< תהילים 67 >
למנצח בנגינת מזמור שיר ב אלהים יחננו ויברכנו יאר פניו אתנו סלה | 1 |
૧મુખ્ય ગવૈયાને માટે. તારવાળાં વાજાં સાથે ગાવાને. ગીત; ગાયન. ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો.
לדעת בארץ דרכך בכל-גוים ישועתך | 2 |
૨જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય, તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય.
יודוך עמים אלהים יודוך עמים כלם | 3 |
૩હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
ישמחו וירננו לאמים כי-תשפט עמים מישר ולאמים בארץ תנחם סלה | 4 |
૪પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. (સેલાહ)
יודוך עמים אלהים יודוך עמים כלם | 5 |
૫હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
ארץ נתנה יבולה יברכנו אלהים אלהינו | 6 |
૬પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે.
יברכנו אלהים וייראו אותו כל-אפסי-ארץ | 7 |
૭ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે.