< מִשְׁלֵי 14 >
חכמות נשים בנתה ביתה ואולת בידיה תהרסנו | 1 |
૧દરેક સમજુ સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ સ્ત્રી પોતાને જ હાથે તેનો નાશ કરે છે.
הולך בישרו ירא יהוה ונלוז דרכיו בוזהו | 2 |
૨જે વિશ્વનીયતામાં ચાલે છે તે યહોવાહનો ડર રાખે છે, પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને ધિક્કારે છે.
בפי-אויל חטר גאוה ושפתי חכמים תשמורם | 3 |
૩મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે, પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે.
באין אלפים אבוס בר ורב-תבואות בכח שור | 4 |
૪જ્યાં બળદ ન હોય ત્યાં ગભાણ સાફ જ રહે છે, પણ બળદના બળથી ઘણી ઊપજ થાય છે.
עד אמונים לא יכזב ויפיח כזבים עד שקר | 5 |
૫વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ, પણ જૂઠો સાક્ષી જૂઠું જ બોલે છે.
בקש-לץ חכמה ואין ודעת לנבון נקל | 6 |
૬હાંસી ઉડાવનાર ડહાપણ શોધે છે પણ તેને જડતું નથી, પણ ડાહી વ્યક્તિ પાસે ડહાપણ સહેલાઈથી આવે છે.
לך מנגד לאיש כסיל ובל-ידעת שפתי-דעת | 7 |
૭મૂર્ખ માણસથી દૂર રહેવું, તેની પાસે તને જ્ઞાનવાળા શબ્દો સાંભળવા નહિ મળે,
חכמת ערום הבין דרכו ואולת כסילים מרמה | 8 |
૮પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું ડહાપણ છે, પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે.
אולים יליץ אשם ובין ישרים רצון | 9 |
૯મૂર્ખ પ્રાયશ્ચિત્તને હસવામાં ઉડાવે છે, પણ પ્રામાણિક માણસો ઈશ્વરની કૃપા મેળવે છે.
לב--יודע מרת נפשו ובשמחתו לא-יתערב זר | 10 |
૧૦અંતઃકરણ પોતે પોતાની વેદના જાણે છે, અને પારકા તેના આનંદમાં જોડાઈ શકતો નથી.
בית רשעים ישמד ואהל ישרים יפריח | 11 |
૧૧દુષ્ટનું ઘર પાયમાલ થશે, પણ પ્રામાણિકનો તંબુ સમૃદ્ધ રહેશે.
יש דרך ישר לפני-איש ואחריתה דרכי-מות | 12 |
૧૨એક એવો માર્ગ છે જે માણસને ઠીક લાગે છે, પણ અંતે તેનું પરિણામ તો મરણનો માર્ગ નીવડે છે.
גם-בשחק יכאב-לב ואחריתה שמחה תוגה | 13 |
૧૩હસતી વેળાએ પણ હૃદય ખિન્ન હોય છે, અને હર્ષનો અંત શોક છે.
מדרכיו ישבע סוג לב ומעליו איש טוב | 14 |
૧૪પાપી હૃદયવાળાએ પોતાના જ માર્ગનું ફળ ભોગવવું પડશે અને સારો માણસ પોતાનાં જ કર્મોનું ફળ માણે છે.
פתי יאמין לכל-דבר וערום יבין לאשרו | 15 |
૧૫ભોળો માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે.
חכם ירא וסר מרע וכסיל מתעבר ובוטח | 16 |
૧૬જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે, પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.
קצר-אפים יעשה אולת ואיש מזמות ישנא | 17 |
૧૭જલદી ક્રોધ કરનાર મૂર્ખાઈ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.
נחלו פתאים אולת וערומים יכתרו דעת | 18 |
૧૮ભોળા લોકો મૂર્ખાઈનો વારસો પામે છે, પણ ડાહ્યા માણસોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.
שחו רעים לפני טובים ורשעים על-שערי צדיק | 19 |
૧૯દુષ્ટોને સજ્જનો આગળ ઝૂકવું પડે છે, અને જેઓ દુષ્ટ છે તેઓને સદાચારીઓને બારણે નમવું પડે છે.
גם-לרעהו ישנא רש ואהבי עשיר רבים | 20 |
૨૦ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા મિત્રો હોય છે.
בז-לרעהו חוטא ומחונן עניים (ענוים) אשריו | 21 |
૨૧પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે, પણ ગરીબ પર દયા કરનાર આશીર્વાદિત છે.
הלוא-יתעו חרשי רע וחסד ואמת חרשי טוב | 22 |
૨૨ભૂંડી યોજનાઓ ઘડનાર શું ભૂલ નથી કરતા? પણ સારી યોજનાઓ ઘડનારને કૃપા અને સત્ય પ્રાપ્ત થશે.
בכל-עצב יהיה מותר ודבר-שפתים אך-למחסור | 23 |
૨૩જ્યાં મહેનત છે ત્યાં લાભ પણ હોય છે, પણ જ્યાં ખાલી વાતો જ થાય ત્યાં માત્ર ગરીબી જ આવે છે.
עטרת חכמים עשרם אולת כסילים אולת | 24 |
૨૪જ્ઞાનીઓનો મુગટ તેઓની સંપત્તિ છે, પણ મૂર્ખોની મૂર્ખાઈ તે જ તેમનો બદલો છે.
מציל נפשות עד אמת ויפח כזבים מרמה | 25 |
૨૫સાચો સાક્ષી જીવનોને બચાવે છે, પણ કપટી માણસ જૂઠાણું ઉચ્ચારે છે.
ביראת יהוה מבטח-עז ולבניו יהיה מחסה | 26 |
૨૬યહોવાહનાં ભયમાં દૃઢ વિશ્વાસ સમાયેલો છે, તેનાં સંતાનોને તે આશ્રય આપે છે.
יראת יהוה מקור חיים-- לסור ממקשי מות | 27 |
૨૭મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે, યહોવાહનો ભય જીવનનો ઝરો છે.
ברב-עם הדרת-מלך ובאפס לאם מחתת רזון | 28 |
૨૮ઘણી પ્રજા તે રાજાનું ગૌરવ છે, પણ પ્રજા વિના શાસક નાશ પામે છે.
ארך אפים רב-תבונה וקצר-רוח מרים אולת | 29 |
૨૯જે ક્રોધ કરવામાં ધીમો છે તે વધારે સમજુ છે, પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને પ્રદર્શિત કરે છે.
חיי בשרים לב מרפא ורקב עצמות קנאה | 30 |
૩૦હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષ્યા હાડકાનો સડો છે.
עשק דל חרף עשהו ומכבדו חנן אביון | 31 |
૩૧ગરીબ પર જુલમ કરનાર તેના સર્જનહારનું અપમાન કરે છે, પણ ગરીબ પર કૃપા રાખનાર તેને માન આપે છે.
ברעתו ידחה רשע וחסה במותו צדיק | 32 |
૩૨દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી નાખવામાં આવશે, પરંતુ ન્યાયી માણસને પોતાના મૃત્યુમાં પણ આશા હોય છે.
בלב נבון תנוח חכמה ובקרב כסילים תודע | 33 |
૩૩બુદ્ધિમાનના હૃદયમાં ડહાપણ વસે છે, પણ મૂર્ખના અંતરમાં ડહાપણ નથી હોતું તે જણાઈ આવે છે.
צדקה תרומם-גוי וחסד לאמים חטאת | 34 |
૩૪ન્યાયીપણાથી પ્રજા મહાન બને છે, પણ પાપ તો પ્રજાનું કલંક છે.
רצון-מלך לעבד משכיל ועברתו תהיה מביש | 35 |
૩૫બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે, પણ બદનામી કરાવનાર પર તેમનો ક્રોધ ઊતરે છે.