< איוב 39 >

הידעת--עת לדת יעלי-סלע חלל אילות תשמר 1
ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે? શું તું જાણી શકે છે કે જંગલી હરણીઓ બચ્ચાંને જન્મ કેવી રીતે આપે છે?
תספר ירחים תמלאנה וידעת עת לדתנה 2
તેઓના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણે છે? શું તું જાણે છે કે તેઓ ક્યારે પોતાનાં બચ્ચાંને જન્મ આપે છે?
תכרענה ילדיהן תפלחנה חבליהם תשלחנה 3
તેઓ નમીને તેઓનાં બચ્ચાંને જન્મ આપે છે, અને પછી તેઓને પ્રસૂતિ પીડાનો અનુભવ થાય છે
יחלמו בניהם ירבו בבר יצאו ולא-שבו למו 4
તેઓનાં બચ્ચાં મજબૂત અને ખુલ્લાં મેદાનોમાં ઊછરેલાં હોય છે; તેઓ બહાર નીકળે છે અને પાછાં ફરતાં નથી.
מי-שלח פרא חפשי ומסרות ערוד מי פתח 5
જંગલી ગધેડાને કોણે છૂટો મૂક્યો છે? તેનાં બંધ કોણે છોડી નાખ્યા છે?
אשר-שמתי ערבה ביתו ומשכנותיו מלחה 6
તેનું ઘર મેં અરાબાહમાં, તથા તેનું રહેઠાણ મેં ખારી જમીનમાં ઠરાવ્યું છે.
ישחק להמון קריה תשאות נגש לא ישמע 7
તે નગરની ધાંધલને તુચ્છ ગણે છે અને હાંકનારની બૂમો તેને સાંભળવી પડતી નથી.
יתור הרים מרעהו ואחר כל-ירוק ידרוש 8
જંગલ ગર્દભો પર્વતો પર રહે છે, કે જ્યાં તેઓનું ચરવાનું ઘાસ છે; ત્યાં તેઓ પોતાનો ખોરાક શોધી કાઢે છે.
היאבה רים עבדך אם-ילין על-אבוסך 9
શું તારી સેવા કરવામાં જંગલના બળદો આનંદ માણશે ખરા? તેઓ તારી ગભાણમાં રાત્રે આવીને રહેશે?
התקשר-רים בתלם עבתו אם-ישדד עמקים אחריך 10
૧૦શું તું જંગલના બળદને અછોડાથી બાંધીને ખેતરના ચાસમાં ચલાવી શકે છે? શું તે તારા માટે હળ ખેડશે?
התבטח-בו כי-רב כחו ותעזב אליו יגיעך 11
૧૧જંગલના બળદ ખૂબ શક્તિશાળી છે માટે શું તું તેનો ભરોસો કરશે? તારું કામ કરાવવા માટે શું તું તેની અપેક્ષા કરી શકશે?
התאמין בו כי-ישוב (ישיב) זרעך וגרנך יאסף 12
૧૨શું તું તેના પર ભરોસો રાખશે કે તે તારું અનાજ તારા ઘરે લાવશે? અને તારા ખળાના દાણા લાવીને વખારમાં ભરશે?
כנף-רננים נעלסה אם-אברה חסידה ונצה 13
૧૩શાહમૃગ પોતાની પાંખો આનંદથી હલાવે છે, પણ તેની પાંખો અને પીંછાઓ શું માયાળુ હોય છે?
כי-תעזב לארץ בציה ועל-עפר תחמם 14
૧૪કેમ કે તે પોતાનાં ઈંડાં જમીન પર મૂકીને જતી રહે છે અને ધૂળ ઈંડાને સેવે છે.
ותשכח כי-רגל תזורה וחית השדה תדושה 15
૧૫કોઈ પગ મૂકીને ઈંડાને છૂંદી નાંખશે અથવા જંગલી પ્રાણીઓ તેમનો નાશ કરી નાખશે તેની તેને ચિંતા હોતી નથી.
הקשיח בניה ללא-לה לריק יגיעה בלי-פחד 16
૧૬તે પોતાના બચ્ચાં વિષે એવી બેદરકાર રહે છે કે જાણે તે બચ્ચાં તેના પોતાનાં હોય જ નહિ; તેનો શ્રમ નિષ્ફળ જાય છે તોપણ તે ગભરાતી નથી.
כי-השה אלוה חכמה ולא-חלק לה בבינה 17
૧૭કારણ કે ઈશ્વરે તેને બુદ્ધિહીન સર્જી છે અને તેમણે તેને અક્કલ આપી નથી.
כעת במרום תמריא תשחק לסוס ולרכבו 18
૧૮તે જ્યારે કૂદે છે અને દોડવા લાગે છે, ત્યારે તે ઘોડા અને તેના સવાર પર હસે છે.
התתן לסוס גבורה התלביש צוארו רעמה 19
૧૯શું ઘોડાને બળ તેં આપ્યું છે? શું તેં તેની ગરદનને કેશવાળીથી આચ્છાદિત કરી છે?
התרעישנו כארבה הוד נחרו אימה 20
૨૦શું તેં તેને તીડની જેમ કદી કુદાવ્યો છે? તેના નસકોરાના સુસવાટાની ભવ્યતા ભયજનક હોય છે.
יחפרו בעמק וישיש בכח יצא לקראת-נשק 21
૨૧તેના પંજામાં બળ છે અને તેમાં તે હર્ષ પામે છે; અને તે યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે.
ישחק לפחד ולא יחת ולא-ישוב מפני-חרב 22
૨૨તે ડર ઉપર હસે છે અને તે ડરતો નથી; તે તલવાર જોઈને પાછો હટી જતો નથી.
עליו תרנה אשפה להב חנית וכידון 23
૨૩ભાથો, તીરો તથા ચમકતી બરછી તેના શરીર પર ખખડે છે.
ברעש ורגז יגמא-ארץ ולא-יאמין כי-קול שופר 24
૨૪ઘોડો ઉશ્કેરાઈ જાય છે અને તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે; જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે ત્યારે તે સ્થિર રહી શકતો નથી.
בדי שפר יאמר האח-- ומרחוק יריח מלחמה רעם שרים ותרועה 25
૨૫જ્યારે પણ તેને રણશિંગડાનો નાદ સંભળાય છે ત્યારે તે કહે છે ‘વાહ!’ તેને દૂરથી યુદ્ધની ગંધ આવી જાય છે, સેનાપતિઓના હુકમો અને ગર્જનાઓ તે સમજી જાય છે.
המבינתך יאבר-נץ יפרש כנפו לתימן 26
૨૬શું બાજ પક્ષી તારા ડહાપણથી આકાશમાં ઊડે છે, અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે?
אם-על-פיך יגביה נשר וכי ירים קנו 27
૨૭શું તારી આજ્ઞાથી ગરુડ પક્ષી પર્વતો પર ઊડે છે શું તેં તેને ઊંચે માળો બાંધવાનું કહ્યું હતું?
סלע ישכן ויתלנן-- על שן-סלע ומצודה 28
૨૮ગરુડ પર્વતના શિખર પર પોતાનું ઘર બનાવે છે ખડકનાં શિખર એ ગરુડોના કિલ્લા છે.
משם חפר-אכל למרחוק עיניו יביטו 29
૨૯“ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે; તેની આંખો તેને દૂરથી શોધી કાઢે છે.
ואפרחו יעלעו-דם ובאשר חללים שם הוא 30
૩૦તેનાં બચ્ચાં પણ લોહી પીવે છે; અને જ્યાં મૃતદેહો પડ્યા હોય ત્યાં ગીધ એકઠાં થાય છે.”

< איוב 39 >