< מִשְׁלֵי 23 >
כי-תשב ללחום את-מושל-- בין תבין את-אשר לפניך | 1 |
૧જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.
ושמת שכין בלעך-- אם-בעל נפש אתה | 2 |
૨જો તું ખાઉધરો હોય, તો તારે ગળે છરી મૂક.
אל-תתאו למטעמותיו והוא לחם כזבים | 3 |
૩સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, કારણ કે તે કપટી ભોજન છે.
אל-תיגע להעשיר מבינתך חדל | 4 |
૪ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; હોશિયાર થઈને પડતું મૂકજે.
התעוף (התעיף) עיניך בו ואיננו כי עשה יעשה-לו כנפים כנשר ועיף (יעוף) השמים | 5 |
૫જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.
אל-תלחם--את-לחם רע עין ואל-תתאו למטעמתיו | 6 |
૬કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા,
כי כמו שער בנפשו-- כן-הוא אכול ושתה יאמר לך ולבו בל-עמך | 7 |
૭કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. તે તને કહે છે, “ખાઓ અને પીઓ!” પણ તેનું મન તારા પ્રત્યે નથી.
פתך-אכלת תקיאנה ושחת דבריך הנעימים | 8 |
૮જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.
באזני כסיל אל-תדבר כי-יבוז לשכל מליך | 9 |
૯મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.
אל-תסג גבול עולם ובשדי יתומים אל-תבא | 10 |
૧૦પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
כי-גאלם חזק הוא-יריב את-ריבם אתך | 11 |
૧૧કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
הביאה למוסר לבך ואזנך לאמרי-דעת | 12 |
૧૨શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.
אל-תמנע מנער מוסר כי-תכנו בשבט לא ימות | 13 |
૧૩બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.
אתה בשבט תכנו ונפשו משאול תציל (Sheol ) | 14 |
૧૪જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે. (Sheol )
בני אם-חכם לבך-- ישמח לבי גם-אני | 15 |
૧૫મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે.
ותעלזנה כליותי-- בדבר שפתיך מישרים | 16 |
૧૬જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતઃકરણ હરખાશે.
אל-יקנא לבך בחטאים כי אם-ביראת-יהוה כל-היום | 17 |
૧૭તારા મનમાં પાપીની ઈર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે.
כי אם-יש אחרית ותקותך לא תכרת | 18 |
૧૮ત્યાં ચોક્કસ ભવિષ્ય છે અને તારી આશા સાર્થક થશે.
שמע-אתה בני וחכם ואשר בדרך לבך | 19 |
૧૯મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે.
אל-תהי בסבאי-יין-- בזללי בשר למו | 20 |
૨૦દ્રાક્ષારસ પીનારાઓની અથવા માંસના ખાઉધરાની સોબત ન કર.
כי-סבא וזולל יורש וקרעים תלביש נומה | 21 |
૨૧કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.
שמע לאביך זה ילדך ואל-תבוז כי-זקנה אמך | 22 |
૨૨તારા પોતાના પિતાનું કહેવું સાંભળ અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.
אמת קנה ואל-תמכר חכמה ומוסר ובינה | 23 |
૨૩સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ; હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ.
גול (גיל) יגיל אבי צדיק יולד (ויולד) חכם וישמח- (ישמח-) בו | 24 |
૨૪નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે.
ישמח-אביך ואמך ותגל יולדתך | 25 |
૨૫તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર.
תנה-בני לבך לי ועיניך דרכי תרצנה (תצרנה) | 26 |
૨૬મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે.
כי-שוחה עמקה זונה ובאר צרה נכריה | 27 |
૨૭ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.
אף-היא כחתף תארב ובוגדים באדם תוסף | 28 |
૨૮તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.
למי אוי למי אבוי למי מדונים (מדינים) למי שיח-- למי פצעים חנם למי חכללות עינים | 29 |
૨૯કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? કોની આંખોમાં રતાશ છે?
למאחרים על-היין-- לבאים לחקר ממסך | 30 |
૩૦જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને, જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે.
אל-תרא יין כי יתאדם כי-יתן בכיס (בכוס) עינו יתהלך במישרים | 31 |
૩૧જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર.
אחריתו כנחש ישך וכצפעני יפרש | 32 |
૩૨આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે.
עיניך יראו זרות ולבך ידבר תהפכות | 33 |
૩૩તારી આંખો અજાણ્યા વસ્તુઓ જોશે અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે.
והיית כשכב בלב-ים וכשכב בראש חבל | 34 |
૩૪હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.
הכוני בל-חליתי-- הלמוני בל-ידעתי מתי אקיץ אוסיף אבקשנו עוד | 35 |
૩૫તું કહેશે કે, “તેઓએ મારા પર પ્રહાર કર્યો!” “પણ મને વાગ્યું નહિ. તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ. હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે.”