< תהילים 122 >
שיר המעלות לדוד שמחתי באמרים לי-- בית יהוה נלך | 1 |
૧ચઢવાનું ગીત; દાઉદનું. જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.
עמדות היו רגלינו-- בשעריך ירושלם | 2 |
૨હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.
ירושלם הבנויה-- כעיר שחברה-לה יחדו | 3 |
૩યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.
ששם עלו שבטים שבטי-יה--עדות לישראל להדות לשם יהוה | 4 |
૪ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.
כי שמה ישבו כסאות למשפט כסאות לבית דוד | 5 |
૫કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.
שאלו שלום ירושלם ישליו אהביך | 6 |
૬યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.
יהי-שלום בחילך שלוה בארמנותיך | 7 |
૭તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
למען אחי ורעי-- אדברה-נא שלום בך | 8 |
૮મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”
למען בית-יהוה אלהינו-- אבקשה טוב לך | 9 |
૯આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.