< דברי הימים א 4 >

בני יהודה פרץ חצרון וכרמי וחור ושובל 1
યહૂદાના વંશજો; પેરેસ, હેસ્રોન, કાર્મી, હૂર તથા શોબાલ.
וראיה בן שובל הליד את יחת ויחת הליד את אחומי ואת להד אלה משפחות הצרעתי 2
શોબાલનો દીકરો રાયા, રાયાનો દીકરો યાહાથ, યાહાથના દીકરા આહુમાય અને લાહાદ. તેઓ સોરાથીઓનાં કુટુંબોના વંશજો હતા.
ואלה אבי עיטם יזרעאל וישמא וידבש ושם אחותם הצללפוני 3
એટામના પુત્રો; યિઝ્રએલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું.
ופנואל אבי גדר ועזר אבי חושה אלה בני חור בכור אפרתה אבי בית לחם 4
પનુએલનો દીકરો ગદોર તથા એઝેરનો દીકરો હૂશા. તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાના જયેષ્ઠ દીકરા હૂરના વંશજો હતા.
ולאשחור אבי תקוע היו שתי נשים חלאה ונערה 5
તકોઆના પિતા આશ્હૂરને હેલા તથા નારા નામની બે પત્નીઓ હતી.
ותלד לו נערה את אחזם ואת חפר ואת תימני ואת האחשתרי אלה בני נערה 6
નારાએ અહુઝઝામ, હેફેર, તેમેની અને હાહાશ્તારીને જન્મ આપ્યો.
ובני חלאה--צרת יצחר (וצחר) ואתנן 7
હેલાના દીકરાઓ; સેરેથ, યિસ્હાર તથા એથ્નાન.
וקוץ הוליד את ענוב ואת הצבבה ומשפחת אחרחל בן הרום 8
અને હાક્કોસના દીકરા; આનૂમ તથા સોબેબા. હારુમના દીકરા અહારહેલથી કુટુંબો થયાં.
ויהי יעבץ נכבד מאחיו ואמו קראה שמו יעבץ לאמר כי ילדתי בעצב 9
યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું. તેણે કહ્યું “કેમ કે તેના જન્મ વખતે મને ખૂબ પીડા થઈ હતી.”
ויקרא יעבץ לאלהי ישראל לאמר אם ברך תברכני והרבית את גבולי והיתה ידך עמי ועשית מרעה לבלתי עצבי--ויבא אלהים את אשר שאל 10
૧૦યાબેસે ઇઝરાયલના ઈશ્વરને પ્રાર્થના કરી, “તમે મને નિશ્ચે આશીર્વાદ આપો અને મારો પ્રદેશ વધારો. તમારો હાથ મારી સાથે રાખો અને મને આપત્તિથી બચાવો કે જેથી મારે દુઃખ સહન કરવું પડે નહિ!” પ્રભુએ તેની પ્રાર્થના માન્ય કરી.
וכלוב אחי שוחה הוליד את מחיר הוא אבי אשתון 11
૧૧શુહાના ભાઈ કલૂબનો દીકરો મહીર અને મહીરનો દીકરો એશ્તોન.
ואשתון הוליד את בית רפא ואת פסח ואת תחנה אבי עיר נחש אלה אנשי רכה 12
૧૨એશ્તોનના દીકરાઓ બેથરાફા, પાસેઆ તથા નાહાશ નગર વસાવનાર તહિન્ના. આ બધા રેખાહના કુટુંબીઓ હતા.
ובני קנז עתניאל ושריה ובני עתניאל חתת 13
૧૩કનાઝના દીકરાઓ; ઓથ્નીએલ તથા સરાયા. ઓથ્નીએલના દીકરાઓ; હથાથ અને મોનોથાય.
ומעונתי הוליד את עפרה ושריה הוליד את יואב אבי גיא חרשים--כי חרשים היו 14
૧૪મોનોથાયનો દીકરો ઓફ્રા. ગે-હરાશીમનો પ્રણેતા સરાયાનો દીકરો યોઆબ અને યોઆબનો દીકરો ગે-હરાશીમ, જે લોકો કારીગર હતા.
ובני כלב בן יפנה עירו אלה ונעם ובני אלה וקנז 15
૧૫યફૂન્નેના દીકરા કાલેબના દીકરાઓ; ઈરુ, એલા તથા નાઆમ. એલાનો દીકરો કનાઝ.
ובני יהללאל--זיף וזיפה תיריא ואשראל 16
૧૬યહાલ્લેલેલના દીકરાઓ; ઝીફ, ઝીફાહ, તીર્યા અને અસારેલ.
ובן עזרה--יתר ומרד ועפר וילון ותהר את מרים ואת שמי ואת ישבח אבי אשתמע 17
૧૭એઝરાના દીકરાઓ; યેથેર, મેરેદ, એફેર તથા યાલોન. મેરેદની મિસરી પત્નીએ મરિયમ, શામ્માય તથા યિશ્બાને જન્મ આપ્યો અને યિશ્બાનો દીકરો એશ્તમોઆ.
ואשתו היהדיה ילדה את ירד אבי גדור ואת חבר אבי שוכו ואת יקותיאל אבי זנוח ואלה בני בתיה בת פרעה אשר לקח מרד 18
૧૮તેની યહૂદી પત્નીએ યારેદને જન્મ આપ્યો. યેરેદનો દીકરો ગદોર. હેબેરનો દીકરો સોખો તથા યકૂથીએલનો દીકરો ઝાનોઆ. તેઓ બિથ્યા નામની ફારુનની દીકરી જેની સાથે મેરેદે લગ્ન કર્યું હતું તેના દીકરાઓ હતા.
ובני אשת הודיה--אחות נחם אבי קעילה הגרמי ואשתמע המעכתי 19
૧૯નાહામની બહેન હોદિયાની પત્નીના બે દીકરા; તેમાંના એકનો દીકરો કઈલાહ ગાર્મી, બીજો માખાથી એશ્તમોઆ.
ובני שימון--אמנון ורנה בן חנן ותולון (ותילון) ובני ישעי זוחת ובן זוחת 20
૨૦શિમોનના દીકરાઓ; આમ્મોન, રિન્ના, બેન-હાનાન તથા તિલોન. ઈશીના દીકરાઓ; ઝોહેથ તથા બેન-ઝોહેથ.
בני שלה בן יהודה--ער אבי לכה ולעדה אבי מרשה ומשפחות בית עבדת הבץ לבית אשבע 21
૨૧યહૂદાના દીકરા શેલાના દીકરાઓ; લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા હતા, તેઓનાં કુટુંબો;
ויוקים ואנשי כזבא ויואש ושרף אשר בעלו למואב--וישבי לחם והדברים עתיקים 22
૨૨યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જેમની પાસે મોઆબમાં સંપત્તિ હતી પરંતુ બેથલેહેમમાં પાછા રહેવા ગયા. આ માહિતી પુરાતન લેખોને આધારે છે.
המה היוצרים וישבי נטעים וגדרה עם המלך במלאכתו ישבו שם 23
૨૩તેઓ કુંભાર હતા જે નટાઈમ અને ગદેરામાં રહેતા હતા અને રાજાને માટે કામ કરતા હતા.
בני שמעון נמואל וימין יריב זרח שאול 24
૨૪શિમયોનના વંશજો; નમુએલ, યામીન, યારીબ, ઝેરાહ તથા શાઉલ.
שלם בנו מבשם בנו משמע בנו 25
૨૫શાઉલનો દીકરો શાલ્લુમ, શાલ્લુમનો દીકરો મિબ્સામ, મિબ્સામનો દીકરો મિશમા હતો.
ובני משמע--חמואל בנו זכור בנו שמעי בנו 26
૨૬મિશમાના વંશજો; તેનો દીકરો હામુએલ, તેનો દીકરો ઝાક્કૂર તથા તેનો દીકરો શિમઈ.
ולשמעי בנים ששה עשר ובנות שש ולאחיו אין בנים רבים וכל משפחתם לא הרבו עד בני יהודה 27
૨૭શિમઈને સોળ દીકરા તથા છ દીકરીઓ હતી. પરંતુ તેના ભાઈઓને ઘણાં સંતાન ન હોવાથી તેઓનું કુટુંબ યહૂદાના કુટુંબની માફક વૃદ્ધિ પામ્યું નહિ.
וישבו בבאר שבע ומולדה וחצר שועל 28
૨૮તેઓ બેરશેબામાં, મોલાદામાં તથા હસાર-શૂઆલમાં રહ્યા.
ובבלהה ובעצם ובתולד 29
૨૯તેઓ બિલ્લામાં, એસેમમાં તથા તોલાદમાં,
ובבתואל ובחרמה ובציקלג 30
૩૦બથુએલમાં, હોર્મામાં તથા સિકલાગમાં,
ובבית מרכבות ובחצר סוסים ובבית בראי ובשערים אלה עריהם עד מלך דויד 31
૩૧બેથ-માર્કાબોથમાં, હસાર-સુસીમમાં, બેથ-બિરઈમાં તથા શારાઈમમાં પણ રહેતા હતા. દાઉદના શાસન સુધી આ નગરોમાં તેઓનો વસવાટ હતો.
וחצריהם עיטם ועין רמון ותכן ועשן ערים חמש 32
૩૨તેઓના પાંચ નગરો: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન.
וכל חצריהם אשר סביבות הערים האלה--עד בעל זאת מושבתם והתיחשם להם 33
૩૩તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓનાં હતાં. તેમા તેઓનાં વસવાટ હતા અને તેઓએ પોતાની વંશાવળીનો અહેવાલ રાખ્યો હતો.
ומשובב וימלך ויושה בן אמציה 34
૩૪મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો દીકરો યોશા;
ויואל ויהוא בן יושביה בן שריה בן עשיאל 35
૩૫યોએલ, અસીએલના દીકરા સરાયાના દીકરા યોશિબ્યાનો દીકરો યેહૂ;
ואליועיני ויעקבה וישוחיה ועשיה ועדיאל וישימאל--ובניה 36
૩૬એલ્યોએનાય, યાકોબા, યશોહાયા, અસાયા, અદીએલ, યસીમીએલ, બનાયા;
וזיזא בן שפעי בן אלון בן ידיה בן שמרי בן שמעיה 37
૩૭અને શમાયાના દીકરા શિમ્રીના દીકરા યદાયાના દીકરા આલ્લોનના દીકરા શિફઈનો દીકરો ઝીઝાહ;
אלה הבאים בשמות נשיאים במשפחותם ובית אבותיהם פרצו לרוב 38
૩૮આ બધા સરદારોનો પોતાના કુટુંબોના નામ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેઓનાં કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યાં.
וילכו למבוא גדר עד למזרח הגיא לבקש מרעה לצאנם 39
૩૯તેઓ જાનવરોને માટે ઘાસચારો શોધવા ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી ગયા.
וימצאו מרעה שמן וטוב והארץ רחבת ידים ושקטת ושלוה כי מן חם הישבים שם לפנים 40
૪૦ત્યાં તેઓને પુષ્કળ પ્રમાણમાં સારો ઘાસચારો મળ્યો. તે પ્રદેશ વિશાળ, શાંત તથા સુલેહશાંતિવાળો હતો. અગાઉ હામના વંશજો ત્યાં રહેતા હતા.
ויבאו אלה הכתובים בשמות בימי יחזקיהו מלך יהודה ויכו את אהליהם ואת המעינים (המעונים) אשר נמצאו שמה ויחרימם עד היום הזה וישבו תחתיהם כי מרעה לצאנם שם 41
૪૧આ નામવાર જણાવેલા આગેવાનો, યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં તે પ્રદેશ પર ચઢાઈ કરીને અગાઉ હામના વંશજોનો વસવાટ હતો ત્યાં આવ્યા. મેઉનીમ ત્યાં જ મળી આવ્યા હતા. તેઓએ તેનો સંપૂર્ણપણે નાશ કર્યો અને ત્યાં રહ્યા કારણ કે તેઓને પોતાના જાનવરો માટે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળ્યો.
ומהם מן בני שמעון הלכו להר שעיר אנשים חמש מאות ופלטיה ונעריה ורפיה ועזיאל בני ישעי--בראשם 42
૪૨તેઓમાંના શિમયોનના કુળમાંના પાંચસો પુરુષો સેઈર પર્વત તરફ, ઈશીના દીકરાઓ પલાટયા, નાર્યા, રફાયા અને ઉઝિયેલની આગેવાનીમાં ગયા.
ויכו את שארית הפלטה לעמלק וישבו שם עד היום הזה 43
૪૩ત્યાં બાકીના બચી ગયેલા અમાલેકીઓનો તેઓએ સંહાર કર્યો અને તેઓ ત્યાં આજ સુધી વસી રહેલા છે.

< דברי הימים א 4 >