< תהילים 113 >

הללו-יה הללו עבדי יהוה הללו את-שם יהוה 1
યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો.
יהי שם יהוה מברך-- מעתה ועד-עולם 2
યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
ממזרח-שמש עד-מבואו-- מהלל שם יהוה 3
સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો.
רם על-כל-גוים יהוה על השמים כבודו 4
યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે.
מי כיהוה אלהינו-- המגביהי לשבת 5
આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે.
המשפילי לראות-- בשמים ובארץ 6
આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે?
מקימי מעפר דל מאשפת ירים אביון 7
તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે.
להושיבי עם-נדיבים עם נדיבי עמו 8
જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય.
מושיבי עקרת הבית-- אם-הבנים שמחה הללו-יה 9
તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો.

< תהילים 113 >