< איוב 23 >
૧ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,
גם-היום מרי שחי ידי כבדה על-אנחתי | 2 |
૨“આજે પણ મારી ફરિયાદ કડવી છે; મારાં દુઃખો કરતાં મારો ઘા ભારે છે.
מי-יתן ידעתי ואמצאהו אבוא עד-תכונתו | 3 |
૩અરે, મને તે ક્યાં જડે તે હું જાણતો હોત તો કેવું સારું! અરે, તો હું તેમને આસને જઈ પહોંચત!
אערכה לפניו משפט ופי אמלא תוכחות | 4 |
૪હું મારી દલીલો તેમની આગળ અનુક્રમે રજૂ કરત અને મારું મોઢું દલીલોથી ભરત.
אדעה מלים יענני ואבינה מה-יאמר לי | 5 |
૫મારે જાણવું છે ઈશ્વર મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે. અને તે મને જે કહેત તે હું સમજત.
הברב-כח יריב עמדי לא אך-הוא ישם בי | 6 |
૬શું તે તેમની શક્તિનો મારી સામે ઊપયોગ કરશે? ના, હું જે કહું તે જરૂર તેમના લક્ષમાં લેત.
שם--ישר נוכח עמו ואפלטה לנצח משפטי | 7 |
૭ત્યાં એક પ્રામાણિક માણસ તેમની સાથે વાદવિવાદ કરી શકે છે. પછી હું સદાને માટે મારા ન્યાયાધીશથી મુકત થાત.
הן קדם אהלך ואיננו ואחור ולא-אבין לו | 8 |
૮જુઓ, હું પૂર્વમાં જાઉં છું, પણ તે ત્યાં નથી. હું પશ્ચિમમાં જોઉં છું, પણ હું તેમને જોઈ શકતો નથી.
שמאול בעשתו ולא-אחז יעטף ימין ולא אראה | 9 |
૯ડાબે હાથે તે કામ કરે છે ત્યારે હું તેમને નિહાળી શકતો નથી. જમણે હાથે તે એવા ગુપ્ત રહે છે કે હું તેમને જોઈ શકતો નથી.
כי-ידע דרך עמדי בחנני כזהב אצא | 10 |
૧૦પણ ઈશ્વર મારી ચાલચલગત જાણે છે; મારી પરીક્ષા તે કરશે ત્યારે હું સોના જેવો નીકળીશ.
באשרו אחזה רגלי דרכו שמרתי ולא-אט | 11 |
૧૧મારા પગ તેમના પગલાને વળગી રહ્યા છે; મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે હું આમતેમ ભટકી ગયો નથી.
מצות שפתיו ולא אמיש מחקי צפנתי אמרי-פיו | 12 |
૧૨તેમના હોઠોની આજ્ઞાઓથી હું પાછો હઠ્યો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.
והוא באחד ומי ישיבנו ונפשו אותה ויעש | 13 |
૧૩પરંતુ ઈશ્વર બદલાતા નથી; કોણ તેમને બદલી શકે? તેમનો આત્મા જે ઇચ્છે તે જ તે કરે છે.
כי ישלים חקי וכהנה רבות עמו | 14 |
૧૪તેમણે મારે માટે જે નિર્માણ કર્યું છે તે પ્રમાણે જ તે કરશે. અને એવાં ઘણાં કામ તેમના હાથમાં રહેલાં છે.
על-כן מפניו אבהל אתבונן ואפחד ממנו | 15 |
૧૫માટે હું તેમની આગળ ગભરાઈ જાઉં છું. જ્યારે હું આ બાબતો વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે.
ואל הרך לבי ושדי הבהילני | 16 |
૧૬ઈશ્વરે મારું હૃદયભંગ કર્યું છે; અને સર્વશક્તિમાન ઈશ્વરે મને ગભરાવ્યો છે.
כי-לא נצמתי מפני-חשך ומפני כסה-אפל | 17 |
૧૭કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે, ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.