< מִשְׁלֵי 3 >
בני תורתי אל-תשכח ומצותי יצר לבך | 1 |
૧મારા દીકરા, મારી આજ્ઞાઓ ભૂલી ન જા અને તારા હૃદયમાં મારા શિક્ષણને સંઘરી રાખજે;
כי ארך ימים ושנות חיים-- ושלום יוסיפו לך | 2 |
૨કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો અને શાંતિની વૃદ્ધિ આપશે.
חסד ואמת אל-יעזבך קשרם על-גרגרותיך כתבם על-לוח לבך | 3 |
૩કૃપા તથા સત્યતા તારો ત્યાગ ન કરો, તેઓને તું તારા ગળે બાંધી રાખજે, તેઓને તારા હૃદયપટ પર લખી રાખજે.
ומצא-חן ושכל-טוב-- בעיני אלהים ואדם | 4 |
૪તેથી તું ઈશ્વર તથા માણસની દૃષ્ટિમાં કૃપા તથા સુકીર્તિ પામશે.
בטח אל-יהוה בכל-לבך ואל-בינתך אל-תשען | 5 |
૫તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.
בכל-דרכיך דעהו והוא יישר ארחתיך | 6 |
૬તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અને તે તારા માર્ગો સીધા કરશે.
אל-תהי חכם בעיניך ירא את-יהוה וסור מרע | 7 |
૭તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા.
רפאות תהי לשרך ושקוי לעצמותיך | 8 |
૮તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારું શરીર તાજગીમાં રહેશે.
כבד את-יהוה מהונך ומראשית כל-תבואתך | 9 |
૯તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર.
וימלאו אסמיך שבע ותירוש יקביך יפרצו | 10 |
૧૦એમ કરવાથી તારા અન્નના ભંડાર ભરપૂર થશે અને તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.
מוסר יהוה בני אל-תמאס ואל-תקץ בתוכחתו | 11 |
૧૧મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા.
כי את אשר יאהב יהוה יוכיח וכאב את-בן ירצה | 12 |
૧૨કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.
אשרי אדם מצא חכמה ואדם יפיק תבונה | 13 |
૧૩જે માણસને ડહાપણ મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે.
כי טוב סחרה מסחר-כסף ומחרוץ תבואתה | 14 |
૧૪કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના વળતર કરતાં શ્રેષ્ઠ છે.
יקרה היא מפניים (מפנינים) וכל-חפציך לא ישוו-בה | 15 |
૧૫ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી.
ארך ימים בימינה בשמאולה עשר וכבוד | 16 |
૧૬તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે.
דרכיה דרכי-נעם וכל-נתיבותיה שלום | 17 |
૧૭તેના માર્ગો સુખદાયક અને તેના બધા રસ્તા શાંતિપૂર્ણ છે.
עץ-חיים היא למחזיקים בה ותמכיה מאשר | 18 |
૧૮જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે, જેઓ તેને દૃઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.
יהוה--בחכמה יסד-ארץ כונן שמים בתבונה | 19 |
૧૯યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે.
בדעתו תהומות נבקעו ושחקים ירעפו-טל | 20 |
૨૦તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે.
בני אל-ילזו מעיניך נצר תשיה ומזמה | 21 |
૨૧મારા દીકરા, સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ, તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે.
ויהיו חיים לנפשך וחן לגרגרתיך | 22 |
૨૨તો તેઓ તારા આત્માનું જીવન અને તારા ગળાની શોભા થશે.
אז תלך לבטח דרכך ורגלך לא תגוף | 23 |
૨૩પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ.
אם-תשכב לא-תפחד ושכבת וערבה שנתך | 24 |
૨૪જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે.
אל-תירא מפחד פתאם ומשאת רשעים כי תבא | 25 |
૨૫જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ.
כי-יהוה יהיה בכסלך ושמר רגלך מלכד | 26 |
૨૬કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે.
אל-תמנע-טוב מבעליו-- בהיות לאל ידיך (ידך) לעשות | 27 |
૨૭હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ.
אל-תאמר לרעיך (לרעך) לך ושוב--ומחר אתן ויש אתך | 28 |
૨૮જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, “જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ.”
אל-תחרש על-רעך רעה והוא-יושב לבטח אתך | 29 |
૨૯જે વ્યક્તિ તારી પડોશમાં નિર્ભય રહે છે, તેવા તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર.
אל-תרוב (תריב) עם-אדם חנם-- אם-לא גמלך רעה | 30 |
૩૦કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો તેની સાથે કારણ વગર તકરાર ન કર.
אל-תקנא באיש חמס ואל-תבחר בכל-דרכיו | 31 |
૩૧દુષ્ટ માણસની અદેખાઈ ન કર, અથવા તેનો એક પણ માર્ગ પસંદ ન કર.
כי תועבת יהוה נלוז ואת-ישרים סודו | 32 |
૩૨કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે.
מארת יהוה בבית רשע ונוה צדיקים יברך | 33 |
૩૩યહોવાહ દુષ્ટ માણસોના ઘર પર શાપ ઉતારે છે; પણ તે ન્યાયી માણસોના ઘરને આશીર્વાદ આપે છે.
אם-ללצים הוא-יליץ ולעניים (ולענוים) יתן-חן | 34 |
૩૪તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્ર જનોને કૃપા આપે છે.
כבוד חכמים ינחלו וכסילים מרים קלון | 35 |
૩૫જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને બદનામી જ મળશે.