< תהילים 118 >
הודו ליהוה כי-טוב כי לעולם חסדו | 1 |
૧યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે.
יאמר-נא ישראל כי לעולם חסדו | 2 |
૨ઇઝરાયલ, એમ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
יאמרו-נא בית-אהרן כי לעולם חסדו | 3 |
૩હારુનનું કુટુંબ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
יאמרו-נא יראי יהוה כי לעולם חסדו | 4 |
૪યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
מן-המצר קראתי יה ענני במרחב יה | 5 |
૫મેં મારા સંકટમાં યહોવાહને વિનંતી કરી; યહોવાહે ઉત્તર આપીને મને મુક્ત કર્યો.
יהוה לי לא אירא מה-יעשה לי אדם | 6 |
૬યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
יהוה לי בעזרי ואני אראה בשנאי | 7 |
૭મારા મદદગાર તરીકે યહોવાહ મારી પાસે છે; હું મારા શત્રુઓને, કે જેઓ મને ધિક્કારે છે, તેઓને પરાજિત થતાં જોઈશ.
טוב לחסות ביהוה-- מבטח באדם | 8 |
૮માણસ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર ભરોસો રાખવો વધારે સારો છે.
טוב לחסות ביהוה-- מבטח בנדיבים | 9 |
૯રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે.
כל-גוים סבבוני בשם יהוה כי אמילם | 10 |
૧૦સર્વ પ્રજાઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
סבוני גם-סבבוני בשם יהוה כי אמילם | 11 |
૧૧તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
סבוני כדבורים-- דעכו כאש קוצים בשם יהוה כי אמילם | 12 |
૧૨તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો; તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
דחה דחיתני לנפל ויהוה עזרני | 13 |
૧૩નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો, પણ યહોવાહે મને મદદ કરી.
עזי וזמרת יה ויהי-לי לישועה | 14 |
૧૪યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે અને તે જ મારા છોડાવનાર થયા છે.
קול רנה וישועה--באהלי צדיקים ימין יהוה עשה חיל | 15 |
૧૫ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
ימין יהוה רוממה ימין יהוה עשה חיל | 16 |
૧૬યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
לא-אמות כי-אחיה ואספר מעשי יה | 17 |
૧૭હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ.
יסר יסרני יה ולמות לא נתנני | 18 |
૧૮યહોવાહે મને ભારે શિક્ષા કરી છે; પણ તેમણે મને મરણને સ્વાધીન કર્યો નથી.
פתחו-לי שערי-צדק אבא-בם אודה יה | 19 |
૧૯મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો; હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ.
זה-השער ליהוה צדיקים יבאו בו | 20 |
૨૦યહોવાહનું દ્વાર આ છે; એમાં થઈને ન્યાયીઓ અંદર પ્રવેશ કરશે.
אודך כי עניתני ותהי-לי לישועה | 21 |
૨૧હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે અને તમે મારો ઉદ્ધાર કર્યો છો.
אבן מאסו הבונים-- היתה לראש פנה | 22 |
૨૨જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
מאת יהוה היתה זאת היא נפלאת בעינינו | 23 |
૨૩આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
זה-היום עשה יהוה נגילה ונשמחה בו | 24 |
૨૪આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ.
אנא יהוה הושיעה נא אנא יהוה הצליחה נא | 25 |
૨૫હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો.
ברוך הבא בשם יהוה ברכנוכם מבית יהוה | 26 |
૨૬યહોવાહને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; અમે તમને યહોવાહના ઘરમાંથી આશીર્વાદ આપ્યો છે.
אל יהוה--ויאר-לנו אסרו-חג בעבתים--עד קרנות המזבח | 27 |
૨૭યહોવાહ તે જ ઈશ્વર છે અને તેમણે આપણને અજવાળું આપ્યું છે; વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો.
אלי אתה ואודך אלהי ארוממך | 28 |
૨૮તમે મારા ઈશ્વર છો અને હું તમારો આભાર માનીશ; તમે મારા ઈશ્વર છો; હું તમને મહાન માનીશ.
הודו ליהוה כי-טוב כי לעולם חסדו | 29 |
૨૯યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ ટકે છે.