< איוב 31 >
ברית כרתי לעיני ומה אתבונן על-בתולה | 1 |
૧“મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; તો હું કેવી રીતે કોઈ કુમારિકા પર વાસનાભરી નજર કરી શકું?”
ומה חלק אלוה ממעל ונחלת שדי ממרמים | 2 |
૨માટે ઉપરથી ઈશ્વર તરફથી શો હિસ્સો પ્રાપ્ત થાય, ઉચ્ચસ્થાનથી સર્વશક્તિમાન ઈશ્વર પાસેથી વારસો મળે?
הלא-איד לעול ונכר לפעלי און | 3 |
૩હું વિચારતો હતો કે, વિપત્તિ અન્યાયીઓને માટે હોય છે, અને દુષ્ટતા કરનારાઓને માટે વિનાશ હોય છે.
הלא-הוא יראה דרכי וכל-צעדי יספור | 4 |
૪શું ઈશ્વર મારું વર્તન જોતા નથી અને મારાં બધાં પગલાં ગણતા નથી?
אם-הלכתי עם-שוא ותחש על-מרמה רגלי | 5 |
૫જો મેં કપટભરેલાં આચરણ કર્યાં હોય, અને જો મારા પગે કોઈને છેતરવા માટે ઉતાવળ કરી હોય,
ישקלני במאזני-צדק וידע אלוה תמתי | 6 |
૬તો મને ત્રાજવાનાં માપથી માપવામાં આવે કે જેથી ઈશ્વર જાણે કે હું નિર્દોષ છું.
אם תטה אשרי מני הדרך ואחר עיני הלך לבי ובכפי דבק מאום | 7 |
૭જો હું સત્યના માર્ગથી પાછો ફર્યો હોઉં, જો મારું હૃદય મારી આંખોની લાલસા પાછળ ચાલ્યું હોય, અથવા તો જો મારા હાથે કોઈની વસ્તુ આંચકી લીધી હોય,
אזרעה ואחר יאכל וצאצאי ישרשו | 8 |
૮તો મારું વાવેલું અનાજ અન્ય લોકો ખાય; ખરેખર, ખેતરમાંથી મારી વાવણી ઉખેડી નાખવામાં આવે.
אם-נפתה לבי על-אשה ועל-פתח רעי ארבתי | 9 |
૯જો મારું હૃદય પરસ્ત્રી પર લોભાયું હોય, જો હું મારા પડોશીના દરવાજાએ લાગ જોઈને સંતાઈ રહ્યો હોઉં,
תטחן לאחר אשתי ועליה יכרעון אחרין | 10 |
૧૦તો પછી મારી પત્ની અન્ય પુરુષને માટે રસોઈ કરે, અને તે અન્ય પુરુષની થઈ જાય.
כי-הוא (היא) זמה והיא (והוא) עון פלילים | 11 |
૧૧કારણ કે તે ભયંકર અપરાધ કહેવાય; ખરેખર, તે અપરાધ તો ન્યાયાધીશો દ્વારા અસહ્ય શિક્ષાને પાત્ર છે.
כי אש היא עד-אבדון תאכל ובכל-תבואתי תשרש | 12 |
૧૨તે તો એક અગ્નિ છે જે તમામ વસ્તુઓને સળગાવી નાખે છે. અને મેં જે કંઈ વાવ્યું છે તે સર્વ બાળી શકે છે.
אם-אמאס--משפט עבדי ואמתי ברבם עמדי | 13 |
૧૩જો મેં મારા દાસ અને દાસીઓના ન્યાય માટેની વિનંતીઓની અવગણના કરી હોય, મારે તેઓની સાથે તકરાર થઈ હોય,
ומה אעשה כי-יקום אל וכי-יפקד מה אשיבנו | 14 |
૧૪તો જ્યારે ઈશ્વર મારી સમક્ષ આવીને ઊભા રહેશે ત્યારે હું શું કરીશ? જ્યારે તે મારો ન્યાય કરવા આવશે, તો હું કેવી રીતે જવાબ આપીશ?
הלא-בבטן עשני עשהו ויכננו ברחם אחד | 15 |
૧૫કારણ કે, જે ઈશ્વરે મારું સર્જન કર્યું છે તેમણે જ તેઓનું પણ સર્જન કર્યું નથી? શું તે જ ઈશ્વર સર્વને માતાઓના ગર્ભમાં આકાર આપતા નથી?
אם-אמנע מחפץ דלים ועיני אלמנה אכלה | 16 |
૧૬જો મેં ગરીબોને તેઓની ઇચ્છા પ્રમાણે આપ્યું ન હોય, અથવા જો મેં વિધવાઓને રડાવી હોય,
ואכל פתי לבדי ולא-אכל יתום ממנה | 17 |
૧૭અને જો મેં મારું ભોજન એકલાએ જ ખાધું હોય અને અનાથોને જમવાને આપ્યું ન હોય
כי מנעורי גדלני כאב ומבטן אמי אנחנה | 18 |
૧૮પરંતુ તેનાથી ઊલટું, મેં મારી તરુણાવસ્થાથી જ તેઓના પિતાની જેમ તેઓની સંભાળ લીધી છે, અને મેં વિધવાઓને પહેલેથી જ માર્ગદર્શન આપ્યું છે.
אם-אראה אובד מבלי לבוש ואין כסות לאביון | 19 |
૧૯જો મેં કોઈને પહેરણ વિના નાશ પામતા જોયો હોય, અથવા તો ગરીબ માણસને વસ્ત્રો વિનાનો જોયો હોય;
אם-לא ברכוני חלצו ומגז כבשי יתחמם | 20 |
૨૦જો તેણે મારી પ્રશંસા ન કરી હોય, કારણ કે તેને હૂંફાળા રહેવા માટે મારાં ઘેટાંઓનું ઊન મળ્યું નહિ હોય,
אם-הניפותי על-יתום ידי כי-אראה בשער עזרתי | 21 |
૨૧જો શહેરના દરવાજાઓમાં બેઠેલાઓને મારા પક્ષના જાણીને અને અનાથો પર મારો હાથ ઉઠાવ્યો હોય,
כתפי משכמה תפול ואזרעי מקנה תשבר | 22 |
૨૨તો મારો હાથ ખભામાંથી ખરી પડો, અને મારા ખભાને તેના જોડાણમાંથી ભાંગી નાખવામાં આવે.
כי פחד אלי איד אל ומשאתו לא אוכל | 23 |
૨૩પણ ઈશ્વર તરફથી આવતી વિપત્તિ મારા માટે ભયંકર છે; કેમ કે તેમની ભવ્યતાને લીધે, હું આમાંની એકપણ બાબત કરી શકું તેમ નથી.
אם-שמתי זהב כסלי ולכתם אמרתי מבטחי | 24 |
૨૪જો મેં મારી ધનસંપત્તિ પર આશા રાખી હોય, અને જો મેં કહ્યું હોય કે, શુદ્ધ સોનું, ‘તુ જ મારી એકમાત્ર આશા છે’;
אם-אשמח כי-רב חילי וכי-כביר מצאה ידי | 25 |
૨૫મારી સંપત્તિને લીધે જો હું અભિમાની થયો હોઉં, કારણ કે મારા હાથે ઘણી સંપત્તિ પ્રાપ્ત કરી છે;
אם-אראה אור כי יהל וירח יקר הלך | 26 |
૨૬જો મેં પ્રકાશતા સૂર્યને જોયો હોય, અથવા તેજસ્વી ચંદ્રને જોયો હોય,
ויפת בסתר לבי ותשק ידי לפי | 27 |
૨૭અને જો મારું હૃદય છૂપી રીતે લોભાયું હોય અને તેથી મારા મુખે તેની ઉપાસના કરતા હાથને ચુંબન કર્યું હોય,
גם-הוא עון פלילי כי-כחשתי לאל ממעל | 28 |
૨૮તો આ પણ એક અપરાધ છે જે ન્યાયાધીશ મારફતે શિક્ષાને પાત્ર છે, જો મેં ઉચ્ચસ્થાને બિરાજનાર ઈશ્વરનો ઇનકાર કર્યો હોય.
אם-אשמח בפיד משנאי והתעררתי כי-מצאו רע | 29 |
૨૯જો મેં મને ધિક્કારનારાઓના વિનાશ પર આનંદ કર્યો હોય અથવા જ્યારે નુકસાન થયું હોય ત્યારે મેં પોતાને અભિનંદન પાઠવ્યાં હોય,
ולא-נתתי לחטא חכי-- לשאל באלה נפשו | 30 |
૩૦તેથી ઊલટું ખરેખર, તો મેં મારા મુખને મારા દુશ્મનોને શાપ આપવાનું અને તેઓ મરણ પામે તે ઇચ્છવાનું પાપ થવા દીધું નથી.
אם-לא אמרו מתי אהלי מי-יתן מבשרו לא נשבע | 31 |
૩૧જો મારો ખોરાક ખાઈને તૃપ્ત થયો ન હોય એવો એક પણ માણસ મળી આવે એવું મારા તંબુના માણસોએ શું કદી કહ્યું છે?’
בחוץ לא-ילין גר דלתי לארח אפתח | 32 |
૩૨પરદેશીને શહેરના ચોકમાં રહેવું પડતું નહતું; તેને બદલે, હું મુસાફરને માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રાખતો હતો.
אם-כסיתי כאדם פשעי-- לטמון בחבי עוני | 33 |
૩૩જો મેં મારાં પાપો છુપાવીને, માનવજાતની જેમ જો મારાં અપરાધો મારી અંદર સંતાડ્યા હોય
כי אערוץ המון רבה-- ובוז-משפחות יחתני ואדם לא-אצא פתח | 34 |
૩૪અને મોટા જનસમુદાયથી ડરીને, અને કુટુંબના તિરસ્કારથી ડરીને હું મારા ઘરની અંદર છાનોમાનો બેસી રહ્યો હોઉં અને ઘરમાંથી બહાર ગયો ન હોઉં.
מי יתן-לי שמע לי-- הן-תוי שדי יענני וספר כתב איש ריבי | 35 |
૩૫અરે જો કોઈ મારી વાત સાંભળતું હોત તો કેવું સારું! જુઓ, આ મારું ચિહ્ન છે; સર્વશક્તિમાન મને ઉત્તર દો. જો મારા પ્રતિવાદીએ અપરાધનો આરોપ લખ્યો હોત તો કેવું સારું!
אם-לא על-שכמי אשאנו אענדנו עטרות לי | 36 |
૩૬તો હું સાચે જ તેને મારે ખભે ઊંચકી લેત; હું તેને રાજમુગટની જેમ પહેરત.
מספר צעדי אגידנו כמו-נגיד אקרבנו | 37 |
૩૭મેં મારાં પગલાં તેની સમક્ષ જાહેર કર્યા હોત; તો હું ભરોસાપાત્ર થઈને મારું માથું ઊચુ રાખીને તેની સમક્ષ હાજર થાત.
אם-עלי אדמתי תזעק ויחד תלמיה יבכיון | 38 |
૩૮જો કદાપિ મારી જમીન મારી વિરુદ્ધ પોકારે, અને તે જમીનના ચાસ ભેગા થઈને રડતાં હોય,
אם-כחה אכלתי בלי-כסף ונפש בעליה הפחתי | 39 |
૩૯જો મેં તેની ઊપજ પૈસા આપ્યા વિના ખાધી હોય અથવા તેના માલિકોનો જીવ મારાથી ગુમાવ્યો હોય,
תחת חטה יצא חוח--ותחת-שערה באשה תמו דברי איוב | 40 |
૪૦તો મારી જમીનમાં ઘઉંને બદલે કાંટા ઉત્પન્ન થાય અને જવને બદલે ઘાસ ઉત્પન્ન થાય.” અહીંયાં અયૂબના શબ્દો સમાપ્ત થાય છે.