< תהילים 48 >
שיר מזמור לבני-קרח ב גדול יהוה ומהלל מאד-- בעיר אלהינו הר-קדשו | 1 |
૧ગાયન; કોરાના દીકરાઓનું ગીત. આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે.
יפה נוף משוש כל-הארץ הר-ציון ירכתי צפון קרית מלך רב | 2 |
૨મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.
אלהים בארמנותיה נודע למשגב | 3 |
૩તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.
כי-הנה המלכים נועדו עברו יחדו | 4 |
૪કેમ કે રાજાઓ એકત્ર થયા, તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા.
המה ראו כן תמהו נבהלו נחפזו | 5 |
૫પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા.
רעדה אחזתם שם חיל כיולדה | 6 |
૬ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.
ברוח קדים-- תשבר אניות תרשיש | 7 |
૭તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં વહાણોને ભાંગી નાખ્યાં.
כאשר שמענו כן ראינו-- בעיר-יהוה צבאות בעיר אלהינו אלהים יכוננה עד-עולם סלה | 8 |
૮જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે. (સેલાહ)
דמינו אלהים חסדך-- בקרב היכלך | 9 |
૯હે ઈશ્વર, અમે તમારા ઘરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો.
כשמך אלהים-- כן תהלתך על-קצוי-ארץ צדק מלאה ימינך | 10 |
૧૦હે ઈશ્વર, જેવું તમારું નામ છે, તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
ישמח הר ציון--תגלנה בנות יהודה למען משפטיך | 11 |
૧૧તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે યહૂદિયાની દીકરીઓ હરખાશે.
סבו ציון והקיפוה ספרו מגדליה | 12 |
૧૨સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો.
שיתו לבכם לחילה--פסגו ארמנותיה למען תספרו לדור אחרון | 13 |
૧૩તેનો કોટ ધ્યાનથી જુઓ અને તેના મહેલો પર લક્ષ આપો જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો.
כי זה אלהים אלהינו--עולם ועד הוא ינהגנו על-מות | 14 |
૧૪કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણને દોરનાર છે.