< מִשְׁלֵי 1 >

משלי שלמה בן-דוד-- מלך ישראל 1
ઇઝરાયલનો રાજા, જે દાઉદનો પુત્ર હતો, તે સુલેમાનનાં નીતિવચનો.
לדעת חכמה ומוסר להבין אמרי בינה 2
ડહાપણ તથા શિક્ષણ સંપાદન થાય, ડહાપણની વાતો સમજવામાં આવે,
לקחת מוסר השכל צדק ומשפט ומשרים 3
ડહાપણભરેલી વર્તણૂકની, નેકીની, ન્યાયીપણાની અને ઇનસાફની કેળવણી મળે.
לתת לפתאים ערמה לנער דעת ומזמה 4
ભોળા માણસને ચતુરાઈ મળે અને જુવાનોને ડહાપણ તથા વિવેકબુદ્ધિ મળે.
ישמע חכם ויוסף לקח ונבון תחבלות יקנה 5
જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્ધત્તાની વૃદ્ધિ કરે અને બુદ્ધિમાન માણસને માર્ગદર્શન મળે.
להבין משל ומליצה דברי חכמים וחידתם 6
કહેવતો તથા અલંકારો; જ્ઞાનીઓનાં વચનો તથા તેઓના મર્મો સમજાય.
יראת יהוה ראשית דעת חכמה ומוסר אוילים בזו 7
યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે. મૂર્ખો ડહાપણને તથા શિક્ષણને ધિક્કારે છે.
שמע בני מוסר אביך ואל-תטש תורת אמך 8
મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.
כי לוית חן הם לראשך וענקים לגרגרתך 9
તેઓ તારા મસ્તકે શોભાયમાન મુગટરૂપ અને તારા ગળાના હારરૂપ થશે.
בני-- אם-יפתוך חטאים אל-תבא 10
૧૦મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે, તો તું તેઓનું માનતો નહિ.
אם-יאמרו לכה אתנו נארבה לדם נצפנה לנקי חנם 11
૧૧જો તેઓ કહે કે, “અમારી સાથે ચાલ, આપણે ખૂન કરવા માટે સંતાઈ રહીએ; આપણે નિર્દોષને વિનાકારણ હુમલો કરવાને છુપાઈ રહીએ.
נבלעם כשאול חיים ותמימים כיורדי בור (Sheol h7585) 12
૧૨શેઓલની જેમ આપણે તેઓને જીવતા અને જીવતા ગળી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય. (Sheol h7585)
כל-הון יקר נמצא נמלא בתינו שלל 13
૧૩વિવિધ પ્રકારનો કિંમતી માલ આપણા હાથમાં આવશે; આપણે લૂંટથી આપણાં ઘરો ભરીશું.
גורלך תפיל בתוכנו כיס אחד יהיה לכלנו 14
૧૪તું અમારી સાથે જોડાઈ જા આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું.”
בני--אל-תלך בדרך אתם מנע רגלך מנתיבתם 15
૧૫મારા દીકરા, તેઓના માર્ગમાં તેઓની સાથે ન ચાલ; તેઓના માર્ગેથી તારા પગ પાછા રાખ;
כי רגליהם לרע ירוצו וימהרו לשפך-דם 16
૧૬તેઓના પગ દુષ્ટતા કરવા માટે દોડે છે અને તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.
כי-חנם מזרה הרשת-- בעיני כל-בעל כנף 17
૧૭કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે.
והם לדמם יארבו יצפנו לנפשתם 18
૧૮આ માણસો પોતાને જ મારી નાખવાને માટે સંતાઈ રહે છે, તેઓ પોતાના જ જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે.
כן--ארחות כל-בצע בצע את-נפש בעליו יקח 19
૧૯ધનના પ્રત્યેક લોભીના માર્ગો આવા જ હોય છે. આવું ધન તેના માલિકોનું જ સત્યાનાશ વાળે છે.
חכמות בחוץ תרנה ברחבות תתן קולה 20
૨૦ડહાપણ શેરીએ શેરીએ મોટેથી પોકારે છે, તે જાહેર સ્થળોમાં પોતાની વાણી ઉચ્ચારે છે.
בראש המיות תקרא בפתחי שערים בעיר--אמריה תאמר 21
૨૧તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરના દરવાજે ઊભું રહીને વચનો ઉચ્ચારે છે,
עד-מתי פתים-- תאהבו-פתי ולצים--לצון חמדו להם וכסילים ישנאו-דעת 22
૨૨“હે અજ્ઞાનીઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ઠઠ્ઠા-મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આનંદ મેળવશો? અને ઓ મૂર્ખાઓ, તમે ક્યાં સુધી ડહાપણને ધિક્કારશો?
תשובו לתוכחתי הנה אביעה לכם רוחי אודיעה דברי אתכם 23
૨૩મારી ચેતવણી પર ધ્યાન આપો; હું મારો આત્મા તમારા પર રેડીશ; હું મારાં વચનો તમને જણાવીશ.
יען קראתי ותמאנו נטיתי ידי ואין מקשיב 24
૨૪મેં બોલાવ્યા અને તમે ઇનકાર કર્યો; મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નહિ.
ותפרעו כל-עצתי ותוכחתי לא אביתם 25
૨૫પણ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી અને મારા ઠપકાને પણ ગણકારતા નથી.
גם-אני באידכם אשחק אלעג בבא פחדכם 26
૨૬માટે તમારા પર મુશ્કેલીઓ આવશે ત્યારે હું હાસ્ય કરીશ, જ્યારે તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મશ્કરી કરીશ.
בבא כשאוה (כשואה) פחדכם-- ואידכם כסופה יאתה בבא עליכם צרה וצוקה 27
૨૭એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે અને વંટોળિયાની જેમ તમારા પર વિપત્તિઓ ધસી આવશે; જ્યારે સંકટ તથા વેદના તમારા પર આવશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ.
אז יקראנני ולא אענה ישחרנני ולא ימצאנני 28
૨૮ત્યારે તેઓ મને પોકાર કરશે પણ હું ઉત્તર આપીશ નહિ; તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ.
תחת כי-שנאו דעת ויראת יהוה לא בחרו 29
૨૯કેમ કે તેઓએ વિદ્યાનો ધિક્કાર કર્યો છે અને તેઓએ યહોવાહનો ભય રાખવાનું ઇચ્છ્યું નહિ.
לא-אבו לעצתי נאצו כל-תוכחתי 30
૩૦તેઓએ મારી સલાહ બિલકુલ માની નહિ અને તેઓએ મારો બધો ઠપકો તુચ્છ ગણ્યો.
ויאכלו מפרי דרכם וממעצתיהם ישבעו 31
૩૧તેઓ પોતાના માર્ગનું ફળ ભોગવશે અને પોતાની કુયુક્તિઓની પૂરેપૂરી શિક્ષા ભોગવશે.
כי משובת פתים תהרגם ושלות כסילים תאבדם 32
૩૨અબુદ્ધો પાછા હઠી જાય તે બાબત તેઓનો સંહાર કરશે; અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.
ושמע לי ישכן-בטח ושאנן מפחד רעה 33
૩૩પણ જે કોઈ મારું કહ્યું સાંભળશે તે સુરક્ષિત રહેશે અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”

< מִשְׁלֵי 1 >