< הושע 2 >

אמרו לאחיכם עמי ולאחותיכם רחמה 1
“મારા લોકો! તમારા ભાઈઓને આમ્મી અને, તમારી બહેનોને રૂહામા કહીને બોલાવો, “તું તેના પર દયા રાખશે.”
ריבו באמכם ריבו--כי היא לא אשתי ואנכי לא אישה ותסר זנוניה מפניה ונאפופיה מבין שדיה 2
તમારી માતાને આજીજી કરો, તેને સમજાવો, કેમ કે તે મારી પત્ની નથી, હું તેનો પતિ નથી. તેને સમજાવો કે તે પોતાની આગળથી તેની ગણિકાવૃતિ અને પોતાના સ્તનોમાંથી વ્યભિચારના કાર્યો દૂર કરે.
פן אפשיטנה ערמה--והצגתיה כיום הולדה ושמתיה כמדבר ושתה כארץ ציה והמתיה בצמא 3
જો તેમ નહિ, તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ તેના જન્મદિવસે તે હતી તેવી તેની નિર્વસ્ત્ર દશા હું બતાવીશ. હું તેને અરણ્ય સમાન કરીને, સૂકી ભૂમિ જેવી કરી દઈશ, હું તેને પાણી વગર તરસે મારી નાખીશ.
ואת בניה לא ארחם כי בני זנונים המה 4
હું તેનાં સંતાન પર દયા રાખીશ નહિ, કેમ કે તેઓ એક ગણિકાનાં સંતાનો છે.
כי זנתה אמם הבישה הורתם כי אמרה אלכה אחרי מאהבי נתני לחמי ומימי צמרי ופשתי שמני ושקויי 5
કેમ કે તેમની માતા ગણિકા છે, તેમનો ગર્ભધારણ કરનારીએ શરમજનક કાર્ય કર્યું છે. તેણે કહ્યું, “હું મારા પ્રીતમોની પાછળ જઈશ, કેમ કે, તેઓ મને મારી રોટલી, પાણી, મારું ઊન, મારું શણ, મારું તેલ અને પીણું આપે છે.”
לכן הנני שך את דרכך בסירים וגדרתי את גדרה ונתיבותיה לא תמצא 6
તેથી, હું તેના માર્ગમાં કાંટાની વાડ બાંધીશ. હું તેની વિરુદ્ધ દીવાલ બાંધીશ, જેથી તે કોઈ માર્ગ શોધી શકે નહિ.
ורדפה את מאהביה ולא תשיג אתם ובקשתם ולא תמצא ואמרה אלכה ואשובה אל אישי הראשון--כי טוב לי אז מעתה 7
તે પોતાના પ્રેમીઓની પાછળ જશે, પણ તે તેઓને પામી શકશે નહિ. તે તેઓને શોધશે, પણ તેઓ તેને મળશે નહિ. ત્યારે તે કહેશે કે, “હું મારા પતિને ઘરે પાછી જઈશ, કેમ કે હમણાંના કરતાં તે વખતે મને વધારે સારું હતું.”
והיא לא ידעה כי אנכי נתתי לה הדגן והתירוש והיצהר וכסף הרביתי לה וזהב עשו לבעל 8
કેમ કે તે જાણતી નહોતી કે, હું તેને અનાજ, નવો દ્રાક્ષારસ અને તેલ આપનાર હતો, જે સોનું તથા ચાંદી તેઓ બઆલ માટે વાપરતા હતા, તે મબલખ પ્રમાણમાં આપતો હતો.
לכן אשוב--ולקחתי דגני בעתו ותירושי במועדו והצלתי צמרי ופשתי לכסות את ערותה 9
તેથી ફસલના સમયે હું તેનું અનાજ અને મારો નવો દ્રાક્ષારસ તેની મોસમમાં પાછા લઈ લઈશ. તેની નિર્વસ્ત્રતા ઢાંકવા, મેં જે મારું ઊન તથા શણ આપ્યાં હતાં તે પણ હું પાછાં લઈ લઈશ.
ועתה אגלה את נבלתה לעיני מאהביה ואיש לא יצילנה מידי 10
૧૦પછી હું તેના પ્રેમીઓની નજર આગળ તેને ઉઘાડી કરીશ, મારા હાથમાંથી તેને કોઈ બચાવી શકશે નહિ.
והשבתי כל משושה חגה חדשה ושבתה--וכל מועדה 11
૧૧હું તેનો તમામ આનંદ, તેના ચંદ્રદર્શનના દિવસો, તેના વિશ્રામવારો તથા તેનાં મુકરર પર્વો તે સર્વનો હું અંત આણીશ.
והשמתי גפנה ותאנתה אשר אמרה אתנה המה לי אשר נתנו לי מאהבי ושמתים ליער ואכלתם חית השדה 12
૧૨“હું તેની દ્રાક્ષવાડીઓ તથા અંજીરનાં વૃક્ષોનો નાશ કરીશ, જેના વિષે તે એમ કહે છે કે, ‘આ તો મારા પ્રેમીઓએ મને આપેલું વેતન છે.’ હું તેઓને જંગલ બનાવી દઈશ, જંગલી પશુઓ તેને ખાઈ જશે.
ופקדתי עליה את ימי הבעלים אשר תקטיר להם ותעד נזמה וחליתה ותלך אחרי מאהביה ואתי שכחה נאם יהוה 13
૧૩જે દિવસોમાં તે બઆલની આગળ ધૂપ બાળતી હતી તે દિવસોને માટે હું તેને સજા કરીશ. કેમ કે તે બુટ્ટી તથા આભૂષણોનો શણગાર કરીને, પ્રેમીઓની પાછળ ફરતી હતી અને મને ભૂલી ગઈ હતી.” એવું યહોવાહ કહે છે.
לכן הנה אנכי מפתיה והלכתיה המדבר ודברתי על לבה 14
૧૪તેથી હું તેને ફોસલાવીને. તેને અરણ્યમાં લાવીશ અને તેની સાથે નમ્રતાથી બોલીશ
ונתתי לה את כרמיה משם ואת עמק עכור לפתח תקוה וענתה שמה כימי נעוריה וכיום עלותה מארץ מצרים 15
૧૫તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ, આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ. જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં, મિસરમાંથી બહાર નીકળી આવી તે દિવસોમાં કરતી હતી તેમ તે ઉત્તર આપશે.
והיה ביום ההוא נאם יהוה תקראי אישי ולא תקראי לי עוד בעלי 16
૧૬આ યહોવાહની ઘોષણા છે કે, “તે દિવસે એવું થશે” “કે તે મને ‘મારા પતિ’ કહીને બોલાવશે, ફરીથી ‘મારા બઆલ’ એવું કહીને નહિ બોલાવશે.
והסרתי את שמות הבעלים מפיה ולא יזכרו עוד בשמם 17
૧૭કેમ કે હું તેના મુખમાંથી બઆલના નામો દૂર કરીશ; ક્યારેય તેનાં નામોનું સ્મરણ કરવામાં આવશે નહિ.”
וכרתי להם ברית ביום ההוא עם חית השדה ועם עוף השמים ורמש האדמה וקשת וחרב ומלחמה אשבור מן הארץ והשכבתים לבטח 18
૧૮“તે દિવસે હું તેઓને માટે, જંગલી પશુઓ સાથે, આકાશના પક્ષીઓ સાથે, જમીન પર ચાલનારાં પશુઓ સાથે કરાર કરીશ કે, હું દેશમાંથી ધનુષ્ય, તલવાર તથા યુદ્ધનું ખંડન કરીશ, હું તેઓને સુરક્ષિત રીતે સુવાડીશ.
וארשתיך לי לעולם וארשתיך לי בצדק ובמשפט ובחסד וברחמים 19
૧૯હું સદાકાળને માટે તારી સાથે મારી સગાઈ કરીશ. હું નેકીથી, ન્યાયીપણાથી, વિશ્વાસયોગ્યતા તથા કૃપાથી તારી સાથે મારી સગાઈ કરીશ.
וארשתיך לי באמונה וידעת את יהוה 20
૨૦હું વિશ્વાસુપણાથી તારી સાથે સગાઈ કરીશ. અને તું યહોવાહને ઓળખશે.
והיה ביום ההוא אענה נאם יהוה--אענה את השמים והם יענו את הארץ 21
૨૧અને તે દિવસે, હું જવાબ આપીશ” આ યહોવાહની ઘોષણા છે. “હું આકાશોને જવાબ આપીશ, તેઓ પૃથ્વીને જવાબ આપશે.
והארץ תענה את הדגן ואת התירוש ואת היצהר והם יענו את יזרעאל 22
૨૨પછી પૃથ્વી અનાજને, દ્રાક્ષારસને તથા તેલને જવાબ આપશે, તેઓ યિઝ્રએલને જવાબ આપશે.
וזרעתיה לי בארץ ורחמתי את לא רחמה ואמרתי ללא עמי עמי אתה והוא יאמר אלהי 23
૨૩હું મારા માટે તેને દેશમાં રોપીશ. લો રૂહામા જે કૃપા પામેલી ન હતી તે પર હું કૃપા કરીશ. જેઓ મારા લોકો નથી તેઓને કહીશ કે, ‘તમે મારા લોકો છો,’ અને તેઓ કહેશે, ‘તમે અમારા ઈશ્વર છો.’”

< הושע 2 >