< תהילים 115 >

לא לנו יהוה לא-לנו כי-לשמך תן כבוד--על-חסדך על-אמתך 1
હે યહોવાહ, અમોને નહિ, અમોને નહિ, કેમ કે તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણાને લીધે, તમારું નામ મહિમાવાન મનાઓ,
למה יאמרו הגוים איה-נא אלהיהם 2
પ્રજાઓ શા માટે કહે છે, “તેઓના ઈશ્વર ક્યાં છે?”
ואלהינו בשמים-- כל אשר-חפץ עשה 3
અમારા ઈશ્વર સ્વર્ગમાં છે; જે તેમણે ઇચ્છ્યું તે સર્વ તેમણે કર્યું.
עצביהם כסף וזהב מעשה ידי אדם 4
તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે.
פה-להם ולא ידברו עינים להם ולא יראו 5
તેઓને મુખ છે, પણ તેઓ બોલી શકતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી;
אזנים להם ולא ישמעו אף להם ולא יריחון 6
તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી.
ידיהם ולא ימישון--רגליהם ולא יהלכו לא-יהגו בגרונם 7
તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.
כמוהם יהיו עשיהם-- כל אשר-בטח בהם 8
તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા છે.
ישראל בטח ביהוה עזרם ומגנם הוא 9
હે ઇઝરાયલ, યહોવાહ પર ભરોસો રાખ; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
בית אהרן בטחו ביהוה עזרם ומגנם הוא 10
૧૦હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
יראי יהוה בטחו ביהוה עזרם ומגנם הוא 11
૧૧હે યહોવાહના ભક્તો, તેમના પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.
יהוה זכרנו יברך יברך את-בית ישראל יברך את-בית אהרן 12
૧૨યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે.
יברך יראי יהוה-- הקטנים עם-הגדלים 13
૧૩જે યહોવાહને માન આપે છે, તેવાં નાનાં કે મોટાં બન્નેને તે આશીર્વાદ આપશે.
יסף יהוה עליכם עליכם ועל בניכם 14
૧૪યહોવાહ તમારી તેમ જ તમારા વંશજોની વૃદ્ધિ કર્યા કરશે.
ברוכים אתם ליהוה-- עשה שמים וארץ 15
૧૫તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો.
השמים שמים ליהוה והארץ נתן לבני-אדם 16
૧૬આકાશો યહોવાહનાં છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.
לא המתים יהללו-יה ולא כל-ירדי דומה 17
૧૭મૃત્યુ પામેલાઓ અથવા કબરમાં ઊતરનારા તેઓમાંનું કોઈ યહોવાહની સ્તુતિ કરતું નથી.
ואנחנו נברך יה-- מעתה ועד-עולם הללו-יה 18
૧૮પણ અમે આજથી તે સર્વકાળ સુધી યહોવાહની સ્તુતિ કરીશું. યહોવાહની સ્તુતિ થાઓ.

< תהילים 115 >