< תהילים 150 >
הללו-יה הללו-אל בקדשו הללוהו ברקיע עזו | 1 |
૧યહોવાહની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.
הללוהו בגבורתיו הללוהו כרב גדלו | 2 |
૨તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.
הללוהו בתקע שופר הללוהו בנבל וכנור | 3 |
૩રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
הללוהו בתף ומחול הללוהו במנים ועגב | 4 |
૪ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.
הללוהו בצלצלי-שמע הללוהו בצלצלי תרועה | 5 |
૫તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો.
כל הנשמה תהלל יה הללו-יה | 6 |
૬શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો. યહોવાહની સ્તુતિ કરો.