< תהילים 51 >
למנצח מזמור לדוד ב בבוא-אליו נתן הנביא-- כאשר-בא אל-בת-שבע ג חנני אלהים כחסדך כרב רחמיך מחה פשעי | 1 |
૧મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; બાથશેબાની પાસે ગયા પછી તેની પાસે નાથાન પ્રબોધક આવ્યો, તે વખતનું. હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો.
הרבה (הרב) כבסני מעוני ומחטאתי טהרני | 2 |
૨મારા અપરાધથી મને પૂરો ધૂઓ અને મારા પાપોથી મને શુદ્ધ કરો.
כי-פשעי אני אדע וחטאתי נגדי תמיד | 3 |
૩કેમ કે હું મારા અપરાધો જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે.
לך לבדך חטאתי והרע בעיניך עשיתי למען תצדק בדברך-- תזכה בשפטך | 4 |
૪તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તમારી દ્રષ્ટિમાં ખરાબ છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો, ત્યારે તમે ન્યાયી ઠરો; અને તમે ન્યાય કરો, ત્યારે તમે નિર્દોષ ઠરો.
הן-בעוון חוללתי ובחטא יחמתני אמי | 5 |
૫જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો; મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો.
הן-אמת חפצת בטחות ובסתם חכמה תודיעני | 6 |
૬તમે તમારા હૃદયમાં અંત: કરણની સત્યતા માગો છો; મારા હૃદયને તમે ડહાપણ શીખવશો.
תחטאני באזוב ואטהר תכבסני ומשלג אלבין | 7 |
૭ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.
תשמיעני ששון ושמחה תגלנה עצמות דכית | 8 |
૮મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
הסתר פניך מחטאי וכל-עונתי מחה | 9 |
૯મારાં પાપ તરફ નજર ન કરો અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો.
לב טהור ברא-לי אלהים ורוח נכון חדש בקרבי | 10 |
૧૦હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
אל-תשליכני מלפניך ורוח קדשך אל-תקח ממני | 11 |
૧૧મને તમારી સંમુખથી દૂર ન કરો અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.
השיבה לי ששון ישעך ורוח נדיבה תסמכני | 12 |
૧૨તમારા ઉદ્ધારનો હર્ષ મને પાછો આપો અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.
אלמדה פשעים דרכיך וחטאים אליך ישובו | 13 |
૧૩ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ અને પાપીઓ તમારા તરફ ફરશે.
הצילני מדמים אלהים-- אלהי תשועתי תרנן לשוני צדקתך | 14 |
૧૪હે ઈશ્વર, મારા ઉદ્ધારનાર, ખૂનના દોષથી મને માફ કરો અને હું મારી જીભે તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાઈશ.
אדני שפתי תפתח ופי יגיד תהלתך | 15 |
૧૫હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.
כי לא-תחפץ זבח ואתנה עולה לא תרצה | 16 |
૧૬કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.
זבחי אלהים רוח נשברה לב-נשבר ונדכה-- אלהים לא תבזה | 17 |
૧૭હે ઈશ્વર, મારો બલિદાનો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ.
היטיבה ברצונך את-ציון תבנה חומות ירושלם | 18 |
૧૮તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો; યરુશાલેમના કોટોને ફરી બાંધો.
אז תחפץ זבחי-צדק עולה וכליל אז יעלו על-מזבחך פרים | 19 |
૧૯પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ તથા સર્વ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે.