< בראשית 46 >
ויסע ישראל וכל אשר לו ויבא בארה שבע ויזבח זבחים לאלהי אביו יצחק | 1 |
૧ઇઝરાયલ પોતાના કુટુંબકબીલા અને સર્વ સહિત બેરશેબા આવ્યો. અહીં તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં.
ויאמר אלהים לישראל במראת הלילה ויאמר יעקב יעקב ויאמר הנני | 2 |
૨ઈશ્વરે ઇઝરાયલને રાત્રે સ્વપ્નમાં સંદર્શન આપીને કહ્યું, “યાકૂબ, યાકૂબ.” તેણે કહ્યું, “હું અહીં છું.”
ויאמר אנכי האל אלהי אביך אל תירא מרדה מצרימה כי לגוי גדול אשימך שם | 3 |
૩તેમણે કહ્યું, “હું પ્રભુ, તારા પિતાનો ઈશ્વર છું. મિસરમાં જતા બીશ નહિ, કેમ કે ત્યાં હું તારાથી વિશાળ પ્રજા ઉત્પન્ન કરીશ.
אנכי ארד עמך מצרימה ואנכי אעלך גם עלה ויוסף ישית ידו על עיניך | 4 |
૪હું તારી સાથે મિસરમાં આવીશ અને હું ત્યાંથી નિશ્ચે તારા વંશજોને પાછા લાવીશ. મિસરમાં તારા મૃત્યુસમયે યૂસફ તારી પાસે હશે.”
ויקם יעקב מבאר שבע וישאו בני ישראל את יעקב אביהם ואת טפם ואת נשיהם בעגלות אשר שלח פרעה לשאת אתו | 5 |
૫યાકૂબ બેરશેબાથી રવાના થયો. તેને લઈ જવાને જે ગાડાં ફારુને મોકલ્યાં હતાં તેમાં ઇઝરાયલના પુત્રોએ પોતાના પિતા યાકૂબને, પોતાના બાળકોને તથા પોતાની પત્નીઓને બેસાડ્યાં.
ויקחו את מקניהם ואת רכושם אשר רכשו בארץ כנען ויבאו מצרימה יעקב וכל זרעו אתו | 6 |
૬તેમનાં જાનવરો તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેના વંશજો મિસરમાં આવ્યા.
בניו ובני בניו אתו בנתיו ובנות בניו וכל זרעו--הביא אתו מצרימה | 7 |
૭તેના દીકરા તથા તેની સાથે તેના દીકરાના દીકરા, તેની દીકરીઓ તથા તેના દીકરાઓની દીકરીઓને તથા તેના સર્વ સંતાનને તે તેની સાથે મિસરમાં લાવ્યો.
ואלה שמות בני ישראל הבאים מצרימה יעקב ובניו בכר יעקב ראובן | 8 |
૮જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે: યાકૂબ તથા તેના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન;
ובני ראובן--חנוך ופלוא וחצרן וכרמי | 9 |
૯રુબેનના દીકરા: હનોખ, પાલ્લૂ, હેસ્રોન તથા કાર્મી;
ובני שמעון ימואל וימין ואהד--ויכין וצחר ושאול בן הכנענית | 10 |
૧૦શિમયોન તથા તેના દીકરા: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીનો દીકરો શાઉલ;
ובני לוי--גרשון קהת ומררי | 11 |
૧૧લેવી તથા તેના દીકરા: ગેર્શોન, કહાથ તથા મરારી.
ובני יהודה ער ואונן ושלה--ופרץ וזרח וימת ער ואונן בארץ כנען ויהיו בני פרץ חצרן וחמול | 12 |
૧૨યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરાહ, પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસ્રોન તથા હામૂલ હતા;
ובני יששכר--תולע ופוה ויוב ושמרן | 13 |
૧૩ઇસ્સાખાર તથા તેના દીકરા: તોલા, પુવાહ, લોબ તથા શિમ્રોન;
ובני זבלון--סרד ואלון ויחלאל | 14 |
૧૪ઝબુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ.
אלה בני לאה אשר ילדה ליעקב בפדן ארם ואת דינה בתו כל נפש בניו ובנותיו שלשים ושלש | 15 |
૧૫યાકૂબને લેઆથી પાદ્દાનારામમાં જન્મેલા દીકરા તથા તેની દીકરી દીના. તેઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.
ובני גד צפיון וחגי שוני ואצבן ערי וארודי ואראלי | 16 |
૧૬ગાદ તથા તેના દીકરા: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી તથા આરએલી;
ובני אשר ימנה וישוה וישוי ובריעה--ושרח אחתם ובני בריעה חבר ומלכיאל | 17 |
૧૭આશેર તથા તેના દીકરા: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા તથા તેઓની બહેન સેરાહ; અને બરિયાના દીકરા: હેબેર તથા માલ્કીએલ.
אלה בני זלפה אשר נתן לבן ללאה בתו ותלד את אלה ליעקב שש עשרה נפש | 18 |
૧૮લાબાને તેની દીકરી લેઆને જે દાસી ઝિલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં.
בני רחל אשת יעקב יוסף ובנימן | 19 |
૧૯યાકૂબની પત્ની રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન;
ויולד ליוסף בארץ מצרים אשר ילדה לו אסנת בת פוטי פרע כהן אן--את מנשה ואת אפרים | 20 |
૨૦યૂસફના મિસર દેશમાં જન્મેલા દીકરાઓ મનાશ્શા તથા એફ્રાઇમ. તેઓને ઓનના યાજક પોટીફારની દીકરી આસનાથે જન્મ આપ્યો હતો;
ובני בנימן בלע ובכר ואשבל גרא ונעמן אחי וראש מפים וחפים וארד | 21 |
૨૧બિન્યામીનના દીકરા: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ તથા આર્દ.
אלה בני רחל אשר ילד ליעקב--כל נפש ארבעה עשר | 22 |
૨૨તેઓ રાહેલના દીકરા, જે યાકૂબ દ્વારા થયા. તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા.
૨૩દાન તથા તેનો દીકરો હુશીમ;
ובני נפתלי--יחצאל וגוני ויצר ושלם | 24 |
૨૪નફતાલી તથા તેના દીકરા: યાહસએલ, ગૂની, યેસેર તથા શિલ્લેમ.
אלה בני בלהה אשר נתן לבן לרחל בתו ותלד את אלה ליעקב כל נפש שבעה | 25 |
૨૫લાબાને તેની દીકરી રાહેલને જે દાસી બિલ્હા આપી તેના દીકરા એ છે જેઓ યાકૂબ દ્વારા તેને થયા. તે સર્વ મળીને સાત જણ હતા.
כל הנפש הבאה ליעקב מצרימה יצאי ירכו מלבד נשי בני יעקב--כל נפש ששים ושש | 26 |
૨૬યાકૂબના દીકરાઓની પત્નીઓ સિવાય કનાનમાં જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં.
ובני יוסף אשר ילד לו במצרים נפש שנים כל הנפש לבית יעקב הבאה מצרימה שבעים | 27 |
૨૭યૂસફના દીકરા જે મિસર દેશમાં તેને જન્મ્યા હતા, તે બે હતા. યાકૂબના ઘરનાં સર્વ માણસો જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.
ואת יהודה שלח לפניו אל יוסף להורת לפניו גשנה ויבאו ארצה גשן | 28 |
૨૮યાકૂબે તેની આગળ યહૂદાને યૂસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ બતાવે અને તેઓ ગોશેન દેશમાં આવ્યા.
ויאסר יוסף מרכבתו ויעל לקראת ישראל אביו גשנה וירא אליו ויפל על צואריו ויבך על צואריו עוד | 29 |
૨૯યૂસફે તેના રથ તૈયાર કર્યા અને તેના પિતા ઇઝરાયલને મળવાને તે ગોશેનમાં આવ્યો. પિતાને જોઈને યૂસફ ભેટીને ઘણી વાર સુધી રડ્યો.
ויאמר ישראל אל יוסף אמותה הפעם אחרי ראותי את פניך כי עודך חי | 30 |
૩૦ઇઝરાયલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું અને તું હજી હયાત છે. હવે મારું મરણ ભલે આવે.”
ויאמר יוסף אל אחיו ואל בית אביו אעלה ואגידה לפרעה ואמרה אליו אחי ובית אבי אשר בארץ כנען באו אלי | 31 |
૩૧યૂસફે તેના ભાઈઓને તથા તેના પિતાના ઘરનાંને કહ્યું, “હું જઈને ફારુનને જણાવીને કહીશ કે, ‘મારા ભાઈઓ તથા મારા પિતાના ઘરનાં જે કનાન દેશમાં હતાં તેઓ મારી પાસે આવ્યાં છે.
והאנשים רעי צאן כי אנשי מקנה היו וצאנם ובקרם וכל אשר להם הביאו | 32 |
૩૨તેઓ ભરવાડ છે અને જાનવરો પાળનારા છે. તેઓ તેમનાં બકરાં, અન્ય જાનવરો તથા તેઓનું જે સર્વ છે તે બધું લાવ્યા છે.”
והיה כי יקרא לכם פרעה ואמר מה מעשיכם | 33 |
૩૩અને એમ થશે કે, જયારે ફારુન તમને બોલાવે અને તમને પૂછે, તમારો વ્યવસાય શો છે?’
ואמרתם אנשי מקנה היו עבדיך מנעורינו ועד עתה--גם אנחנו גם אבתינו בעבור תשבו בארץ גשן כי תועבת מצרים כל רעה צאן | 34 |
૩૪ત્યારે તમારે આ પ્રમાણે કહેવું, ‘તારા ચાકરોનો એટલે અમારો તથા અમારા પિતૃઓનો વ્યવસાય નાનપણથી તે અત્યાર સુધી જાનવરો પાળવાનો છે.’ આ પ્રમાણે કહેશો એટલે તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળશે. કેમ કે મિસરીઓ ભરવાડોને ધિક્કારે છે.”