< Farawa 40 >
1 Bayan ɗan lokaci, sai mai riƙon kwaf da mai tuyan sarkin Masar suka yi wa maigidansu, sarkin Masar laifi.
૧એ બીનાઓ પછી એમ થયું કે મિસરના રાજાના પાત્રવાહકે તથા રસોઈયાએ તેમના માલિક મિસરના રાજાનો ગુન્હો કર્યો.
2 Fir’auna ya yi fushi da hafsoshin nan nasa guda biyu, shugaban masu shayarwa da shugaban masu tuya,
૨ફારુન તેના બન્ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ક્રોધિત થયો.
3 ya kuma sa su a kurkuku a cikin gidan shugaban masu tsaro, a wannan kurkukun da aka sa Yusuf.
૩જ્યાં યૂસફ બંદીવાન હતો તે કેદખાનામાં એટલે અંગરક્ષકોના ઉપરી અમલદારને ત્યાં તેણે તે બન્નેને કેદ કરાવ્યા.
4 Sai shugaban masu tsaro ya danƙa su a hannun Yusuf, ya kuwa yi musu hidima. Bayan sun jima cikin kurkuku,
૪અંગરક્ષકોના ઉપરી અમલદારે યૂસફને તેઓના ઉત્તરદાયી તરીકે નીમ્યો. તેણે તેઓની દેખભાળ રાખી. તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા.
5 sai kowanne a cikin mutum biyun nan, mai riƙon kwaf da mai tuya na sarkin Masar, waɗanda aka sa a kurkuku, suka yi mafarki a dare ɗaya, kuma kowane mafarki ya kasance da fassara irin tasa.
૫અને મિસરના રાજાનો પાત્રવાહકને તથા રસોઈયાને એક જ રાત્રે, સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં.
6 Sa’ad da Yusuf ya zo wurinsu kashegari, sai ya ga duk sun damu.
૬યૂસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા ત્યારે તેઓ ઉદાસ હતા.
7 Saboda haka ya tambayi hafsoshin Fir’auna, waɗanda suke a kurkuku tare da shi, a gidan maigidansa ya ce, “Me ya sa fuskokinku suke a ɓace haka?”
૭ફારુનના એ અમલદારો કે જેઓ તેની સાથે તેના માલિકના ઘરમાં કેદી હતા તેઓને યૂસફે પૂછ્યું, “તમે આજે ઉદાસ કેમ દેખાઓ છો?”
8 Sai suka amsa, “Mu biyu, mun yi mafarki, amma babu wani da zai fassara mana su.” Sa’an nan Yusuf ya ce musu, “Fassara ba daga Allah take zuwa ba? Ku faɗa mini mafarkanku.”
૮તેઓએ તેને કહ્યું, “અમને બન્નેને સ્વપ્ન આવ્યું છે અને તેનો અર્થ બતાવે એવો કોઈ મળી શકે તેમ નથી.” યૂસફે તેઓને કહ્યું, “અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તમારા સ્વપ્ન વિષે મને જણાવો તો ખરા!”
9 Sai shugaban masu shayarwa ya faɗa wa Yusuf mafarkinsa. Ya ce masa, “A cikin mafarkina, na ga kuringa a gabana,
૯મુખ્ય પાત્રવાહકે તેનું સ્વપ્ન યૂસફને જણાવ્યું, “જુઓ, મારા સ્વપ્નમાં મારી સામે એક દ્રાક્ષવેલો દેખાયો.
10 kuma a kuringar, akwai rassa uku. Nan da nan kuringar ta yi toho, ta huda, ta kuma yi nonna har suka nuna, suka zama inabi.
૧૦તે દ્રાક્ષવેલાને ત્રણ ડાળીઓ હતી. તેઓને જાણે કળીઓ આવી, મોર ખીલ્યો અને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી.
11 Kwaf Fir’auna kuwa yana a hannuna, na kuma ɗiba inabin na matse su cikin kwaf Fir’auna, na kuma sa kwaf ɗin a hannunsa.”
૧૧ફારુનનો પ્યાલો મારા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નિચોવીને એ પ્યાલો ફારુનના હાથમાં આપ્યો.”
12 Yusuf ya ce masa, “Ga abin da mafarkin yake nufi, ‘Rassan nan uku, kwana uku ne.
૧૨યૂસફે તેને કહ્યું, “એનો અર્થ આ છે: ત્રણ ડાળી તે ત્રણ દિવસ છે.
13 Cikin kwana uku, Fir’auna zai fitar da kai, yă maido da kai a matsayinka, za ka kuwa sa kwaf Fir’auna cikin hannunsa, kamar yadda ka saba yi sa’ad da kake mai riƙon kwaf nasa.
૧૩ત્રણ દિવસમાં ફારુન તને પ્રતિષ્ઠિત કરશે અને તને પાછો તારી અસલ ફરજ પર પુનઃનિયુક્ત કરશે. તું તેનો પાત્રવાહક હતો ત્યારની પ્રણાલી પ્રમાણે તું ફારુનને તેનો પ્યાલો તેના હાથમાં આપીશ.
14 Amma fa, sa’ad da kome ya zama maka da kyau, ka tuna da ni, ka kuma yi mini alheri, ka ambace ni wa Fir’auna, ka fid da ni daga wannan kurkuku.
૧૪પણ તારું સારું થાય ત્યારે કૃપા કરીને મને યાદ કરીને મારા પર દયા કરજે. મારા વિષે ફારુનને જણાવીને આ કેદમાંથી હું બહાર આવું એવું કરજે.
15 Gama da ƙarfi ne aka ɗauke ni daga ƙasar Ibraniyawa, ko a nan ma ban yi wani abin da ya cancanci a sa ni cikin kurkuku ba.’”
૧૫કેમ કે હિબ્રૂઓના દેશમાંથી હું ખરેખર ફેંકાઈ ગયેલો છું. અહીં પણ કેદમાં નંખાવા જેવો કોઈ અપરાધ મેં કરેલો નથી.”
16 Sa’ad da shugaban masu tuya ya ga cewa Yusuf ya ba da fassara mai gamsarwa, sai ya ce, wa Yusuf, “Ni ma na yi mafarki. A kaina, akwai kwanduna uku na burodi.
૧૬જયારે મુખ્ય રસોઈયાએ જોયું કે ખુલાસાનો અર્થ સારો છે, ત્યારે તેણે યૂસફને કહ્યું, “મને પણ સ્વપ્ન આવ્યું હતું. રોટલી ભરેલી ત્રણ ટોપલીઓ મારા માથા પર હતી.
17 A kwandon na bisa, akwai kayan iri-iri da aka toya, masu kyau domin Fir’auna, amma tsuntsaye suka ci su a kwandon da yake kaina.”
૧૭ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં, પણ મારા માથા પરની એ ટોપલીઓમાંથી પક્ષીઓ ખાઈ જતા હતાં.”
18 Yusuf ya ce, “Ga abin da mafarkin yake nufi, ‘Kwanduna uku, kwanaki uku ne.
૧૮યૂસફે ઉત્તર આપીને કહ્યું, “એનો અર્થ આ છે. તે ત્રણ ટોપલી ત્રણ દિવસ છે.
19 Cikin kwana uku, Fir’auna zai fid da kai, yă rataye ka a kan itace. Tsuntsaye kuwa za su ci naman jikinka.’”
૧૯ત્રણ દિવસમાં ફારુન તારું માથું તારા ધડ પરથી દૂર કરશે અને તને ઝાડ પર લટકાવવામાં આવશે. પક્ષીઓ તારું માંસ ખાશે.”
20 To, a rana ta uku ne, ranar tunawa da haihuwar Fir’auna, ya kuwa yi biki wa dukan hafsoshinsa. Ya fid da shugaban masu shayarwa da kuma shugaban masu tuya a gaban hafsoshinsa.
૨૦ત્રીજે દિવસે, એટલે ફારુનના જન્મ દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી. તેણે તેના બીજા અધિકારીઓ સમક્ષ કરતાં મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ધ્યાન આપ્યું.
21 Ya mai da shugaban masu shayarwa a matsayinsa, saboda haka shugaban masu shayarwa ya sāke sa kwaf a hannun Fir’auna,
૨૧તેણે મુખ્ય પાત્રવાહકને તેની અસલની પદવી પર પાછો નિયુક્ત કર્યો અને તેણે પ્યાલો ફારુનના હાથમાં ફરીથી મુક્યો.
22 amma ya rataye shugaban masu tuya, kamar dai yadda Yusuf ya faɗa musu a fassarar mafarkan da suka yi.
૨૨યૂસફે મુખ્ય રસોઈયાને અર્થ સમજાવ્યો હતો તે પ્રમાણે ફારુને તેને ફાંસી આપી.
23 Shugaban masu shayarwa fa, bai tuna da Yusuf ba; ya mance da shi.
૨૩પણ મુખ્ય પાત્રવાહકે યૂસફને યાદ કર્યો નહિ. તે તેને ભૂલી ગયો.