< תהילים 59 >

למנצח אל-תשחת לדוד מכתם בשלח שאול וישמרו את-הבית להמיתו ב הצילני מאיבי אלהי ממתקוממי תשגבני 1
મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. શાઉલે મોકલેલા માણસોએ તેને મારવાને ઘરની ચોકી કરી, તે વખતનું. હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો; મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
הצילני מפעלי און ומאנשי דמים הושיעני 2
દુષ્ટતા કરનારાઓથી મને દૂર રાખો અને ખૂની માણસોથી મને બચાવો.
כי הנה ארבו לנפשי-- יגורו עלי עזים לא-פשעי ולא-חטאתי יהוה 3
કેમ કે, જુઓ, તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહ્યા છે; શક્તિશાળી દુષ્ટો મારી સામે એકત્ર થાય છે, પણ, હે યહોવાહ, મારા ઉલ્લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.
בלי-עון ירצון ויכוננו עורה לקראתי וראה 4
જો કે મારો કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; મને સહાય કરવાને જાગો અને જુઓ.
ואתה יהוה-אלהים צבאות אלהי ישראל-- הקיצה לפקד כל-הגוים אל-תחן כל-בגדי און סלה 5
તમે, હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, તમે સર્વ દેશોને શિક્ષા કરવાને ઊઠો; કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ. (સેલાહ)
ישובו לערב יהמו ככלב ויסובבו עיר 6
તેઓ સાંજના સમયે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે; અને નગરની આસપાસ ફરે છે.
הנה יביעון בפיהם--חרבות בשפתותיהם כי-מי שמע 7
જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે; તેઓના હોઠોમાં તલવારો છે, કેમ કે તેઓ કહે છે કે, “અમારું સાંભળનાર કોણ છે?”
ואתה יהוה תשחק-למו תלעג לכל-גוים 8
પણ, હે યહોવાહ, તમે તેઓને હસી કાઢશો; તમે સર્વ દેશોની મજાક ઉડાવો છો.
עזו אליך אשמרה כי-אלהים משגבי 9
હે ઈશ્વર, મારા સામર્થ્ય, હું તમારી તરફ લક્ષ રાખીશ; તમે મારો ઊંચો ગઢ છો.
אלהי חסדו (חסדי) יקדמני אלהים יראני בשררי 10
૧૦મારા ઈશ્વર તેમની કૃપાથી મને મળવા આવશે; ઈશ્વર મારા શત્રુઓ ઉપર મને મારી ઇચ્છા પૂરી કરવા દેશે.
אל-תהרגם פן ישכחו עמי--הניעמו בחילך והורידמו מגננו אדני 11
૧૧તેઓનો સંહાર કરશો નહિ, નહિ તો મારા લોકો ભૂલી જશે; હે પ્રભુ, અમારી ઢાલ, તમારી શક્તિ વડે તેઓને વિખેરીને નીચે પાડી નાખો.
חטאת-פימו דבר-שפתימו וילכדו בגאונם ומאלה ומכחש יספרו 12
૧૨કેમ કે તેઓના મુખના પાપને લીધે અને તેઓના હોઠોના શબ્દોને લીધે, તેઓ જે શાપ દે છે અને જે જૂઠું બોલે છે, તેને લીધે તેઓને પોતાના જ અભિમાનમાં ફસાઈ જવા દો.
כלה בחמה כלה ואינמו וידעו--כי-אלהים משל ביעקב לאפסי הארץ סלה 13
૧૩કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો, કે જેથી તેઓ રહે જ નહિ; તેઓને જણાવો કે ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે અને પૃથ્વીના અંત સુધી પણ રાજ કરે છે. (સેલાહ)
וישבו לערב יהמו ככלב ויסובבו עיר 14
૧૪સાંજે તેઓ પાછા આવો; તેઓ કૂતરાની જેમ ઘૂરકો અને નગરની આસપાસ ફરો.
המה ינועון (יניעון) לאכל-- אם-לא ישבעו וילינו 15
૧૫તેઓ અહીંતહીં ખાવા માટે ફરતા ફરશે અને જો તેઓ સંતોષી ન હોય તો આખી રાત તેઓ રાહ જોશે.
ואני אשיר עזך-- וארנן לבקר חסדך כי-היית משגב לי ומנוס ביום צר-לי 16
૧૬પણ હું તો તમારા સામર્થ્યનું ગીત ગાઈશ; અને મારા સંકટના સમયે ભરોસો રાખીશ, કેમ કે તમે મારે માટે ઊંચો ગઢ છો.
עזי אליך אזמרה כי-אלהים משגבי אלהי חסדי 17
૧૭હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; કેમ કે ઈશ્વર મારે માટે ઊંચો ગઢ અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે.

< תהילים 59 >