< איוב 18 >
૧એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે,
עד-אנה תשימון קנצי למלין תבינו ואחר נדבר | 2 |
૨“તારા શબ્દોનો અંત લાવ. વિચાર કરો અને પછી અમે વાત કરીશું.
מדוע נחשבנו כבהמה נטמינו בעיניכם | 3 |
૩અમે પશુઓની માફક કેમ ગણાઈએ છીએ? અને શા માટે તારી નજરમાં મૂર્ખ થયા છીએ?
טרף נפשו באפו הלמענך תעזב ארץ ויעתק-צור ממקמו | 4 |
૪તું જ તારા ક્રોધથી તારી જાતને દુ: ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે? અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે?
גם אור רשעים ידעך ולא-יגה שביב אשו | 5 |
૫હા, દુષ્ટ લોકોનો દીવો હોલવી નાખવામાં આવશે; તેનો અગ્નિ બળતો બંધ થઈ જશે.
אור חשך באהלו ונרו עליו ידעך | 6 |
૬તેના ઘરમાં અજવાળું અંધકારરૂપ થશે; તેની પાસેનો તેનો દીવો હોલવી નાખવામાં આવશે.
יצרו צעדי אונו ותשליכהו עצתו | 7 |
૭તેનાં પગલાં મંદ પડી જશે. તેની પોતાની યોજનાઓ તેને નીચે પાડશે.
כי-שלח ברשת ברגליו ועל-שבכה יתהלך | 8 |
૮તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે; તે જાળમાં ગૂંચવાયા કરે છે.
יאחז בעקב פח יחזק עליו צמים | 9 |
૯ફાંદો તેના પગની પાની પકડી લેશે, અને ફાંદો તેને ફસાવશે.
טמון בארץ חבלו ומלכדתו עלי נתיב | 10 |
૧૦જમીનમાં તેને સારુ જાળ; અને માર્ગમાં તેને ફસાવવાને સારુ ખાડો ખોદાયેલો છે.
סביב בעתהו בלהות והפיצהו לרגליו | 11 |
૧૧ચારેકોર ભય તેને ગભરાવશે; તે તેની પાછળ પડશે.
יהי-רעב אנו ואיד נכון לצלעו | 12 |
૧૨ભૂખથી તેનું બળ ક્ષીણ થઈ જશે. વિનાશ તેની પડખે તૈયાર રહેશે.
יאכל בדי עורו יאכל בדיו בכור מות | 13 |
૧૩તે તેના શરીરની ચામડીને કોરી ખાશે. ભયંકર રોગ તે અવયવોને નાશ કરશે.
ינתק מאהלו מבטחו ותצעדהו למלך בלהות | 14 |
૧૪પોતાનો તંબુ કે જેના પર તે વિશ્વાસ રાખે છે તેમાંથી તેને ઉખેડી નાખવામાં આવશે; અને તેને ભયના રાજાની હજૂરમાં લાવવામાં આવશે.
תשכון באהלו מבלי-לו יזרה על-נוהו גפרית | 15 |
૧૫જેઓ તેનાં નથી તેઓ તેના તંબુમાં વસશે; એના તંબુ પર ગંધક છાંટવામાં આવશે.
מתחת שרשיו יבשו וממעל ימל קצירו | 16 |
૧૬તેની નીચેથી મુળિયાં સુકાઈ જશે; તેની ઉપરની ડાળીઓ કાપી નંખાશે.
זכרו-אבד מני-ארץ ולא-שם לו על-פני-חוץ | 17 |
૧૭તેનું સ્મરણ પૃથ્વીમાંથી નાશ પામશે. અને ગલીઓમાં તેનું નામનિશાન રહેશે નહિ.
יהדפהו מאור אל-חשך ומתבל ינדהו | 18 |
૧૮પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.
לא נין לו ולא-נכד בעמו ואין שריד במגוריו | 19 |
૧૯તેને કોઈ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ. તેના કુટુંબમાંથી કોઈ જીવતું નહિ રહે.
על-יומו נשמו אחרנים וקדמנים אחזו שער | 20 |
૨૦જેઓ પશ્ચિમમાં રહે છે તેઓ તેનાં દુર્દશાના દિવસ જોઈને આશ્ચર્ય પામશે. અને પૂર્વમાં રહેનારા પણ ભયભીત થશે.
אך-אלה משכנות עול וזה מקום לא-ידע-אל | 21 |
૨૧નિશ્ચે દુષ્ટ લોકોનાં ઘર એવાં જ છે. જેને ઈશ્વરનું ડહાપણ નથી તેની દશા એવી જ છે.