< איוב 25 >
૧પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું,
המשל ופחד עמו עשה שלום במרומיו | 2 |
૨“સત્તા અને ભય તેમની પાસે છે; તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.
היש מספר לגדודיו ועל-מי לא-יקום אורהו | 3 |
૩શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું?
ומה-יצדק אנוש עם-אל ומה-יזכה ילוד אשה | 4 |
૪ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે? અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?
הן עד-ירח ולא יאהיל וכוכבים לא-זכו בעיניו | 5 |
૫જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે; અને તારાઓ પણ નિર્મળ નથી.
אף כי-אנוש רמה ובן-אדם תולעה | 6 |
૬તો પછી મનુષ્ય જે કીડા જેવો છે, અને મનુષ્યપુત્ર જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!”