< תהילים 139 >
למנצח לדוד מזמור יהוה חקרתני ותדע | 1 |
૧મુખ્ય ગવૈયાને માટે, દાઉદનું ગીત. હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.
אתה ידעת שבתי וקומי בנתה לרעי מרחוק | 2 |
૨મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો; તમે મારા વિચારો વેગળેથી સમજો છો.
ארחי ורבעי זרית וכל-דרכי הסכנתה | 3 |
૩જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો; તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.
כי אין מלה בלשוני הן יהוה ידעת כלה | 4 |
૪કેમ કે, હે યહોવાહ, તમે મારા મુખની બધી વાતો પૂરેપૂરી જાણો છો.
אחור וקדם צרתני ותשת עלי כפכה | 5 |
૫તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તમે તમારા હાથે મને પકડી રાખ્યો છે.
פלאיה (פליאה) דעת ממני נשגבה לא-אוכל לה | 6 |
૬આવું ડહાપણ તો મને આશ્ચર્ય પમાડનારું છે; તે અતિ ઉચ્ચ છે અને હું તેને સમજી શકતો નથી.
אנה אלך מרוחך ואנה מפניך אברח | 7 |
૭તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં?
אם אסק שמים שם אתה ואציעה שאול הנך (Sheol ) | 8 |
૮જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો. (Sheol )
אשא כנפי-שחר אשכנה באחרית ים | 9 |
૯જો હું પરોઢિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું,
גם-שם ידך תנחני ותאחזני ימינך | 10 |
૧૦તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે તમારો જમણો હાથ મને પકડી રાખશે.
ואמר אך-חשך ישופני ולילה אור בעדני | 11 |
૧૧જો હું કહું, “અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે અને રાત મારી આસપાસ અજવાળારૂપ થશે;”
גם-חשך לא-יחשיך ממך ולילה כיום יאיר-- כחשיכה כאורה | 12 |
૧૨અંધકાર પણ મને તમારાથી સંતાડી શકતો નથી. રાત દિવસની જેમ પ્રકાશે છે, કેમ કે અંધારું અને અજવાળું બન્ને તમારી આગળ સમાન છે.
כי-אתה קנית כליתי תסכני בבטן אמי | 13 |
૧૩તમે મારું અંતઃકરણ ઘડ્યું છે; મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે.
אודך-- על כי נוראות נפליתי נפלאים מעשיך ונפשי ידעת מאד | 14 |
૧૪હું તમારો આભાર માનીશ, કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે. તમે મારા જીવન વિષે સઘળું જાણો છો.
לא-נכחד עצמי ממך אשר-עשיתי בסתר רקמתי בתחתיות ארץ | 15 |
૧૫જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો, જ્યારે પૃથ્વીના ઊંડાણોમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું શરીર તમારાથી અજાણ્યું ન હતું.
גלמי ראו עיניך ועל-ספרך כלם יכתבו ימים יצרו ולא (ולו) אחד בהם | 16 |
૧૬ગર્ભમાં પણ તમે મને નિહાળ્યો છે; મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે તેઓ સર્વ, તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.
ולי--מה-יקרו רעיך אל מה עצמו ראשיהם | 17 |
૧૭હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!
אספרם מחול ירבון הקיצתי ועודי עמך | 18 |
૧૮જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય. જ્યારે હું જાગું, ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.
אם-תקטל אלוה רשע ואנשי דמים סורו מני | 19 |
૧૯હે ઈશ્વર, તમે જ દુષ્ટોનો સંહાર કરશો; હે ખૂની માણસો મારાથી દૂર થાઓ.
אשר ימרוך למזמה נשוא לשוא עריך | 20 |
૨૦તેઓ તમારી વિરુદ્ધ બળવો કરે છે અને કપટથી વર્તે છે; તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે.
הלוא-משנאיך יהוה אשנא ובתקוממיך אתקוטט | 21 |
૨૧હે યહોવાહ, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? જેઓ તમારી સામે ઊઠે છે, તેઓનો શું હું ધિક્કાર ન કરું?
תכלית שנאה שנאתים לאויבים היו לי | 22 |
૨૨હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; તેઓને હું મારા શત્રુઓ જ ગણું છું.
חקרני אל ודע לבבי בחנני ודע שרעפי | 23 |
૨૩હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો; મને પારખો અને મારા વિચારો જાણી લો.
וראה אם-דרך-עצב בי ונחני בדרך עולם | 24 |
૨૪જો મારામાં કંઈ દુષ્ટતા હોય, તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો.