< תהילים 37 >
לדוד אל-תתחר במרעים אל-תקנא בעשי עולה | 1 |
૧દાઉદનું (ગીત). દુષ્ટતા આચરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ; અન્યાય કરનારાઓની ઈર્ષ્યા કરીશ નહિ.
כי כחציר מהרה ימלו וכירק דשא יבולון | 2 |
૨કારણ કે તેઓ તો જલ્દી ઘાસની માફક કપાઈ જશે લીલા વનસ્પતિની માફક ચીમળાઈ જશે.
בטח ביהוה ועשה-טוב שכן-ארץ ורעה אמונה | 3 |
૩યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર; દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ.
והתענג על-יהוה ויתן-לך משאלת לבך | 4 |
૪પછી તું યહોવાહમાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.
גול על-יהוה דרכך ובטח עליו והוא יעשה | 5 |
૫તારા માર્ગો યહોવાહને સોંપ; તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે.
והוציא כאור צדקך ומשפטך כצהרים | 6 |
૬તે તારું ન્યાયીપણું અજવાળાની માફક અને તારા પ્રામાણિકપણાને બપોરની માફક તેજસ્વી કરશે.
דום ליהוה-- והתחולל-לו אל-תתחר במצליח דרכו באיש עשה מזמות | 7 |
૭યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.
הרף מאף ועזב חמה אל-תתחר אך-להרע | 8 |
૮ખીજવાવાનું બંધ કર અને ગુસ્સો કરીશ નહિ. ચિંતા ન કર; તેથી દુષ્કર્મ જ નીપજે છે.
כי-מרעים יכרתון וקוי יהוה המה יירשו-ארץ | 9 |
૯દુષ્કર્મીઓનો વિનાશ થશે, પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.
ועוד מעט ואין רשע והתבוננת על-מקומו ואיננו | 10 |
૧૦થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.
וענוים יירשו-ארץ והתענגו על-רב שלום | 11 |
૧૧પણ નમ્ર લોકો દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.
זמם רשע לצדיק וחרק עליו שניו | 12 |
૧૨દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુક્તિઓ રચે છે અને તેની સામે પોતાના દાંત પીસે છે.
אדני ישחק-לו כי-ראה כי-יבא יומו | 13 |
૧૩પ્રભુ તેની હાંસી કરશે, કેમ કે તે જુએ છે કે તેના દિવસો નજીક છે.
חרב פתחו רשעים-- ודרכו קשתם להפיל עני ואביון לטבוח ישרי-דרך | 14 |
૧૪નિર્વસ્ત્ર દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે દુષ્ટોએ તલવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.
חרבם תבוא בלבם וקשתותם תשברנה | 15 |
૧૫તેઓની પોતાની જ તલવાર તેઓના પોતાના જ હૃદયને વીંધશે અને તેઓના ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
טוב-מעט לצדיק-- מהמון רשעים רבים | 16 |
૧૬નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે.
כי זרועות רשעים תשברנה וסומך צדיקים יהוה | 17 |
૧૭કારણ કે દુષ્ટ લોકોના હાથોની શક્તિનો નાશ કરવામાં આવશે, પણ યહોવાહ નીતિમાન લોકોની કાળજી લેશે અને તેઓને ધરી રાખશે.
יודע יהוה ימי תמימם ונחלתם לעולם תהיה | 18 |
૧૮યહોવાહ ન્યાયીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે
לא-יבשו בעת רעה ובימי רעבון ישבעו | 19 |
૧૯જ્યારે તેઓનો સમય ખરાબ હોય છે, ત્યારે પણ તેઓ શરમાતા નથી. જ્યારે દુકાળ આવે, ત્યારે પણ તેઓ તૃપ્ત થશે.
כי רשעים יאבדו ואיבי יהוה כיקר כרים כלו בעשן כלו | 20 |
૨૦પણ દુષ્ટો નાશ પામશે. યહોવાહના શત્રુઓ જેમ બળતણનો ધુમાડો થઈ જાય છે; તેમ નાશ પામશે.
לוה רשע ולא ישלם וצדיק חונן ונותן | 21 |
૨૧દુષ્ટ ઉછીનું લે છે ખરો પણ પાછું આપતો નથી, પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને દાન આપે છે.
כי מברכיו יירשו ארץ ומקלליו יכרתו | 22 |
૨૨જેઓ ઈશ્વરથી આશીર્વાદિત છે, તેઓ દેશનો વારસો પામશે, જેઓ તેમનાથી શાપિત છે તેઓનો સંપૂર્ણ વિનાશ થશે.
מיהוה מצעדי-גבר כוננו ודרכו יחפץ | 23 |
૨૩માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે.
כי-יפל לא-יוטל כי-יהוה סומך ידו | 24 |
૨૪જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ, કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે.
נער הייתי-- גם-זקנתי ולא-ראיתי צדיק נעזב וזרעו מבקש-לחם | 25 |
૨૫હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.
כל-היום חונן ומלוה וזרעו לברכה | 26 |
૨૬આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે.
סור מרע ועשה-טוב ושכן לעולם | 27 |
૨૭બુરાઈથી દૂર થા અને ભલું કર; અને સદાકાળ દેશમાં રહે.
כי יהוה אהב משפט ולא-יעזב את-חסידיו לעולם נשמרו וזרע רשעים נכרת | 28 |
૨૮કારણ કે યહોવાહ ન્યાયને ચાહે છે અને તે પોતાના વિશ્વાસુ ભક્તોને છોડી દેતા નથી. તે સદા તેઓનું રક્ષણ કરે છે, પણ દુષ્ટોનાં સંતાનનો વિનાશ કરશે.
צדיקים יירשו-ארץ וישכנו לעד עליה | 29 |
૨૯ન્યાયીઓ વતનનો વારસો પામશે અને તેમાં તેઓ સદાકાળ રહેશે.
פי-צדיק יהגה חכמה ולשונו תדבר משפט | 30 |
૩૦ન્યાયી પોતાને મુખે ડહાપણ ભરેલી વાત કરે છે અને તેની જીભે તે સદા ન્યાયની બાબત બોલે છે.
תורת אלהיו בלבו לא תמעד אשריו | 31 |
૩૧તેના પોતાના હૃદયમાં ઈશ્વરનો નિયમ છે; તેના પગ લપસી જશે નહિ.
צופה רשע לצדיק ומבקש להמיתו | 32 |
૩૨દુષ્ટો સદા ન્યાયી માણસો પર નજર રાખે છે અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે.
יהוה לא-יעזבנו בידו ולא ירשיענו בהשפטו | 33 |
૩૩યહોવાહ ન્યાયીઓને દુષ્ટ માણસોના હાથમાં પડવા દેશે નહિ જ્યારે તેનો ન્યાય થશે, ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ.
קוה אל-יהוה ושמר דרכו וירוממך לרשת ארץ בהכרת רשעים תראה | 34 |
૩૪યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે.
ראיתי רשע עריץ ומתערה כאזרח רענן | 35 |
૩૫અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મેં દુષ્ટને મોટા સામર્થ્યમાં ફેલાતો જોયો.
ויעבר והנה איננו ואבקשהו ולא נמצא | 36 |
૩૬પણ જ્યારે હું ફરીથી ત્યાં થઈને પસાર થયો, ત્યારે તે ત્યાં નહોતો. મેં તેને શોધ્યો, પણ તેનો પત્તો લાગ્યો નહિ.
שמר-תם וראה ישר כי-אחרית לאיש שלום | 37 |
૩૭નિર્દોષ માણસનો વિચાર કર અને જે પ્રામાણિક છે તેને જો; શાંતિપ્રિય માણસને બદલો મળશે.
ופשעים נשמדו יחדו אחרית רשעים נכרתה | 38 |
૩૮દુષ્ટો સમૂળગા વિનાશ પામશે; અંતે તેઓના વંશજોનો અંત આવશે.
ותשועת צדיקים מיהוה מעוזם בעת צרה | 39 |
૩૯યહોવાહ ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે; સંકટ સમયે તે તેઓનું રક્ષણ કરે છે.
ויעזרם יהוה ויפלטם יפלטם מרשעים ויושיעם--כי-חסו בו | 40 |
૪૦યહોવાહ તેઓને મદદ કરે છે અને તેમને છોડાવે છે. તે તેઓને દુષ્ટોથી છોડાવીને બચાવે છે કેમ કે તેઓએ તેમનો આશરો લીધો છે.