< תהילים 60 >
למנצח על-שושן עדות מכתם לדוד ללמד ב בהצותו את ארם נהרים-- ואת-ארם צובה וישב יואב ויך את-אדום בגיא-מלח-- שנים עשר אלף ג אלהים זנחתנו פרצתנו אנפת תשובב לנו | 1 |
૧મુખ્ય ગવૈયાને માટે. રાગ શૂશાન-એડૂથ; શિખામણને અર્થે દાઉદનું મિખ્તામ. તે અરામ-નાહરાઈમ તથા અરામ-સોબા સાથે લડ્યો, ને યોઆબે પાછા ફરીને મીઠાની ખીણમાં અદોમમાંના બાર હજાર માણસ માર્યા, તે વખતનું. હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે; તમે અમને પાયમાલ કર્યા છે; તમે કોપાયમાન થયા છો; અમને ફરીથી સ્થાપો.
הרעשתה ארץ פצמתה רפה שבריה כי-מטה | 2 |
૨તમે દેશને ધ્રૂજાવ્યો છે; તમે તેને ચીરીને અલગ કર્યો છે; તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે.
הראית עמך קשה השקיתנו יין תרעלה | 3 |
૩તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઈ ગયા છો; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષારસ પીવડાવ્યો છે.
נתתה ליראיך נס להתנוסס-- מפני קשט סלה | 4 |
૪તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, કે જેથી તે સત્યને અર્થે પ્રદર્શિત કરાય.
למען יחלצון ידידיך הושיעה ימינך ועננו (וענני) | 5 |
૫કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે, તેઓ છૂટી જાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને મને જવાબ આપો.
אלהים דבר בקדשו--אעלזה אחלקה שכם ועמק סכות אמדד | 6 |
૬ઈશ્વર પોતાની પવિત્રસ્થાનમાંથી બોલ્યા છે, “હું હરખાઈશ; હું શખેમના ભાગ પાડીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
לי גלעד ולי מנשה ואפרים מעוז ראשי יהודה מחקקי | 7 |
૭ગિલ્યાદ મારું છે અને મનાશ્શા પણ મારું છે; એફ્રાઇમ પણ મારા માથાનો ટોપ છે. યહૂદિયા મારો રાજદંડ છે.
מואב סיר רחצי--על-אדום אשליך נעלי עלי פלשת התרועעי | 8 |
૮મોઆબ મારો કળશિયો છે; અદોમ ઉપર હું મારું પગરખું નાખીશ; હું પલિસ્તીઓને કારણે હું જય પોકાર કરીશ.
מי יבלני עיר מצור מי נחני עד-אדום | 9 |
૯મજબૂત શહેરમાં મને કોણ લાવશે? અદોમમાં મને કોણ દોરવણી આપશે?”
הלא-אתה אלהים זנחתנו ולא-תצא אלהים בצבאותינו | 10 |
૧૦પણ, હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારા સૈન્યોની સાથે યુદ્ધમાં આવતા નથી.
הבה-לנו עזרת מצר ושוא תשועת אדם | 11 |
૧૧અમારા શત્રુઓ વિરુદ્ધ અમારી સહાય કરો, કારણ કે માણસોની સહાય વ્યર્થ છે.
באלהים נעשה-חיל והוא יבוס צרינו | 12 |
૧૨ઈશ્વરની સહાયથી અમે જીત મેળવીશું; તે અમારા શત્રુઓને કચડી નાખશે.