< תהילים 146 >

הללו-יה הללי נפשי את-יהוה 1
યહોવાહની સ્તુતિ કરો. હે મારા આત્મા, યહોવાહની સ્તુતિ કર.
אהללה יהוה בחיי אזמרה לאלהי בעודי 2
મારા જીવન પર્યંત હું યહોવાહની સ્તુતિ કરીશ; મારા જીવનના છેલ્લાં શ્વાસ સુધી હું મારા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાઈશ.
אל-תבטחו בנדיבים-- בבן-אדם שאין לו תשועה 3
તમે રાજાઓ કે માણસો પર ભરોસો ન રાખો, કારણ કે તેઓની પાસે ઉદ્ધાર નથી.
תצא רוחו ישב לאדמתו ביום ההוא אבדו עשתנתיו 4
જ્યારે તેનો પ્રાણ તેને છોડી જાય છે, ત્યારે તેનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની બધી યોજનાઓનો અંત આવે છે.
אשרי--שאל יעקב בעזרו שברו על-יהוה אלהיו 5
જે માણસને સહાય કરનાર યાકૂબના ઈશ્વર છે, જેની આશા તેના ઈશ્વર યહોવાહમાં છે, તે આશીર્વાદિત છે.
עשה שמים וארץ-- את-הים ואת-כל-אשר-בם השמר אמת לעולם 6
યહોવાહે પૃથ્વી તથા આકાશ, સમુદ્ર તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યું છે; તે સદા સત્ય પાળનાર છે.
עשה משפט לעשוקים--נתן לחם לרעבים יהוה מתיר אסורים 7
તે પીડિતોનો ન્યાય જાળવી રાખે છે અને તે ભૂખ્યાઓને અન્ન પૂરું પાડે છે. યહોવાહ કેદીઓને છોડાવે છે.
יהוה פקח עורים--יהוה זקף כפופים יהוה אהב צדיקים 8
યહોવાહ દૃષ્ટિહીનોની આંખો ખોલે છે; યહોવાહ ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે; યહોવાહ ન્યાયી લોકોને પ્રેમ કરે છે.
יהוה שמר את-גרים--יתום ואלמנה יעודד ודרך רשעים יעות 9
યહોવાહ દેશમાંના વિદેશીઓનું રક્ષણ કરે છે; તે અનાથો તથા વિધવાઓને ઊંચાં કરે છે, પણ તે દુષ્ટોનો વિરોધ કરે છે.
ימלך יהוה לעולם-- אלהיך ציון לדר ודר הללו-יה 10
૧૦યહોવાહ સદાકાળ રાજ કરશે, હે સિયોન, તમારા ઈશ્વર પેઢી દરપેઢી રાજ કરશે. યહોવાહની સ્તુતિ કરો.

< תהילים 146 >