< איוב 20 >

ויען צפר הנעמתי ויאמר 1
ત્યારે સોફાર નાઅમાથીએ પ્રત્યુત્તર આપ્યો અને કહ્યું,
לכן שעפי ישיבוני ובעבור חושי בי 2
“મારા વિચારો મને ઉત્તર આપવાને સૂચવે છે. ચિંતાને લીધે હું અધીરો બની ગયો છું.
מוסר כלמתי אשמע ורוח מבינתי יענני 3
મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો છે, અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે.
הזאת ידעת מני-עד מני שים אדם עלי-ארץ 4
શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી,
כי רננת רשעים מקרוב ושמחת חנף עדי-רגע 5
દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે, તથા અધર્મીઓનો આનંદ ક્ષણિક છે?
אם-יעלה לשמים שיאו וראשו לעב יגיע 6
તેનો યશ આકાશ સુધી પહોંચે, અને તેનું મસ્તક આભ સુધી પહોંચે,
כגללו לנצח יאבד ראיו יאמרו איו 7
તોપણ તે પોતાની જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે, ‘તે ક્યાં છે?’
כחלום יעוף ולא ימצאהו וידד כחזיון לילה 8
સ્વપ્નની જેમ તે ઊડી જશે અને તેનો પત્તો લાગશે નહિ; રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઈ જશે.
עין שזפתו ולא תוסיף ולא-עוד תשורנו מקומו 9
જેણે તેને જોયો છે તે તને ફરી કદી જોઈ શકશે નહિ. તેનું સ્થળ તેને ક્યારેય જોવા પામશે નહિ.
בניו ירצו דלים וידיו תשבנה אונו 10
૧૦તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે, અને તેના હાથો તેનું ધન પાછું આપશે.
עצמותיו מלאו עלומו ועמו על-עפר תשכב 11
૧૧તેનામાં યુવાનીનું જોર છે. પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે.
אם-תמתיק בפיו רעה-- יכחידנה תחת לשנו 12
૧૨જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે. જો કે તે તેને પોતાની જીભ નીચે છુપાવી રાખે છે.
יחמל עליה ולא יעזבנה וימנענה בתוך חכו 13
૧૩જો કે તે તેને પાછી રાખીને જવા ન દે, પણ પોતાના મોમાં જ રાખી મૂકે છે.
לחמו במעיו נהפך מרורת פתנים בקרבו 14
૧૪પરંતુ ખોરાક તેના પેટમાં કડવો થઈ ગયો છે; તે તેની અંદર સાપના ઝેર સમાન થઈ ગયો છે.
חיל בלע ויקאנו מבטנו ירשנו אל 15
૧૫તે જે ધનસંપતિ ગળી ગયો છે તે તેણે ઓકી નાખવી પડશે; ઈશ્વર તેના પેટમાંથી તેને ઓકી કઢાવશે.
ראש-פתנים יינק תהרגהו לשון אפעה 16
૧૬તે સર્પનું ઝેર ચૂસશે; નાગનો ડંખ તેને મારી નાખશે.
אל-ירא בפלגות-- נהרי נחלי דבש וחמאה 17
૧૭તે નદીઓ, માખણ તથા મધની વહેતી ધારાઓ જોવા પામશે નહિ.
משיב יגע ולא יבלע כחיל תמורתו ולא יעלס 18
૧૮જેને માટે તેણે મહેનત કરી હશે; તે તેને પાછું આપવું પડશે; અને તે તેને ભોગવવા પામશે નહિ; તે જે ધનસંપત્તિ કમાયો હશે તેથી તેને આનંદ થશે નહિ.
כי-רצץ עזב דלים בית גזל ולא יבנהו 19
૧૯કેમ કે તેણે ગરીબો પર જુલમ કર્યો છે, તથા તેઓને તરછોડ્યા છે, તેણે જે ઘર બાંધ્યું નહોતું તે તેણે જુલમથી લઈ લીધું છે.
כי לא-ידע שלו בבטנו בחמודו לא ימלט 20
૨૦તેના મનમાં કંઈ શાંતિ નહોતી, માટે જેમાં તે આનંદ માને છે તેમાંનું તે કંઈ પણ બચાવી શકશે નહિ.
אין-שריד לאכלו על-כן לא-יחיל טובו 21
૨૧તેણે ખાઈ જવામાં કંઈ બાકી રાખ્યું નથી; તેની સફળતા ટકશે નહીં.
במלאות שפקו יצר לו כל-יד עמל תבאנו 22
૨૨તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે, દરેક દુઃખી જનનો હાથ તેની વિરુદ્ધ થશે.
יהי למלא בטנו--ישלח-בו חרון אפו וימטר עלימו בלחומו 23
૨૩જ્યારે તેનું પેટ ભરવાની તૈયારીમાં હશે એટલામાં, ઈશ્વરનો ક્રોધ તેના પર ઊતરશે; તે ખાતો હશે એટલામાં તેના પર તે કોપ વરસાવશે.
יברח מנשק ברזל תחלפהו קשת נחושה 24
૨૪જો કે લોઢાના શસ્ત્રથી તે ભાગશે, તો પિત્તળનું બાણ એને વીંધી નાખશે.
שלף ויצא מגוה וברק ממררתו יהלך עליו אמים 25
૨૫તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે; અને પીઠમાંથી ભોંકાઈને બહાર આવશે; તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે. તેના પર ભય આવી પડશે.
כל-חשך טמון לצפוניו תאכלהו אש לא-נפח ירע שריד באהלו 26
૨૬તેના ખજાનાની જગ્યાએ કેવળ અંધકાર તેને માટે રાખી મૂક્યો છે. પ્રચંડ અગ્નિ કે જેને કોઈ માનવે સળગાવ્યો નથી તે તેને ભસ્મીભૂત કરી નાખશે.
יגלו שמים עונו וארץ מתקוממה לו 27
૨૭આકાશ તેનો અન્યાય પ્રગટ કરશે, પૃથ્વી તેની વિરુદ્ધ સાક્ષી પૂરશે.
יגל יבול ביתו נגרות ביום אפו 28
૨૮તેના ઘરની સંપત્તિ નાશ પામશે, તે ઈશ્વરના કોપને દિવસે વહી જશે.
זה חלק-אדם רשע--מאלהים ונחלת אמרו מאל 29
૨૯દુષ્ટ લોકોને ઈશ્વર તરફથી મળેલો હિસ્સો, તથા ઈશ્વરે તને ઠરાવી આપેલું વતન આ જ છે.”

< איוב 20 >