< תהילים 33 >
רננו צדיקים ביהוה לישרים נאוה תהלה | 1 |
૧હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો; યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે.
הודו ליהוה בכנור בנבל עשור זמרו-לו | 2 |
૨વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો; દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ.
שירו-לו שיר חדש היטיבו נגן בתרועה | 3 |
૩તેમની આગળ નવું ગીત ગાઓ; વાજિંત્રોને કુશળતાથી અને આનંદથી વગાડો.
כי-ישר דבר-יהוה וכל-מעשהו באמונה | 4 |
૪કેમ કે યહોવાહનો શબ્દ યથાર્થ છે અને તેમણે કરેલાં સર્વ કામો વિશ્વાસયોગ્ય છે.
אהב צדקה ומשפט חסד יהוה מלאה הארץ | 5 |
૫તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે. પૃથ્વી યહોવાહની કૃપાથી ભરાઈ ગઈ છે.
בדבר יהוה שמים נעשו וברוח פיו כל-צבאם | 6 |
૬યહોવાહના શબ્દ વડે આકાશો ઉત્પન્ન થયાં અને તેમના મુખના શ્વાસ વડે આકાશના સર્વ તારાઓની રચના થઈ.
כנס כנד מי הים נתן באוצרות תהומות | 7 |
૭તેઓ સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; તેના અતિશય ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.
ייראו מיהוה כל-הארץ ממנו יגורו כל-ישבי תבל | 8 |
૮સમગ્ર પૃથ્વી યહોવાહની બીક રાખે; દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનો ભય રાખો.
כי הוא אמר ויהי הוא-צוה ויעמד | 9 |
૯કારણ કે તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઈ; તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઈ.
יהוה הפיר עצת-גוים הניא מחשבות עמים | 10 |
૧૦યહોવાહ વિદેશીઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે; તે લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
עצת יהוה לעולם תעמד מחשבות לבו לדר ודר | 11 |
૧૧યહોવાહની યોજનાઓ સદાકાળ ટકે છે, તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
אשרי הגוי אשר-יהוה אלהיו העם בחר לנחלה לו | 12 |
૧૨જે પ્રજાના ઈશ્વર યહોવાહ છે અને જેઓને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.
משמים הביט יהוה ראה את-כל-בני האדם | 13 |
૧૩યહોવાહ આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યપુત્રો પર નજર રાખે છે.
ממכון-שבתו השגיח-- אל כל-ישבי הארץ | 14 |
૧૪પોતાના નિવાસસ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે.
היצר יחד לבם המבין אל-כל-מעשיהם | 15 |
૧૫તે સર્વના હૃદયના સરજનહાર છે અને તેઓ જે કાંઈ કરે છે તે તે ધ્યાનમાં રાખે છે.
אין-המלך נושע ברב-חיל גבור לא-ינצל ברב-כח | 16 |
૧૬મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી શકતો નથી.
שקר הסוס לתשועה וברב חילו לא ימלט | 17 |
૧૭યુદ્ધમાં વિજય માટે ઘોડાઓ પર આધાર રાખવો તે વ્યર્થ છે; તેઓ પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકતા નથી.
הנה עין יהוה אל-יראיו למיחלים לחסדו | 18 |
૧૮જુઓ, જેઓ યહોવાહનો ભય રાખે છે અને તેમના કરારના વિશ્વાસુપણામાં રહે છે, તેઓ પર તેમની નજર રહે છે.
להציל ממות נפשם ולחיותם ברעב | 19 |
૧૯જેથી તે તેઓના જીવને મૃત્યુથી બચાવે અને દુકાળ સમયે તેઓને જીવતાં રાખે.
נפשנו חכתה ליהוה עזרנו ומגננו הוא | 20 |
૨૦અમે યહોવાહની રાહ જોઈ; તે આપણી સહાય તથા આપણી ઢાલ છે.
כי-בו ישמח לבנו כי בשם קדשו בטחנו | 21 |
૨૧અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે, કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.
יהי-חסדך יהוה עלינו כאשר יחלנו לך | 22 |
૨૨હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.