< מִשְׁלֵי 4 >
שמעו בנים מוסר אב והקשיבו לדעת בינה | 1 |
૧દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો, સમજણ મેળવવા માટે ધ્યાન આપો.
כי לקח טוב נתתי לכם תורתי אל-תעזבו | 2 |
૨હું તમને ઉત્તમ બોધ આપું છું; મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.
כי-בן הייתי לאבי רך ויחיד לפני אמי | 3 |
૩જ્યારે હું મારા પિતાનો માનીતો દીકરો હતો, ત્યારે હું મારી માતાની દૃષ્ટિમાં સુકુમાર તથા એકનોએક હતો,
וירני--ויאמר לי יתמך-דברי לבך שמר מצותי וחיה | 4 |
૪ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતું કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે અને મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે.
קנה חכמה קנה בינה אל-תשכח ואל-תט מאמרי-פי | 5 |
૫ડહાપણ પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; એ ભૂલીશ નહિ અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ.
אל-תעזבה ותשמרך אהבה ותצרך | 6 |
૬ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે અને તે તારી સંભાળ રાખશે.
ראשית חכמה קנה חכמה ובכל-קנינך קנה בינה | 7 |
૭ડહાપણ એ ખૂબ જ મહત્વની બાબત છે, તેથી ડહાપણ પ્રાપ્ત કર અને તારું જે કંઈ છે તે આપી દે, એનાથી તને બુદ્ધિ પ્રાપ્ત થશે.
סלסלה ותרוממך תכבדך כי תחבקנה | 8 |
૮તેનું સન્માન કર અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે; જ્યારે તું તેને ભેટશે, ત્યારે તે તને પ્રતિષ્ઠિત કરશે.
תתן לראשך לוית-חן עטרת תפארת תמגנך | 9 |
૯તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે; તે તને તેજસ્વી મુગટ આપશે.”
שמע בני וקח אמרי וירבו לך שנות חיים | 10 |
૧૦હે મારા દીકરા, મારી વાતો સાંભળીને ધ્યાન આપ એટલે તારા આયુષ્યનાં વર્ષો વધશે.
בדרך חכמה הריתיך הדרכתיך במעגלי-ישר | 11 |
૧૧હું તને ડહાપણનો માર્ગ બતાવીશ; હું તને પ્રામાણિકપણાને માર્ગે દોરીશ.
בלכתך לא-יצר צעדך ואם-תרוץ לא תכשל | 12 |
૧૨જ્યારે તું ચાલશે, ત્યારે તારાં રસ્તામાં કોઈ ઊભો રહી નહિ શકે અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ.
החזק במוסר אל-תרף נצרה כי-היא חייך | 13 |
૧૩શિખામણને મજબૂત પકડી રાખ, તેને છોડતો નહિ; તેની કાળજી રાખજે, કારણ કે તે જ તારું જીવન છે.
בארח רשעים אל-תבא ואל-תאשר בדרך רעים | 14 |
૧૪દુષ્ટ માણસોના માર્ગને અનુસરીશ નહિ અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ.
פרעהו אל-תעבר-בו שטה מעליו ועבר | 15 |
૧૫તે માર્ગે ન જા, તેનાથી દૂર રહેજે; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.
כי לא ישנו אם-לא ירעו ונגזלה שנתם אם-לא יכשולו (יכשילו) | 16 |
૧૬કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી અને કોઈને ફસાવે નહિ, તો તેમની ઊંઘ ઊડી જાય છે.
כי לחמו לחם רשע ויין חמסים ישתו | 17 |
૧૭કારણ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે.
וארח צדיקים כאור נגה הולך ואור עד-נכון היום | 18 |
૧૮પણ સદાચારીઓનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે; જે દિવસ થતાં સુધી વધતો અને વધતો જાય છે.
דרך רשעים כאפלה לא ידעו במה יכשלו | 19 |
૧૯દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે, તેઓ શા કારણથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.
בני לדברי הקשיבה לאמרי הט-אזנך | 20 |
૨૦મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; મારાં વચન સાંભળ.
אל-יליזו מעיניך שמרם בתוך לבבך | 21 |
૨૧તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે; તેને તારા હૃદયમાં સંઘરી રાખ.
כי-חיים הם למצאיהם ולכל-בשרו מרפא | 22 |
૨૨જે કોઈને મારાં વચનો મળે છે તેના માટે તે જીવનરૂપ છે અને તેઓના આખા શરીરને આરોગ્યરૂપ છે.
מכל-משמר נצר לבך כי-ממנו תוצאות חיים | 23 |
૨૩પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.
הסר ממך עקשות פה ולזות שפתים הרחק ממך | 24 |
૨૪કુટિલ વાણી તારી પાસેથી દૂર કર અને ભ્રષ્ટ વાત તારાથી દૂર રાખ.
עיניך לנכח יביטו ועפעפיך יישרו נגדך | 25 |
૨૫તારી આંખો સામી નજરે જુએ અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે.
פלס מעגל רגלך וכל-דרכיך יכנו | 26 |
૨૬તારા પગનો માર્ગ સપાટ કર; પછી તારા સર્વ માર્ગો નિયમસર થાય.
אל-תט-ימין ושמאול הסר רגלך מרע | 27 |
૨૭જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે જજે; દુષ્ટતાથી તારો પગ દૂર કર.