< Ezra 9 >
1 Bayan an yi waɗannan abubuwa duka, sai shugabanni suka zo wurina suka ce, “Mutanen Isra’ila, har da firistoci da Lawiyawa ba su keɓe kansu daga maƙwabtansu ba, ba su kuma keɓe kansu daga irin rayuwar ƙazantar mutanen ƙasar ba, wato, rayuwar irinta Kan’aniyawa, da Hittiyawa, da Ferizziyawa, da Yebusiyawa, da Ammonawa, da Mowabawa, da Masarawa da Amoriyawa.
૧આ બધું પૂરું થયા પછી કેટલાક સરદારોએ મારી પાસે આવીને કહ્યું કે, “ઇઝરાયલના લોકો, યાજકો અને લેવીઓ દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદા પડ્યા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના પાત્ર રીત રિવાજો જે આપણે માટે અમાન્ય છે તે પ્રમાણે વર્તે છે.
2 Sun auro wa kansu da’ya’yansu’yan mata mutanen nan, ta haka aka kwaɓa zuriyar da aka tsarkake da ta mutanen nan da suke tare da su. Shugabanni da manyan ma’aikata su ne a gaba-gaba a aikata wannan abin kunya.”
૨તેઓએ પોતે અને તેઓના પુત્રોએ આ લોકોની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે; આમ પવિત્ર વંશના લોકો અન્ય પ્રદેશના લોકો સાથે મિશ્રિત થઈ ગયા છે. આવા પાપચારો કરવામાં મુખ્યત્વે સરદારો અને અમલદારો સૌથી આગળ છે.”
3 Sa’ad da na ji wannan, sai na yaga rigata da alkyabbata, na tsittsige gashin kaina da na gemuna, na zauna, na rasa abin da yake mini daɗi.
૩જ્યારે આ મારા સાંભળવામાં આવ્યું ત્યારે મેં મારાં વસ્ત્ર ફાડ્યાં, મારા માથાના તથા દાઢીના વાળ ખેંચી કાઢ્યાં. પછી હું અતિશય સ્તબ્ધ થઈ બેસી પડ્યો.
4 Sai duk waɗanda suke tsoron maganar Allah na Isra’ila suka kewaye ni don su ji wannan rashin imani wanda waɗanda suka dawo bauta suka yi. Na kuwa zauna a can a rikice, har lokacin miƙa hadaya na yamma.
૪આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇઝરાયલના ઈશ્વરના વચનોથી જેઓ ધ્રૂજતા હતા, તે સર્વ મારી પાસે આવ્યા. સાંજના સમયના અર્પણ સુધી હું સ્તબ્ધ થઈને બેસી રહ્યો.
5 Sa’an nan a lokacin miƙa hadaya na yamma, na tashi da ɓacin raina, da yagaggun kayana, na durƙusa na miƙa hannuwana sama ga Ubangiji Allahna
૫સાંજના અર્પણનો સમય થતાં હું શોકમગ્ન થઈને જ્યાં બેઠો હતો ત્યાંથી ઊઠ્યો અને મારાં ફાટેલાં અન્ય વસ્ત્રો અને ઝભ્ભા સાથે જ મેં ઘૂંટણિયે પડીને મારા ઈશ્વર, યહોવાહ તરફ હાથ લંબાવ્યા.
6 na kuma yi addu’a, na ce, “Ya Allah, ina cike da kunya, ba zan iya ɗaga fuskata gare ka ba, ya Allahna, domin zunubanmu sun fi mu tsayi, tudunsu har ya kai sama.
૬મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારું મુખ તમારા તરફ ઊંચું કરતાં મને શરમ આવે છે. કારણ કે અમારા પાપોનો ઢગલો અમારા માથાથી પણ ઊંચો થઈ ગયો છે અને અમારા અપરાધ છેક ઉપર આકાશ સુધી પહોંચ્યા છે.
7 Tun daga zamanin kakanninmu har zuwa yanzu, zunubanmu suna da yawa. Domin zunubanmu, mu da sarakunanmu, da firistocinmu aka kama mu, aka wulaƙanta mu, muka zama bayi a hannun sarakuna waɗansu ƙasashe.
૭અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે. અમે અમારા રાજાઓએ તથા અમારા યાજકોએ અમારા અપરાધોને કારણે અમારી જાતને આ જગતના સત્તાધીશોને હવાલે કરી દીધી છે અને અમે તલવાર, બંદીવાસ, લૂંટફાટનો ભોગ બનીને આબરુહીન થયા છીએ અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે પણ અમારી એ જ દશા છે.
8 “Amma a yanzu a wannan ɗan lokaci Ubangiji Allahnmu ya yi mana jinƙai, ya bar mana saura, ya kuma ba mu wuri a wurinsa mai tsarki, ya kuma ba mu ganin haske, ya ɗan rage mana nauyin bauta.
૮અમારે માટે બચેલો શેષ રાખવાને પોતાના પવિત્રસ્થાનમાં શાંતિ આપવાને, અમારા પ્રભુ ઈશ્વર તરફથી કૃપા બતાવવામાં આવી છે. તે માટે કે ઈશ્વર અમારી આંખોને પ્રકાશિત કરે અને અમારા બંદીવાસમાંથી અમને નવજીવન બક્ષે.
9 Ko da yake mu bayi ne, Allahnmu bai yashe mu cikin daurin talala da muke ciki ba, ya sa sarakunan Farisa suka yi mana kirki. Ya ba mu sabuwar dama don mu sāke gina haikalin Allahnmu, mu kuma gyara katangar, ya kuma ba mu kāriya a Yahuda da Urushalima.
૯કારણ કે, અમે તો ગુલામો હોવા છતાં અમારા ઈશ્વરે અમને અમારી ગુલામીમાં પણ અમને તજી દીધા નથી. તેમણે ઇરાનના રાજાની મારફતે અમારા પર કૃપાદ્રષ્ટિ કરી છે. કે જેથી અમે નવજીવન પામીને ઈશ્વરનું ભક્તિસ્થાન બનાવીએ. યહૂદિયામાં અને યરુશાલેમમાં ઈશ્વરે અમને સંરક્ષણ આપ્યું છે.
10 “Amma yanzu, ya Allahnmu, me za mu ce game da wannan? Gama mun ƙi bin
૧૦પણ હવે, હે અમારા ઈશ્વર, અમે તમને શું મોં બતાવીએ? અમે તો ફરીથી તમારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે અને તમારાથી દૂર ભટકી ગયા છીએ.
11 dokokin da ka bayar ta wurin annabawa lokacin da ka ce, ‘Ƙasar da za ku mallaka, ƙasa ce marar tsarki, mutanenta sun ɓata ta da ƙazamin hali, ƙazamin halinsu ya ɓata ko’ina.
૧૧જયારે તમે કહ્યું કે,’ જે ભૂમિ અમને વારસામા મળવાની છે તે દેશ ત્યાંના રહેવાસીઓની અશુદ્ધતાને લીધે તથા તેઓના ધિક્કારપાત્ર કૃત્યોને લીધે એક છેડાથી બીજા છેડા સુધી અશુધ્ધિથી ભરેલો છે. ત્યારે ઈશ્વરે, તેમના સેવકો, પ્રબોધકો દ્વારા અમને આજ્ઞાઓ આપી છે,
12 Saboda haka kada ku aurar musu da’yan matanku, kada kuma ku auro wa’ya’yanku maza’yan matansu. Kada ku yi wata yarjejjeniya ta abokantaka da su. Idan kun yi biyayya za ku yi ƙarfi, ku kuma ci albarkar ƙasar, har ku bar wa’ya’yanku gādo na har abada.’
૧૨કે તમારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે કરાવશો નહિ. અને તમારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવશો નહિ; એ લોકોની સુખ સમૃદ્ધિ માટે કશું કરશો નહિ. તો જ તમે બળવાન બનશો, અને તે ભૂમિની ઉત્તમ ઉપજને ખાઈ શકશો અને તમારા વંશજોને સદાકાળ માટે વારસામાં આપતા જશો.
13 “Abubuwan nan sun faru da mu sakamakon mugayen ayyukanmu ne, amma duk da haka ya Allahnmu, ba ka ba mu horo bisa ga yawan zunubanmu ba, ka kuma bar mana saura.
૧૩અમારા દુષ્ટ કામોને લીધે તથા અમારા મોટા અપરાધોને લીધે અમારા પર જે કંઈ વીત્યું છે, તે સર્વને માટે, હે ઈશ્વર અમારા પ્રભુ, અમે જે શિક્ષાને યોગ્ય હતા તે કરતાં તમે અમને ઓછી શિક્ષા કરી છે; વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે.
14 Za mu sāke ƙin yin biyayya da umarninka mu yi auratayya da mutanen nan da suke aikata waɗannan abubuwan banƙyama? Ba za ka yi fushi da mu, ka ƙone mu da fushinka har babu ɗan saura ba?
૧૪છતાં અમે તમારી આજ્ઞાઓનો અનાદર કરીને ફરી ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે આંતરવિવાહ કરીએ શું? તો પછી શું તમે ફરી અમારા પર કોપાયમાન થઈને અમારો એવો વિનાશ નહિ કરો કે કોઈ પણ રહે નહિ અને બચે નહિ?
15 Ya Ubangiji Allah na Isra’ila, kai mai adalci ne! Yau an bar mu da sauran da ya tsira. Ga mu nan a gabanka masu zunubi, gama ba wanda zai iya tsayawa a gabanka.”
૧૫હે ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, તમે ન્યાયી છો તેથી જ અમે આજે છીએ અને જીવતા રહ્યા છીએ. જુઓ, અમે અપરાધીઓ છીએ, અમારા અપરાધને કારણે તમારી સમક્ષ કોઈ ઊભો રહી શકતો નથી.”