< איכה 3 >

אני הגבר ראה עני בשבט עברתו 1
હું એક એવો પુરુષ છું કે જેણે યહોવાહના કોપની સોટીથી દુઃખ ભોગવ્યું.
אותי נהג וילך חשך ולא אור 2
તેમણે મને પ્રકાશમાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો.
אך בי ישב יהפך ידו כל היום 3
તેઓ ચોક્કસ આખો દિવસ મારી વિરુદ્ધ અવારનવાર પોતાનો હાથ ફેરવે છે.
בלה בשרי ועורי שבר עצמותי 4
તેમણે મારું માંસ તથા મારી ચામડીને નુકશાન પહોંચાડ્યું છે; તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે.
בנה עלי ויקף ראש ותלאה 5
દુ: ખ અને સંતાપની કોટડીમાં પૂરીને તેમણે મને બાંધીને ઘેરી લીધો છે.
במחשכים הושיבני כמתי עולם 6
તેમણે મને પુરાતન કાળના મરણ પામેલા એક પુરુષની જેમ અંધકારમાં પૂરી રાખ્યો છે.
גדר בעדי ולא אצא הכביד נחשתי 7
તેમણે મને દીવાલથી ઘેરી લીધો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે ભારે સાંકળોથી મને બાંધી દીધો છે.
גם כי אזעק ואשוע שתם תפלתי 8
જ્યારે હું પોકાર કરીને સહાય માગુ છું, ત્યારે તેઓ મારી પ્રાર્થના પાછી વાળે છે.
גדר דרכי בגזית נתיבתי עוה 9
તેમણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે; તેમણે મારા રસ્તાને વાંકાચૂંકા કર્યા છે.
דב ארב הוא לי אריה (ארי) במסתרים 10
૧૦તેઓ રીંછની જેમ સંતાઈને મારી રાહ જુએ છે અને ગુપ્તમાં રહેનાર સિંહની જેમ મને પકડવા સંતાઈ રહે છે.
דרכי סורר ויפשחני שמני שמם 11
૧૧તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે. તેમણે મને ફાડીને નિરાધાર કર્યો છે.
דרך קשתו ויציבני כמטרא לחץ 12
૧૨તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે.
הביא בכליתי בני אשפתו 13
૧૩તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે.
הייתי שחק לכל עמי נגינתם כל היום 14
૧૪હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે.
השביעני במרורים הרוני לענה 15
૧૫તેમણે મને કડવી વેલથી ભરી દીધું છે અને મને કટુઝેરથી ભરી દીધો છે.
ויגרס בחצץ שני הכפישני באפר 16
૧૬વળી તેમણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે; તેમણે મને રાખથી ઢાંકી દીધો છે.
ותזנח משלום נפשי נשיתי טובה 17
૧૭તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું.
ואמר אבד נצחי ותוחלתי מיהוה 18
૧૮તેથી મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવાહ તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!”
זכר עניי ומרודי לענה וראש 19
૧૯મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાશનું સ્મરણ કરો!
זכור תזכור ותשיח (ותשוח) עלי נפשי 20
૨૦મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે.
זאת אשיב אל לבי על כן אוחיל 21
૨૧પણ હું તેનું મારા હૃદયમાં સ્મરણ કરું છું; મારે મને આશા છે.
חסדי יהוה כי לא תמנו כי לא כלו רחמיו 22
૨૨યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી!
חדשים לבקרים רבה אמונתך 23
૨૩દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે!
חלקי יהוה אמרה נפשי על כן אוחיל לו 24
૨૪મારો જીવ કહે છે, “યહોવાહ મારો હિસ્સો છે;” તેથી હું તેમનામાં મારી આશા મૂકું છું.
טוב יהוה לקוו לנפש תדרשנו 25
૨૫જેઓ તેમની રાહ જુએ છે અને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવાહ ભલા છે.
טוב ויחיל ודומם לתשועת יהוה 26
૨૬યહોવાહના ઉદ્ધારની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની રાહ જોવી તે સારું છે.
טוב לגבר כי ישא על בנעוריו 27
૨૭જુવાનીમાં ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે.
ישב בדד וידם כי נטל עליו 28
૨૮યહોવાહે તેના પર ઝૂંસરી મૂકી છે, તેથી તે એકાંતમાં બેસીને શાંત રહે.
יתן בעפר פיהו אולי יש תקוה 29
૨૯તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય.
יתן למכהו לחי ישבע בחרפה 30
૩૦જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે. તે અપમાનથી ભરપૂર થાય.
כי לא יזנח לעולם אדני 31
૩૧કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ!
כי אם הוגה ורחם כרב חסדיו 32
૩૨કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.
כי לא ענה מלבו ויגה בני איש 33
૩૩કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ: ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.
לדכא תחת רגליו כל אסירי ארץ 34
૩૪પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા,
להטות משפט גבר נגד פני עליון 35
૩૫પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,
לעות אדם בריבו אדני לא ראה 36
૩૬કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી?
מי זה אמר ותהי אדני לא צוה 37
૩૭પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?
מפי עליון לא תצא הרעות והטוב 38
૩૮પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?
מה יתאונן אדם חי גבר על חטאו 39
૩૯જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?
נחפשה דרכינו ונחקרה ונשובה עד יהוה 40
૪૦આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ.
נשא לבבנו אל כפים אל אל בשמים 41
૪૧આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચાં કરીને પ્રાર્થના કરીએ.
נחנו פשענו ומרינו אתה לא סלחת 42
૪૨“અમે અપરાધ તથા બંડ કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી.
סכותה באף ותרדפנו הרגת לא חמלת 43
૪૩તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમારી કતલ કરી અને દયા રાખી નથી.
סכותה בענן לך מעבור תפלה 44
૪૪અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળથી પોતાને ઢાંકી દીધા.
סחי ומאוס תשימנו בקרב העמים 45
૪૫તમે અમને પ્રજાઓની વચમાં કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.
פצו עלינו פיהם כל איבינו 46
૪૬અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.
פחד ופחת היה לנו השאת והשבר 47
૪૭ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે.”
פלגי מים תרד עיני על שבר בת עמי 48
૪૮મારા લોકોની દીકરીના નાશને લીધે મારી આંખમાંથી આંસુની નદીઓ વહે છે.
עיני נגרה ולא תדמה מאין הפגות 49
૪૯મારી આંખોમાંથી આંસુ વહ્યા કરશે અને બંધ નહિ થાય, કેમ કે તેનો અંત નથી
עד ישקיף וירא יהוה משמים 50
૫૦જ્યાં સુધી યહોવાહ આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ નહિ ત્યાં સુધી,
עיני עוללה לנפשי מכל בנות עירי 51
૫૧મારા નગરની સર્વ કુમારિકાઓની દશા જોઈને મારી આંખો સૂજી ગઈ છે.
צוד צדוני כצפור איבי חנם 52
૫૨તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પક્ષીની જેમ મારો શિકાર કર્યો છે.
צמתו בבור חיי וידו אבן בי 53
૫૩તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થરો ફેંક્યા છે.
צפו מים על ראשי אמרתי נגזרתי 54
૫૪મારા માથા પર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું, “હું મરી ગયો છું!”
קראתי שמך יהוה מבור תחתיות 55
૫૫હે યહોવાહ, કારાગૃહના નીચલા ભોંયરામાંથી મેં તમારા નામનો પોકાર કર્યો.
קולי שמעת אל תעלם אזנך לרוחתי לשועתי 56
૫૬જ્યારે મેં કહ્યું, ત્યારે તમે મારું સાંભળ્યું, “હું મદદ માટે હાંક મારું, ત્યારે તમે તમારા કાન બંધ ન કરશો.”
קרבת ביום אקראך אמרת אל תירא 57
૫૭જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા અને મને કહ્યું, “બીશ નહિ!”
רבת אדני ריבי נפשי גאלת חיי 58
૫૮હે પ્રભુ, તમે મારો બચાવ કર્યો છે અને મારો ઉદ્ધાર કર્યો છે.
ראיתה יהוה עותתי שפטה משפטי 59
૫૯હે યહોવાહ, તમે મને થયેલા અન્યાય જોયા છે. તમે મારો ન્યાય કરો.
ראיתה כל נקמתם--כל מחשבתם לי 60
૬૦મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ અને મારી વિરુદ્ધના સર્વ કાવતરાં તમે જોયા છે.
שמעת חרפתם יהוה כל מחשבתם עלי 61
૬૧હે યહોવાહ, તેઓએ કરેલી મારી નિંદા તથા તેઓએ મારી વિરુદ્ધ કરેલા સર્વ કાવતરાં તમે સાંભળ્યાં છે.
שפתי קמי והגיונם עלי כל היום 62
૬૨મારા વિરોધીઓ આખો દિવસ મારી વિરુદ્ધ બોલે છે. તમે તેમના ષડ્યંત્રો જાણો છો.
שבתם וקימתם הביטה אני מנגינתם 63
૬૩પછી ભલે તેઓ બેઠા હોય કે ઊભા હોય, તેઓ મારી મશ્કરી ઉડાવ્યે રાખે છે.
תשיב להם גמול יהוה כמעשה ידיהם 64
૬૪હે યહોવાહ, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપજો.
תתן להם מגנת לב תאלתך להם 65
૬૫તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેઓના પર શાપ વરસાવજો.
תרדף באף ותשמידם מתחת שמי יהוה 66
૬૬ક્રોધે ભરાઈને પીછો કરીને તમે તેઓનો નાશ કરજો અને હે યહોવાહ, તમે તેઓનો પૃથ્વી પરથી સંહાર કરજો!

< איכה 3 >