< איוב 17 >
רוחי חבלה ימי נזעכו קברים לי | 1 |
૧મારો આત્મા ક્ષીણ થયો છે અને મારું આયુષ્ય સમાપ્ત થયું છે; મારા માટે કબર તૈયાર છે.
אם-לא התלים עמדי ובהמרותם תלן עיני | 2 |
૨નિશ્ચે મારી પાસે તો હાંસી કરનારાઓ જ છે; અને તેમની ખીજવણી પર મારી નજર હંમેશાં રહે છે.
שימה-נא ערבני עמך מי הוא לידי יתקע | 3 |
૩હવે મને કોલ આપો અને મારા જામીન તમે જ થાઓ; બીજું કોણ છે જે મારી મદદ કરે?
כי-לבם צפנת משכל על-כן לא תרמם | 4 |
૪હે ઈશ્વર, તમે જ, તેઓના હ્રદયને સમજણ પડવા દેતા નથી; તેથી તમે તેઓને ઉચ્ચ પદવીએ ચઢાવશો નહિ.
לחלק יגיד רעים ועיני בניו תכלנה | 5 |
૫જે લાંચ ખાઈને પોતાના મિત્રોની નિંદા કરે છે. તેનાં સંતાનોની આંખો ક્ષીણ થશે.
והציגני למשל עמים ותפת לפנים אהיה | 6 |
૬તેમણે મને લોકોમાં હાંસીપાત્ર બનાવ્યો છે; તેઓ મારા મોઢા પર થૂંકે છે.
ותכה מכעש עיני ויצרי כצל כלם | 7 |
૭દુ: ખથી મારી આંખો ઝાંખી થઈ છે; અને મારાં બધાં અંગો પડછાયા જેવાં બની ગયા છે.
ישמו ישרים על-זאת ונקי על-חנף יתערר | 8 |
૮ન્યાયી લોકો આને લીધે વિસ્મય પામશે; નિર્દોષ લોકો અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે.
ויאחז צדיק דרכו וטהר-ידים יסיף אמץ | 9 |
૯છતાંય સજ્જન પુરુષો પોતાના માર્ગમાં ટકી રહેશે અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો રહેશે.
ואולם--כלם תשבו ובאו נא ולא-אמצא בכם חכם | 10 |
૧૦પરંતુ તમે બધા, પાછા વળીને આવો; મને તો તમારામાં એકપણ બુદ્ધિમાન પુરુષ મળતો નથી.
ימי עברו זמתי נתקו-- מורשי לבבי | 11 |
૧૧મારું જીવન પસાર થતું જાય છે. મારી યોજનાઓ નષ્ટ થઈ ગઈ છે. મારા હૃદયની ઇચ્છાઓ પણ પૂરી થઈ ગઈ છે.
לילה ליום ישימו אור קרוב מפני-חשך | 12 |
૧૨આ લોકો, રાતને દિવસ માને છે, તેઓ કહે છે કે અંધકાર હવે જતો રહેશે, અજવાળું પાસે છે.
אם-אקוה שאול ביתי בחשך רפדתי יצועי (Sheol ) | 13 |
૧૩જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોત, જો અંધકારમાં મેં મારી પથારી બિછાવી હોત; (Sheol )
לשחת קראתי אבי אתה אמי ואחתי לרמה | 14 |
૧૪મેં ભ્રષ્ટાચારને એમ કહ્યું હોય કે, ‘તું મારો પિતા છે;’ મેં કીડાઓને એમ કહ્યું હોત, તમે મારી મા અને બહેન છે;’
ואיה אפו תקותי ותקותי מי ישורנה | 15 |
૧૫તો પછી મારી આશા ક્યાં રહી? અને મારી આબાદીને કોણ જોશે?
בדי שאל תרדנה אם-יחד על-עפר נחת (Sheol ) | 16 |
૧૬જ્યારે આપણે ધૂળમાં ભળી જઈશું ત્યારે, આશા મારી સાથે શેઓલના દરવાજાઓ સુધી ઊતરી જશે?” (Sheol )