< תהילים 17 >
תפלה לדוד שמעה יהוה צדק-- הקשיבה רנתי האזינה תפלתי בלא שפתי מרמה | 1 |
૧દાઉદની પ્રાર્થના. હે યહોવાહ, મારો ન્યાય સાંભળો; મારી પ્રાર્થના પર ધ્યાન આપો! દંભી હોઠોમાંથી નીકળતી નથી એવી મારી પ્રાર્થના સાંભળો.
מלפניך משפטי יצא עיניך תחזינה מישרים | 2 |
૨મારો ન્યાય તમારી હજૂરમાંથી આવો; તમારી આંખો ન્યાયને જુએ!
בחנת לבי פקדת לילה-- צרפתני בל-תמצא זמתי בל-יעבר-פי | 3 |
૩જો તમે મારા હૃદયને પારખ્યું છે, જો તમે મારી તપાસ રાત્રે રાખી છે, તમે મને પવિત્ર કરશો અને મારામાં તમને કંઈ દોષ માલૂમ પડશે નહિ; કેમ કે હું નિશ્ચિત છું કે હું મારા મુખે અપરાધ કરીશ નહિ.
לפעלות אדם בדבר שפתיך-- אני שמרתי ארחות פריץ | 4 |
૪માણસનાં કૃત્યો વિષે હું બોલું તો તમારાં વચનોની સહાયથી હું જુલમીઓના માર્ગમાંથી દૂર રહ્યો છું.
תמך אשרי במעגלותיך בל-נמוטו פעמי | 5 |
૫મારાં પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે; મારો પગ લપસી ગયો નથી.
אני-קראתיך כי-תענני אל הט-אזנך לי שמע אמרתי | 6 |
૬મેં તમને વિનંતિ કરી, કેમ કે, હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો; મારી તરફ કાન ધરો અને મારું બોલવું સાંભળો.
הפלה חסדיך מושיע חוסים-- ממתקוממים בימינך | 7 |
૭જેઓ તમારા પર ભરોસો રાખે છે તેમની સામે ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદ્દભૂત કરુણા દર્શાવો!
שמרני כאישון בת-עין בצל כנפיך תסתירני | 8 |
૮તમારી આંખની કીકીની જેમ મારી રક્ષા કરો; તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો.
מפני רשעים זו שדוני איבי בנפש יקיפו עלי | 9 |
૯જેઓ મારા ઘાતકી વેરીઓ છે અને જેઓ મને ચારે બાજુથી ઘેરે છે, એવો મારો નાશ કરનારા દુષ્ટોથી મને બચાવો.
חלבמו סגרו פימו דברו בגאות | 10 |
૧૦તેઓ કોઈની પર પણ દયા દર્શાવતા નથી; તેઓ પોતાના મુખે અભિમાનથી બોલે છે.
אשרינו עתה סבבוני (סבבונו) עיניהם ישיתו לנטות בארץ | 11 |
૧૧તેઓએ અમને અમારા દરેક પગલે ઘેર્યા છે. તેઓની આંખો અમને ભૂમિ પર પછાડવાને તાકી રહી છે.
דמינו--כאריה יכסוף לטרף וככפיר ישב במסתרים | 12 |
૧૨તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે, ત્રાટકવાની રાહ જોતા છુપાઈ ગયેલા જુવાન સિંહના બચ્ચાં જેવા છે.
קומה יהוה-- קדמה פניו הכריעהו פלטה נפשי מרשע חרבך | 13 |
૧૩હે યહોવાહ, તમે ઊઠો! તેમના પર હુમલો કરો! તેમને નીચે પાડી નાખો! તમારી તલવાર દ્વારા દુષ્ટથી મારા જીવને બચાવો.
ממתים ידך יהוה ממתים מחלד-- חלקם בחיים וצפינך (וצפונך) תמלא בטנם ישבעו בנים-- והניחו יתרם לעולליהם | 14 |
૧૪હે યહોવાહ, તમારા હાથ વડે માણસોથી કે જેઓનો હિસ્સો આ જિંદગીમાં છે તેવા આ જગતના માણસોથી મારા જીવને બચાવો! જેઓનાં પેટ તમે તમારા દ્રવ્યથી ભરો છો; તેઓને ઘણા બાળકો છે અને પોતાની બાકી રહેલી મિલકતનો વારસો પોતાનાં બાળકોને માટે મૂકી જાય છે.
אני--בצדק אחזה פניך אשבעה בהקיץ תמונתך | 15 |
૧૫પણ હું તો ન્યાયપણે વર્તીને તમારું મુખ જોઈશ; જ્યારે હું જાગીશ ત્યારે તમને જોઈને સંતોષ પામીશ.