< Zabura 90 >
1 Addu’ar Musa Mutumin Allah. Ubangiji kai ne mazauninmu cikin dukan zamanai.
૧હે ઈશ્વર, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો.
2 Kafin a haifi duwatsu ko a fid da ƙasa da duniya, daga madawwami zuwa madawwami kai Allah ne.
૨પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.
3 Ka komar da mutane zuwa ƙura, kana cewa, “Ku koma ƙura, ya ku’ya’yan mutane.”
૩તમે મનુષ્યોને ધૂળમાં પાછા મેળવી દો છો અને તમે કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”
4 Gama shekaru dubu a gabanka kamar kwana ɗaya ne da ya wuce, ko sa’a guda na dare.
૪કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે અને રાતના એક પહોર જેવાં છે.
5 Ka share mutane cikin barcin mutuwa; suna kama da sabuwa ciyawar safiya,
૫તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.
6 ko da yake da safe takan yi sabuwar huda da yamma sai ta bushe ta kuma yanƙwane.
૬તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે.
7 An cinye mu ta wurin fushinka mun kuma razana ta wurin hasalarka.
૭ખરેખર, તમારા કોપથી અમારો નાશ થાય છે અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
8 Ka ajiye laifinmu a gabanka, asirin zunubanmu a hasken kasancewarka.
૮તમે અમારા અન્યાય તમારી સમક્ષ, અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યાં છે.
9 Dukan kwanakinmu sun wuce ƙarƙashin fushinka; mun gama shekarunmu da nishi.
૯તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; નિસાસાની જેમ અમે અમારા વર્ષો પૂરાં કરીએ છીએ.
10 Tsawon kwanakinmu shekaru saba’in ne, ko tamanin, in muna da ƙarfi; duk da haka tsawonsu wahaloli ne kawai da ɓacin rai, gama da sauri suke wucewa, ta mu kuma ta ƙare.
૧૦અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય; પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ: ખમાત્ર છે. હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ.
11 Wa ya san ƙarfin fushinka? Gama hasalarka tana da girma kamar tsoron da ya dace da kai.
૧૧તમારા ક્રોધના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?
12 Ka koya mana yawan kwanakinmu daidai, don mu sami zuciyar hikima.
૧૨તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય.
13 Ka ji mu, ya Ubangiji! Har yaushe zai ci gaba? Ka ji tausayin bayinka.
૧૩હે યહોવાહ, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.
14 Ka ƙosar da mu da safe da ƙaunarka marar ƙarewa, don mu rera don yabo, mu kuma yi murna dukan kwanakinmu.
૧૪સવારે અમને તમારી કૃપાથી ભરી દો, કે જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.
15 Faranta mana zuciya kamar yawan kwanakin da muka sha azaba, kamar yawan shekarun da muka ga wahala.
૧૫જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો.
16 Bari a nuna ayyukanka ga bayinka, darajarka ga’ya’yansu.
૧૬તમારા સેવકોને તમારાં કૃત્યો અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ.
17 Bari alherin shugabanmu Allah yă kasance a kanmu; ka albarkaci mana aikin hannuwanmu, I, ka albarkaci aikin hannuwanmu.
૧૭અમારા પર અમારા પ્રભુ ઈશ્વરની કૃપા થાઓ; તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.