< תהילים 10 >
למה יהוה תעמד ברחוק תעלים לעתות בצרה | 1 |
૧હે યહોવાહ, તમે શા માટે દૂર ઊભા રહો છો? સંકટના સમયમાં તમે શા માટે સંતાઈ જાઓ છો?
בגאות רשע ידלק עני יתפשו במזמות זו חשבו | 2 |
૨દુષ્ટો ગર્વિષ્ઠ થઈને ગરીબોને બહુ સતાવે છે; પણ તેઓ પોતાની કલ્પેલી યુક્તિઓમાં ફસાઈ જાય છે.
כי-הלל רשע על-תאות נפשו ובצע ברך נאץ יהוה | 3 |
૩કેમ કે દુષ્ટ લોકો પોતાના અંતઃકરણની ઇચ્છાની તૃપ્તિ થતાં અભિમાન કરે છે; લોભીઓ યહોવાહને ધિક્કારે છે અને તેમની નિંદા કરે છે.
רשע--כגבה אפו בל-ידרש אין אלהים כל-מזמותיו | 4 |
૪દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી બતાવે છે કે, ઈશ્વર બદલો લેશે નહિ. તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ.
יחילו דרכו בכל-עת--מרום משפטיך מנגדו כל-צורריו יפיח בהם | 5 |
૫તે બધા સમયે સુરક્ષિત રહે છે, પણ તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી; તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે.
אמר בלבו בל-אמוט לדר ודר אשר לא-ברע | 6 |
૬તે પોતાના હૃદયમાં કહે છે, “હું કદી નિષ્ફળ થઈશ નહિ; પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું.”
אלה פיהו מלא--ומרמות ותך תחת לשונו עמל ואון | 7 |
૭તેનું મુખ શાપ, કપટ તથા જુલમથી ભરેલું છે; તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.
ישב במארב חצרים--במסתרים יהרג נקי עיניו לחלכה יצפנו | 8 |
૮તે ગામોની છૂપી જગ્યાઓમાં બેસે છે; તે સંતાઈને નિર્દોષનું ખૂન કરે છે; તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે.
יארב במסתר כאריה בסכה-- יארב לחטוף עני יחטף עני במשכו ברשתו | 9 |
૯જેમ સિંહ ગુફામાં છુપાઈ રહે છે; તેમ તે ગુપ્ત જગ્યામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે, તે ગરીબને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.
ודכה (ידכה) ישח ונפל בעצומיו חלכאים (חל כאים) | 10 |
૧૦તેઓના બળ આગળ ગરીબો દબાઈને નીચા નમી જાય છે; લાચાર બની તેઓના પંજામાં સપડાઈ જાય છે.
אמר בלבו שכח אל הסתיר פניו בל-ראה לנצח | 11 |
૧૧તે પોતાના હૃદયમાં કહે છે, “ઈશ્વર ભૂલી ગયા છે; તેમણે પોતાનું મુખ જોયું નથી, સંતાડી રાખ્યું છે અને તે કદી જોશે નહિ.”
קומה יהוה--אל נשא ידך אל-תשכח עניים (ענוים) | 12 |
૧૨હે યહોવાહ, ઊઠો; હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો. ગરીબોને ભૂલી ન જાઓ.
על-מה נאץ רשע אלהים אמר בלבו לא תדרש | 13 |
૧૩દુષ્ટો શા માટે ઈશ્વરનો નકાર કરે છે? અને પોતાના હૃદયમાં કહે છે, “તમે બદલો નહિ માગો.”
ראתה כי-אתה עמל וכעס תביט-- לתת בידך עליך יעזב חלכה יתום אתה היית עוזר | 14 |
૧૪તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ કરનારા તથા ઈર્ષ્યાખોરોને નજરમાં રાખો છો. નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથને બચાવો છો.
שבר זרוע רשע ורע תדרוש-רשעו בל-תמצא | 15 |
૧૫દુષ્ટ લોકોના હાથ તમે ભાંગી નાખો; તમે દુષ્ટ માણસની દુષ્ટતાને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ.
יהוה מלך עולם ועד אבדו גוים מארצו | 16 |
૧૬યહોવાહ સદાસર્વકાળ રાજા છે; તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે.
תאות ענוים שמעת יהוה תכין לבם תקשיב אזנך | 17 |
૧૭હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો;
לשפט יתום ודך בל-יוסיף עוד--לערץ אנוש מן-הארץ | 18 |
૧૮તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો તેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ.