< מִשְׁלֵי 22 >
נבחר שם מעשר רב מכסף ומזהב חן טוב | 1 |
૧સારું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમ નજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે.
עשיר ורש נפגשו עשה כלם יהוה | 2 |
૨દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે.
ערום ראה רעה ויסתר (ונסתר) ופתיים עברו ונענשו | 3 |
૩ડાહ્યો માણસ આફતને આવતી જોઈને સંતાઈ જાય છે, પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.
עקב ענוה יראת יהוה עשר וכבוד וחיים | 4 |
૪વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન એ યહોવાહના ભયનાં ફળ છે.
צנים פחים בדרך עקש שומר נפשו ירחק מהם | 5 |
૫આડા માણસના માર્ગમાં કાંટા અને ફાંદા છે; જે માણસને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે.
חנך לנער על-פי דרכו-- גם כי-יזקין לא-יסור ממנה | 6 |
૬બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ અને જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેમાંથી તે ખસે નહિ.
עשיר ברשים ימשול ועבד לוה לאיש מלוה | 7 |
૭ધનવાન ગરીબ ઉપર સત્તા ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે.
זורע עולה יקצור- (יקצר-) און ושבט עברתו יכלה | 8 |
૮જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે.
טוב-עין הוא יברך כי-נתן מלחמו לדל | 9 |
૯ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.
גרש לץ ויצא מדון וישבת דין וקלון | 10 |
૧૦ઘમંડી વ્યક્તિને દૂર કર એટલે ઝઘડો પણ સમી જશે અને મારામારી તથા અપમાનનો અંત આવશે.
אהב טהור- (טהר-) לב-- חן שפתיו רעהו מלך | 11 |
૧૧જે હૃદયની શુદ્ધતા ચાહે છે તેના બોલવાના પ્રભાવને લીધે રાજા તેનો મિત્ર થશે.
עיני יהוה נצרו דעת ויסלף דברי בגד | 12 |
૧૨યહોવાહની દૃષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે, પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે.
אמר עצל ארי בחוץ בתוך רחבות ארצח | 13 |
૧૩આળસુ કહે છે, “બહાર તો સિંહ છે! હું રસ્તામાં માર્યો જઈશ.”
שוחה עמקה פי זרות זעום יהוה יפול- (יפל-) שם | 14 |
૧૪પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે.
אולת קשורה בלב-נער שבט מוסר ירחיקנה ממנו | 15 |
૧૫મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાયેલી છે, પણ શિક્ષાની સોટી તેનામાંથી તેની મૂર્ખાઈને દૂર કરશે.
עשק דל להרבות לו-- נתן לעשיר אך-למחסור | 16 |
૧૬પોતાની માલમિલકત વધારવાને માટે જે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને બક્ષિશ આપે છે તે પોતે કંગાલાવસ્થામાં આવશે.
הט אזנך--ושמע דברי חכמים ולבך תשית לדעתי | 17 |
૧૭જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ અને મારા ડહાપણ પર તારું અંતઃકરણ લગાડ.
כי-נעים כי-תשמרם בבטנך יכנו יחדו על-שפתיך | 18 |
૧૮કેમ કે જો તું તેઓને તારા અંતરમાં રાખે અને જો તેઓ બન્ને તારા હોઠો પર સ્થિર થાય તો તે સુખકારક છે.
להיות ביהוה מבטחך-- הודעתיך היום אף-אתה | 19 |
૧૯તારો ભરોસો યહોવાહ પર રહે, માટે આજે મેં તને, હા, તને તે જણાવ્યાં છે.
הלא כתבתי לך שלשום (שלשים)-- במעצות ודעת | 20 |
૨૦મેં તારા માટે સુબોધ અને ડહાપણની ત્રીસ કહેવતો એટલા માટે લખી રાખી છે કે,
להודיעך--קשט אמרי אמת להשיב אמרים אמת לשלחיך | 21 |
૨૧સત્યનાં વચનો તું ચોક્કસ જાણે જેથી તને મોકલનાર છે તેની પાસે જઈને સત્ય વચનોથી તું તેને ઉત્તર આપે?
אל-תגזל-דל כי דל-הוא ואל-תדכא עני בשער | 22 |
૨૨ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમ જ રસ્તાઓમાં પડી રહેલા ગરીબો પર પણ જુલમ ન કર,
כי-יהוה יריב ריבם וקבע את-קבעיהם נפש | 23 |
૨૩કારણ કે યહોવાહ તેમનો પક્ષ કરીને લડશે અને જેઓ તેઓનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.
אל-תתרע את-בעל אף ואת-איש חמות לא תבוא | 24 |
૨૪ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર અને તામસી માણસની સોબત ન કર.
פן-תאלף ארחתו ולקחת מוקש לנפשך | 25 |
૨૫જેથી તું તેના માર્ગો શીખે અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે.
אל-תהי בתקעי-כף בערבים משאות | 26 |
૨૬વચન આપનારાઓમાંનો જામીન અને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ.
אם-אין-לך לשלם-- למה יקח משכבך מתחתיך | 27 |
૨૭જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોય તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય?
אל-תסג גבול עולם-- אשר עשו אבותיך | 28 |
૨૮તારા પિતૃઓએ જે અસલના સીમા પથ્થર નક્કી કર્યા છે તેને ન ખસેડ.
חזית איש מהיר במלאכתו-- לפני-מלכים יתיצב בל-יתיצב לפני חשכים | 29 |
૨૯પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.