨૧તેઓએ મને ખોરાકને માટે ઝેર આપ્યું છે; મને તરસ લાગતાં તેઓએ સરકો પીવડાવ્યો.
יהי-שלחנם לפניהם לפח ולשלומים למוקש | 22 |
૨૨તેઓનું ભોજન તેઓને માટે ફાંદારૂપ થાઓ; જ્યારે તેઓ વિચારે છે કે અમે સુરક્ષિત છીએ, ત્યારે તે ફાંદારૂપ થાઓ.
תחשכנה עיניהם מראות ומתניהם תמיד המעד | 23 |
૨૩તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે તેઓ જોઈ ન શકે; અને તેઓની કમરો નિત્ય કાંપે.
שפך-עליהם זעמך וחרון אפך ישיגם | 24 |
૨૪તેઓના ઉપર તમારો કોપ વરસાવો અને તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.
תהי-טירתם נשמה באהליהם אל-יהי ישב | 25 |
૨૫તેઓની જગ્યા ઉજ્જડ થાઓ; તેઓના તંબુમાં કોઈ ન રહો.
כי-אתה אשר-הכית רדפו ואל-מכאוב חלליך יספרו | 26 |
૨૬કારણ કે જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પાછળ પાડીને તેને પકડે છે; જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ: ખની વાત કરીને તેઓ ખુશ થાય છે.
תנה-עון על-עונם ואל-יבאו בצדקתך | 27 |
૨૭તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો; તેઓને તમારા ન્યાયપણામાં આવવા ન દો.
ימחו מספר חיים ועם צדיקים אל-יכתבו | 28 |
૨૮જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂંસી નાખો અને ન્યાયીઓની સાથે તેઓનાં નામ નોંધાય નહિ.
ואני עני וכואב ישועתך אלהים תשגבני | 29 |
૨૯પણ હું તો ગરીબ તથા દુઃખી છું; હે ઈશ્વર, તમારા દ્વારા મળતો ઉદ્ધાર મને ઊંચો કરો.
אהללה שם-אלהים בשיר ואגדלנו בתודה | 30 |
૩૦હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ.
ותיטב ליהוה משור פר מקרן מפריס | 31 |
૩૧તે સ્તુતિ બળદના કરતાં અથવા શિંગડાં તથા ખરીવાળા બળદ કરતાં પણ યહોવાહને વધારે પસંદ પડશે.
ראו ענוים ישמחו דרשי אלהים ויחי לבבכם | 32 |
૩૨નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવું જીવન પામો.
כי-שמע אל-אביונים יהוה ואת-אסיריו לא בזה | 33 |
૩૩કારણ કે યહોવાહ દરિદ્રીઓનું સાંભળે છે અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.
יהללוהו שמים וארץ ימים וכל-רמש בם | 34 |
૩૪આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
כי אלהים יושיע ציון ויבנה ערי יהודה וישבו שם וירשוה | 35 |
૩૫કારણ કે ઈશ્વર સિયોનને ઉદ્ધાર કરશે અને યહૂદિયાના નગરોને બાંધશે; લોકો તેમાં વસશે અને તેનું વતન પામશે.
וזרע עבדיו ינחלוה ואהבי שמו ישכנו-בה | 36 |
૩૬તેમના સેવકોના વંશજો તેનો વારસો પામશે; અને જેઓ તેમના નામ પર પ્રેમ રાખે છે તેઓ તેમાં વસશે.