< ויקרא 3 >

ואם זבח שלמים קרבנו--אם מן הבקר הוא מקריב אם זכר אם נקבה תמים יקריבנו לפני יהוה 1
જો કોઈનું અર્પણ શાંત્યર્પણનો યજ્ઞ હોય અને જો તે જાનવર ચઢાવે, પછી તે નર હોય કે નારી હોય, તો યહોવાહ પ્રત્યે તે ખોડખાંપણ વગરનું ચઢાવે.
וסמך ידו על ראש קרבנו ושחטו פתח אהל מועד וזרקו בני אהרן הכהנים את הדם על המזבח--סביב 2
તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે. પછી યાજકો, એટલે હારુનના પુત્રો તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટે.
והקריב מזבח השלמים אשה ליהוה--את החלב המכסה את הקרב ואת כל החלב אשר על הקרב 3
તે શાંત્યર્પણના યજ્ઞમાંથી યહોવાહ પ્રત્યે હોમયજ્ઞ ચઢાવે. આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડાં પરની બધી ચરબી,
ואת שתי הכלית ואת החלב אשר עלהן אשר על הכסלים ואת היתרת על הכבד על הכליות יסירנה 4
બન્ને મૂત્રપિંડ તથા તે પરની ચરબી જાંઘો પાસે હોય છે તે તથા મૂત્રપિંડ સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે.
והקטירו אתו בני אהרן המזבחה על העלה אשר על העצים אשר על האש--אשה ריח ניחח ליהוה 5
હારુનના પુત્રો વેદી પરના અગ્નિ પર લાકડા ઉપરના દહનીયાર્પણ પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞ છે.
ואם מן הצאן קרבנו לזבח שלמים ליהוה--זכר או נקבה תמים יקריבנו 6
જો કોઈ માણસ શાંત્યર્પણ તરીકે ઘેટાંબકરાંને યહોવાહ સમક્ષ લાવે, પછી તે નર હોય કે નારી હોય, તો તે શાંત્યર્પણ ખોડખાંપણ વગરનું ચઢાવે.
אם כשב הוא מקריב את קרבנו--והקריב אתו לפני יהוה 7
જો તે હલવાનનું અર્પણ ચઢાવે, તો તે તેને યહોવાહની આગળ ચઢાવે.
וסמך את ידו על ראש קרבנו ושחט אתו לפני אהל מועד וזרקו בני אהרן את דמו על המזבח--סביב 8
તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપની આગળ તેને કાપે. પછી હારુનના પુત્રોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.
והקריב מזבח השלמים אשה ליהוה--חלבו האליה תמימה לעמת העצה יסירנה ואת החלב המכסה את הקרב ואת כל החלב אשר על הקרב 9
શાંત્યર્પણના યજ્ઞમાંથી તે યહોવાહને સારુ હોમયજ્ઞ ચઢાવે. તેની ચરબી, તેની પુષ્ટ પૂછડી આખી અને આખી કરોડના હાડકાની લગોલગથી તે કાપી લે અને આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી,
ואת שתי הכלית ואת החלב אשר עלהן אשר על הכסלים ואת היתרת על הכבד על הכלית יסירנה 10
૧૦બન્ને મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને મૂત્રપિંડ સાથે કલેજા પરનું અંતરપડ તે કાઢી લે.
והקטירו הכהן המזבחה--לחם אשה ליהוה 11
૧૧અને યાજક વેદી પર તેનું દહન કરે; તે યહોવાહને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે.
ואם עז קרבנו--והקריבו לפני יהוה 12
૧૨જો માણસનું અર્પણ બકરાનું હોય, તો તે યહોવાહની આગળ ચઢાવે.
וסמך את ידו על ראשו ושחט אתו לפני אהל מועד וזרקו בני אהרן את דמו על המזבח--סביב 13
૧૩તે બકરાના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપની આગળ તેને કાપે. પછી હારુનના પુત્રોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.
והקריב ממנו קרבנו אשה ליהוה--את החלב המכסה את הקרב ואת כל החלב אשר על הקרב 14
૧૪તે માણસ અગ્નિથી પોતાનું અર્પણ યહોવાહને માટે ચઢાવે. તે આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી કાઢી લે.
ואת שתי הכלית ואת החלב אשר עלהן אשר על הכסלים ואת היתרת על הכבד על הכלית יסירנה 15
૧૫બન્ને મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી, મૂત્રપિંડો પાસે કલેજા પરનું અંતરપડ તે કાઢી લે.
והקטירם הכהן המזבחה--לחם אשה לריח ניחח כל חלב ליהוה 16
૧૬આ તમામનું યાજકે શાંત્યર્પણ તરીકે દહન કરવું, તે સુવાસને સારુ હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે. સઘળી ચરબી યહોવાહની છે.
חקת עולם לדרתיכם בכל מושבתיכם--כל חלב וכל דם לא תאכלו 17
૧૭તમારી વંશપરંપરા તમારાં સઘળાં રહેઠાણોમાં એ હંમેશને માટે તમારો વિધિ થાય, એટલે ચરબી કે રક્ત તમારે ખાવાં જ નહિ.’”

< ויקרא 3 >