< שמואל ב 22 >
וידבר דוד ליהוה את דברי השירה הזאת ביום הציל יהוה אתו מכף כל איביו ומכף שאול | 1 |
૧દાઉદને ઈશ્વરે તેના સર્વ શત્રુઓના તથા શાઉલના હાથથી છોડાવ્યો, તે દિવસે દાઉદે ઈશ્વરની આગળ આ ગીત ગાયું:
ויאמר יהוה סלעי ומצדתי ומפלטי לי | 2 |
૨તેણે કહ્યું, “ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તે મને બચાવનાર છે.
אלהי צורי אחסה בו מגני וקרן ישעי משגבי ומנוסי משעי מחמס תשעני | 3 |
૩ઈશ્વર મારા ખડક છે. હું તેમના પર ભરોસો રાખીશ. તેઓ મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે, તે મારા ઉદ્ધારક ત્રાતા છે, તેઓ મને જુલમથી બચાવે છે.
מהלל אקרא יהוה ומאיבי אושע | 4 |
૪ઈશ્વર જે સ્તુતિને યોગ્ય છે તેમને હું હાંક મારીશ, તેથી હું મારા શત્રુઓથી બચી જઈશ.
כי אפפני משברי מות נחלי בליעל יבעתני | 5 |
૫કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો, દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો.
חבלי שאול סבני קדמני מקשי מות (Sheol ) | 6 |
૬શેઓલનાં બંધનોએ મને ઘેરી લીધો, મરણની જાળમાં હું સપડાઈ ગયો. (Sheol )
בצר לי אקרא יהוה ואל אלהי אקרא וישמע מהיכלו קולי ושועתי באזניו | 7 |
૭એવી કટોકટીમાં મારા સંકટમાં મેં ઈશ્વરને વિનંતી કરી; મારા પ્રભુને પોકાર કર્યો; તેમણે તેમના સભાસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, મારી અરજ તેમને કાને પહોંચી.
ותגעש (ויתגעש) ותרעש הארץ מוסדות השמים ירגזו ויתגעשו כי חרה לו | 8 |
૮ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી. આકાશના પાયા હાલ્યા તથા કાંપ્યા, કારણ કે પ્રભુ ક્રોધિત થયા હતા.
עלה עשן באפו ואש מפיו תאכל גחלים בערו ממנו | 9 |
૯તેમના નસકારોમાંથી ધુમાડો ચઢયો, અને તેમના મુખમાંથી ભસ્મ કરી નાખનારો અગ્નિ બહાર આવ્યો. તેનાથી અંગારા સળગી ઊઠ્યા.
ויט שמים וירד וערפל תחת רגליו | 10 |
૧૦અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા, તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો.
וירכב על כרוב ויעף וירא על כנפי רוח | 11 |
૧૧પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. વાયુની પાંખો પર દેખાયા.
וישת חשך סביבתיו סכות חשרת מים עבי שחקים | 12 |
૧૨અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, આકાશના ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં.
מנגה נגדו בערו גחלי אש | 13 |
૧૩તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા.
ירעם מן שמים יהוה ועליון יתן קולו | 14 |
૧૪આકાશમાંથી ઈશ્વરે ગર્જના કરી. પરાત્પરે અવાજ કર્યો.
וישלח חצים ויפיצם ברק ויהמם (ויהם) | 15 |
૧૫તેમણે તીર મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા.
ויראו אפקי ים יגלו מסדות תבל בגערת יהוה מנשמת רוח אפו | 16 |
૧૬ત્યારે ઈશ્વરની ધાકધમકીથી, તેમના નસકોરાના શ્વાસના ઝપાટાથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં, જગતના પાયા ઉઘાડા થયા.
ישלח ממרום יקחני ימשני ממים רבים | 17 |
૧૭તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો! પાણીમાં ઊઠનારાં મોજાંઓમાંથી તેઓ મને બહાર લાવ્યા.
יצילני מאיבי עז משנאי כי אמצו ממני | 18 |
૧૮તેમણે મારા બળવાન શત્રુથી, જેઓ મારો દ્રેષ કરે છે તેઓથી મને બચાવ્યો, તેઓ મારા કરતા વધારે શક્તિશાળી હતા.
יקדמני ביום אידי ויהי יהוה משען לי | 19 |
૧૯મારી વિપત્તિને દિવસે તેઓ મારી વિરુદ્ધ ઊઠ્યા, પણ મારો આધાર ઈશ્વર હતા.
ויצא למרחב אתי יחלצני כי חפץ בי | 20 |
૨૦વળી તેઓ મને ખુલ્લી જગ્યામાં લઈ આવ્યા. તેમણે મને છોડાવ્યો, કેમ કે તેઓ મારા પર પ્રસન્ન હતા.
יגמלני יהוה כצדקתי כבר ידי ישיב לי | 21 |
૨૧ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને બદલો આપ્યો છે.
כי שמרתי דרכי יהוה ולא רשעתי מאלהי | 22 |
૨૨કેમ કે મેં ઈશ્વરના માર્ગોનું પાલન કર્યું છે અને દુરાચાર કરીને હું મારા પ્રભુથી ફરી ગયો નથી.
כי כל משפטו לנגדי וחקתיו לא אסור ממנה | 23 |
૨૩કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં; તેમના વિધિઓથી હું દૂર ગયો નથી.
ואהיה תמים לו ואשתמרה מעוני | 24 |
૨૪વળી હું તેમની આગળ નિર્દોષ હતો, મેં પાપમાં પડવાથી પોતાને સંભાળ્યો છે.
וישב יהוה לי כצדקתי כברי לנגד עיניו | 25 |
૨૫તે માટે ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે તથા તેમની દ્રષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે.
עם חסיד תתחסד עם גבור תמים תתמם | 26 |
૨૬કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો, નિર્દોષ માણસની સાથે તમે નિર્દોષ દેખાશો.
עם נבר תתבר ועם עקש תתפל | 27 |
૨૭શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો, હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો.
ואת עם עני תושיע ועיניך על רמים תשפיל | 28 |
૨૮દુઃખી લોકોને તમે બચાવશો, પણ ઘમંડીઓને નીચા નમાવવા સારુ તમે તેઓના પર કરડી દ્રષ્ટિ કરો છો. એ સારુ કે તમે તેઓને નીચા નમાવો.
כי אתה נירי יהוה ויהוה יגיה חשכי | 29 |
૨૯કેમ કે, હે ઈશ્વર, તમે મારો દીવો છો. ઈશ્વર મારા અંધકારને પ્રકાશિત કરશે.
כי בכה ארוץ גדוד באלהי אדלג שור | 30 |
૩૦કેમ કે તમારી સહાયથી હું સૈન્ય પર આક્રમણ કરું છું. મારા ઈશ્વર થકી હું દીવાલ કૂદી જાઉં છું.
האל תמים דרכו אמרת יהוה צרופה-- מגן הוא לכל החסים בו | 31 |
૩૧કેમ કે ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે. ઈશ્વરનું વચન શુદ્ધ છે. જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તેઓ ઢાલ છે.
כי מי אל מבלעדי יהוה ומי צור מבלעדי אלהינו | 32 |
૩૨કેમ કે પ્રભુ સિવાય ઈશ્વર કોણ છે? અને આપણા પ્રભુ સિવાય ગઢ કોણ છે?
האל מעוזי חיל ויתר תמים דרכו (דרכי) | 33 |
૩૩ઈશ્વર મારા ગઢ અને આશ્રય છે તેઓ નિર્દોષ માણસને તેમના માર્ગમાં ચલાવે છે.
משוה רגליו (רגלי) כאילות ועל במתי יעמדני | 34 |
૩૪તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે અને મને ઉચ્ચસ્થાનો પર બિરાજમાન છે.
מלמד ידי למלחמה ונחת קשת נחושה זרעתי | 35 |
૩૫તેઓ મારા હાથોને યુદ્ધ કરતા શીખવે છે, તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.
ותתן לי מגן ישעך וענתך תרבני | 36 |
૩૬વળી તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે, તમારી કૃપાએ મને મોટો કર્યો છે.
תרחיב צעדי תחתני ולא מעדו קרסלי | 37 |
૩૭તમે મારા પગ નીચેની જગ્યા વિશાળ કરી છે, જેથી મારા પગ લપસી ગયા નથી.
ארדפה איבי ואשמידם ולא אשוב עד כלותם | 38 |
૩૮મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો નાશ કર્યો છે. તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ.
ואכלם ואמחצם ולא יקומון ויפלו תחת רגלי | 39 |
૩૯મેં તેઓનો સંહાર કર્યો છે તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ પાછા ઊઠી શકે એવા રહ્યા નથી. તેઓ મારા પગ આગળ પડ્યા છે.
ותזרני חיל למלחמה תכריע קמי תחתני | 40 |
૪૦કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ઊઠનારાઓને તમે મારે આધીન કર્યા છે.
ואיבי תתה לי ערף משנאי ואצמיתם | 41 |
૪૧વળી તમે મારા શત્રુને મારી આગળ અવળા ફેરવ્યા છે. કે જેઓ મને ધિક્કારે તેઓનો હું નાશ કરું.
ישעו ואין משיע אל יהוה ולא ענם | 42 |
૪૨તેઓએ મદદને માટે પોકાર કર્યો પણ તેમને બચાવનાર કોઈ ન હતું; તેઓએ ઈશ્વરને વિનંતી કરી પણ તેમણે તેઓને જવાબ આપ્યો નહિ.
ואשחקם כעפר ארץ כטיט חוצות אדקם ארקעם | 43 |
૪૩ત્યારે મેં તેઓ પર પ્રહાર કરીને તેમને ધરતીની ધૂળ જેવા કરી દીધા. મેં તેઓને રસ્તાના કાદવની જેમ મસળી નાખ્યાં. તેઓને ચોગમ વિખેરી નાખ્યા.
ותפלטני מריבי עמי תשמרני לראש גוים עם לא ידעתי יעבדני | 44 |
૪૪તમે મારા લોકના વિવાદોથી પણ મને છોડાવ્યો છે. વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે. જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે.
בני נכר יתכחשו לי לשמוע אזן ישמעו לי | 45 |
૪૫વિદેશીઓ લાચારીથી મારે શરણ આવશે. મારા વિષે સાંભળતાં જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે.
בני נכר יבלו ויחגרו ממסגרותם | 46 |
૪૬વિદેશીઓ ક્ષય પામશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે.
חי יהוה וברוך צורי וירם אלהי צור ישעי | 47 |
૪૭ઈશ્વર જીવંત છે! મારા ખડકની પ્રશંસા હો! મારા ઉદ્ધારરૂપી ખડક સમાન ઈશ્વર ઊંચા મનાઓ.
האל הנתן נקמת לי ומריד עמים תחתני | 48 |
૪૮એટલે જે ઈશ્વર મારા વૈરીઓનો બદલો લે છે, જે લોકોને મારી સત્તા નીચે લાવે છે.
ומוציאי מאיבי ומקמי תרוממני מאיש חמסים תצילני | 49 |
૪૯તેઓ મારા શત્રુઓની પાસેથી મને છોડાવે છે. મારી સામે ઊઠનારા પર તમે મને ઊંચો કરો છો. તમે બળાત્કારી માણસથી મને બચાવો છો.
על כן אודך יהוה בגוים ולשמך אזמר | 50 |
૫૦એ માટે લોકો મધ્યે, હે ઈશ્વર, હું તમારી આભારસ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્ત્તોત્ર ગાઈશ.
מגדיל (מגדול) ישועות מלכו ועשה חסד למשיחו לדוד ולזרעו עד עולם | 51 |
૫૧ઈશ્વર પોતાના રાજાને વિજય અપાવે છે, પોતાના અભિષિક્ત પર, એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદા સર્વકાળ સુધી મહેરબાની રાખે છે.”