< שמואל ב 8 >
ויהי אחרי כן ויך דוד את פלשתים ויכניעם ויקח דוד את מתג האמה מיד פלשתים | 1 |
૧દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા. અને દાઉદે મેથેગ આમ્મા પલિસ્તીઓના હાથમાંથી આંચકી લીધું.
ויך את מואב וימדדם בחבל השכב אותם ארצה וימדד שני חבלים להמית ומלא החבל להחיות ותהי מואב לדוד לעבדים נשאי מנחה | 2 |
૨પછી તેણે મોઆબીઓને હરાવ્યા અને તેઓના માણસોને ભૂમિ પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે મારી નાખવા માટે બે દોરીઓ જેટલા માપ્યા અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા માપ્યા. તેથી મોઆબીઓ દાઉદના ચાકરો થઈ તેને ખંડણી આપતા થયા.
ויך דוד את הדדעזר בן רחב מלך צובה בלכתו להשיב ידו בנהר (פרת) | 3 |
૩પછી દાઉદે રહોબનો દીકરો સોબાહનો રાજા હતો તેને એટલે કે હદાદેઝેર જયારે તે ફ્રાત નદી પાસે પોતાનું રાજય પાછું મેળવવા માટે પાછો જતો હતો ત્યારે તેને હરાવ્યો.
וילכד דוד ממנו אלף ושבע מאות פרשים ועשרים אלף איש רגלי ויעקר דוד את כל הרכב ויותר ממנו מאה רכב | 4 |
૪દાઉદે તેની પાસેથી એક હજાર રથો સાતસો સવારો અને ભૂમિદળના વીસ હજાર સૈનિકો લીધા. દાઉદે રથના સર્વ ઘોડાઓની નસો કાપી નાખી, પણ તેમાંના સો રથોને જરૂરી ઘોડાઓને જીવતા રાખ્યા.
ותבא ארם דמשק לעזר להדדעזר מלך צובה ויך דוד בארם עשרים ושנים אלף איש | 5 |
૫જયારે દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદેઝેરને મદદ કરવા માટે આવ્યા, ત્યારે દાઉદે અરામીઓમાંના બાવીસ હજાર માણસોને મારી નાખ્યા.
וישם דוד נצבים בארם דמשק ותהי ארם לדוד לעבדים נושאי מנחה וישע יהוה את דוד בכל אשר הלך | 6 |
૬પછી દાઉદે દમસ્કસના અરામમાં લશ્કર ગોઠવ્યું. પછી અરામીઓ તેના દાસ થયા અને ખંડણી ચૂકવવા લાગ્યા. દાઉદ જયાં જયાં ગયો ત્યાં ઈશ્વરે તેને વિજય અપાવ્યો.
ויקח דוד את שלטי הזהב אשר היו אל עבדי הדדעזר ויביאם ירושלם | 7 |
૭હદાદેઝેરના અધિકારીઓ પાસે સોનાની ઢાલો હતી તે લઈને દાઉદ તેમને યરુશાલેમમાં લાવ્યો.
ומבטח ומברתי ערי הדדעזר לקח המלך דוד נחשת--הרבה מאד | 8 |
૮હદાદેઝેરનાં બેતા અને બેરોથાય નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ કાંસું લીધું.
וישמע תעי מלך חמת כי הכה דוד את כל חיל הדדעזר | 9 |
૯જયારે હમાથના રાજા ટોઈએ, સાંભળ્યું કે દાઉદે હદાદેઝેરના બધાં સૈન્યનો પરાજય કર્યો છે,
וישלח תעי את יורם בנו אל המלך דוד לשאל לו לשלום ולברכו על אשר נלחם בהדדעזר ויכהו--כי איש מלחמות תעי היה הדדעזר ובידו היו כלי כסף וכלי זהב--וכלי נחשת | 10 |
૧૦ત્યારે ટોઈએ પોતાના દીકરા યોરામને દાઉદ રાજા પાસે તેને બિરદાવવા અને આશીર્વાદ આપવા મોકલ્યો, કારણ કે દાઉદે હદાદેઝેરની વિરુદ્ધ લડાઈ કરીને તેને હરાવ્યો હતો, યોરામ પોતાની સાથે ચાંદીના, સોનાનાં અને કાંસાનાં પાત્રો લઈને આવ્યો હતો.
גם אתם הקדיש המלך דוד ליהוה עם הכסף והזהב אשר הקדיש מכל הגוים אשר כבש | 11 |
૧૧દાઉદ રાજાએ આ પાત્રો ઈશ્વરને સમર્પિત કર્યાં. ને તેની સાથે જે દેશો તેણે જીત્યા હતા તે સર્વનું સોનું તથા ચાંદી તેણે અર્પણ કર્યું,
מארם וממואב ומבני עמון ומפלשתים ומעמלק ומשלל הדדעזר בן רחב מלך צובה | 12 |
૧૨એટલે અરામનું, મોઆબનું, આમ્મોનપુત્રોનું, પલિસ્તીઓનું, અમાલેકનું, સોબાહના રાજા રહોબના દીકરા હદાદેઝેરે લૂંટી લીધેલું સોનું પણ ઈશ્વરને અર્પિત કર્યું.
ויעש דוד שם בשבו מהכותו את ארם בגיא מלח--שמונה עשר אלף | 13 |
૧૩દાઉદ મીઠાની ખીણમાં અઢાર હજાર અરામી માણસોને મારીને પાછો આવ્યો ત્યારે તેનું નામ પ્રખ્યાત થયું.
וישם באדום נצבים בכל אדום שם נצבים ויהי כל אדום עבדים לדוד ויושע יהוה את דוד בכל אשר הלך | 14 |
૧૪દાઉદ આખા અદોમમાં લશ્કરો ગોઠવ્યાં અને સર્વ અદોમીઓ તેના દાસો થયા. દાઉદ જ્યાં ગયો ત્યાં ઈશ્વરે તેને વિજય અપાવ્યો.
וימלך דוד על כל ישראל ויהי דוד עשה משפט וצדקה--לכל עמו | 15 |
૧૫દાઉદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યું હતું. પોતાના સર્વ લોકોનો ન્યાય કરતો હતો. અને વહીવટ કરતો હતો.
ויואב בן צרויה על הצבא ויהושפט בן אחילוד מזכיר | 16 |
૧૬સરુયાનો દીકરો યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અને અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.
וצדוק בן אחיטוב ואחימלך בן אביתר כהנים ושריה סופר | 17 |
૧૭અહિટૂબનો દીકરો સાદોક અને અબ્યાથારનો દીકરો અહીમેલેખ યાજકો હતા અને સરુયા સચિવ હતો.
ובניהו בן יהוידע והכרתי והפלתי ובני דוד כהנים היו | 18 |
૧૮યહોયાદાનો દીકરો બનાયા કરેથીઓનો અને પલેથીઓનો ઉપરી હતો અને દાઉદના દીકરાઓ રાજાના મુખ્ય સલાહકાર હતા.