< תהילים 112 >
הללו-יה אשרי-איש ירא את-יהוה במצותיו חפץ מאד | 1 |
૧યહોવાહની સ્તુતિ કરો. જે યહોવાહને માન આપે છે, જે તેમની આજ્ઞાઓ પાળવામાં ખુશ થાય છે, તેઓ આશીર્વાદિત છે.
גבור בארץ יהיה זרעו דור ישרים יברך | 2 |
૨તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે.
הון-ועשר בביתו וצדקתו עמדת לעד | 3 |
૩તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે.
זרח בחשך אור לישרים חנון ורחום וצדיק | 4 |
૪ઈશ્વરના લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તેઓ કૃપાળુ, દયાળુ અને ન્યાયી છે.
טוב-איש חונן ומלוה יכלכל דבריו במשפט | 5 |
૫જે માણસ કૃપા રાખીને આપે છે, તે પોતાના કામમાં પ્રામાણિકપણે ચાલશે.
כי-לעולם לא-ימוט לזכר עולם יהיה צדיק | 6 |
૬કેમ કે તે કદી પડશે નહિ; ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
משמועה רעה לא יירא נכון לבו בטח ביהוה | 7 |
૭તે ખરાબ સમાચારથી ગભરાતો નથી; તેને યહોવાહમાં આત્મવિશ્વાસ અને ભરોસો હોય છે.
סמוך לבו לא יירא עד אשר-יראה בצריו | 8 |
૮તેનું હૃદય શાંત છે, તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ.
פזר נתן לאביונים-- צדקתו עמדת לעד קרנו תרום בכבוד | 9 |
૯તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; તેને માન સહિત ઊંચો કરવામાં આવશે.
רשע יראה וכעס-- שניו יחרק ונמס תאות רשעים תאבד | 10 |
૧૦દુષ્ટો આ જોઈને ગુસ્સે થશે; તેઓ પોતાના દાંત પીસશે અને ઓગળી જશે; દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.