< איוב 13 >
הן-כל ראתה עיני שמעה אזני ותבן לה | 1 |
૧જુઓ, મારી આંખોએ તે સર્વ જોયું છે; મારા કાનેથી એ સાંભળ્યું છે અને હું સમજ્યો છું.
כדעתכם ידעתי גם-אני לא-נפל אנכי מכם | 2 |
૨તમે જે બધું જાણો છો તે હું પણ જાણું છું; તમારાથી હું કંઈ કાચો નથી.
אולם--אני אל-שדי אדבר והוכח אל-אל אחפץ | 3 |
૩નિશ્ચે, સર્વશક્તિમાનની સાથે વાત કરવા હું ઇચ્છું છું, હું ઈશ્વરની સાથે વાદ કરવા માગું છું.
ואולם אתם טפלי-שקר רפאי אלל כלכם | 4 |
૪પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો.
מי-יתן החרש תחרישון ותהי לכם לחכמה | 5 |
૫તમે તદ્દન મૂંગા રહ્યા હોત તો સારું હતું! કેમ કે એમાં તમારું ડહાપણ જણાત.
שמעו-נא תוכחתי ורבות שפתי הקשיבו | 6 |
૬હવે મારી દલીલો સાંભળો; મારા મુખની અરજ પર ધ્યાન આપો.
הלאל תדברו עולה ולו תדברו רמיה | 7 |
૭શું તમે ઈશ્વરનો પક્ષ રાખી અન્યાયથી બોલશો, અને તેમના પક્ષના થઈને ઠગાઈયુક્ત વાત કરશો?
הפניו תשאון אם-לאל תריבון | 8 |
૮શું તમે તેમની સાથેના સંબંધમાં રહેશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો?
הטוב כי-יחקר אתכם אם-כהתל באנוש תהתלו בו | 9 |
૯તે તમારી ઝડતી લે તો સારું, અથવા જેમ મનુષ્ય એકબીજાને છેતરે તેમ શું તમે તેમને છેતરશો?
הוכח יוכיח אתכם-- אם-בסתר פנים תשאון | 10 |
૧૦તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો, તો ઈશ્વર તમને ઠપકો આપશે.
הלא שאתו תבעת אתכם ופחדו יפל עליכם | 11 |
૧૧શું ઈશ્વરની મહાનતા તમને નહિ ડરાવે? અને તેમનો ભય તમારા પર નહિ આવે?
זכרניכם משלי-אפר לגבי-חמר גביכם | 12 |
૧૨તમારી સ્મરણીય વાતો રાખ જેવી છે; અને તમારી બધી દલીલો માટીના કિલ્લાઓ સમાન છે.
החרישו ממני ואדברה-אני ויעבר עלי מה | 13 |
૧૩છાના રહો, મને નિરાંતે બોલવા દો, મારા પર જે થવાનું હોય તે થવા દો.
על-מה אשא בשרי בשני ונפשי אשים בכפי | 14 |
૧૪મારું પોતાનું માંસ મારા દાંતમાં લઈશ. હું મારો જીવ મારા હાથોમાં લઈશ.
הן יקטלני לא (לו) איחל אך-דרכי אל-פניו אוכיח | 15 |
૧૫જુઓ, ભલે તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ.
גם-הוא-לי לישועה כי-לא לפניו חנף יבוא | 16 |
૧૬ફક્ત એ જ મારું તારણ થઈ પડશે. કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ.
שמעו שמוע מלתי ואחותי באזניכם | 17 |
૧૭મારી વાત તમે ધ્યાનથી સાંભળો. મારા બોલવા પર કાન દો.
הנה-נא ערכתי משפט ידעתי כי-אני אצדק | 18 |
૧૮હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે. અને હું જાણું છું કે હું નિર્દોષ છું.
מי-הוא יריב עמדי כי-עתה אחריש ואגוע | 19 |
૧૯મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ.
אך-שתים אל-תעש עמדי אז מפניך לא אסתר | 20 |
૨૦હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો, અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ;
כפך מעלי הרחק ואמתך אל-תבעתני | 21 |
૨૧તમારો હાથ મારા પરથી ખેંચી લો, અને તમારા ભયથી મને ન ગભરાવો.
וקרא ואנכי אענה או-אדבר והשיבני | 22 |
૨૨પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું; અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો.
כמה לי עונות וחטאות-- פשעי וחטאתי הדיעני | 23 |
૨૩મારાં પાપો અને અન્યાયો કેટલા છે? મારા અપરાધો અને મારું પાપ મને જણાવો.
למה-פניך תסתיר ותחשבני לאויב לך | 24 |
૨૪શા માટે તમે મારાથી તમારું મુખ ફેરવી લો છો? શા માટે તમે મને તમારો દુશ્મન ગણો છો?
העלה נדף תערוץ ואת-קש יבש תרדף | 25 |
૨૫શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને હેરાન કરશો? શું તમે સૂકા તણખલાનો પીછો કરશો?
כי-תכתב עלי מררות ותורישני עונות נעורי | 26 |
૨૬તમે મારી વિરુદ્ધ સખત ઝેરી શબ્દો લખો છો; અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો.
ותשם בסד רגלי-- ותשמור כל-ארחתי על-שרשי רגלי תתחקה | 27 |
૨૭તમે મારા પગમાં બેડીઓ બાંધો છો; તમે મારા બધા રસ્તાઓ ધ્યાનમાં રાખો છો, તમે મારાં પગલાં તપાસો છો;
והוא כרקב יבלה כבגד אכלו עש | 28 |
૨૮જો કે હું નાશ પામતી સડી ગયેલ વસ્તુના જેવો છું, તથા ઉધાઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું.