< 2 Tarihi 36 >

1 Sai mutanen ƙasar suka ɗauki Yehoyahaz ɗan Yosiya suka naɗa shi sarki a Urushalima yă gāji mahaifinsa.
પછી દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ યરુશાલેમમાં રાજા તરીકે પસંદ કર્યો.
2 Yehoyahaz yana da shekara ashirin da uku sa’ad da ya zama sarki, ya kuma yi mulki a Urushalima wata uku.
યોઆહાઝ જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર ત્રેવીસ વર્ષની હતી અને તેણે યરુશાલેમમાં માત્ર ત્રણ મહિના સુધી રાજ કર્યુ.
3 Sarkin Masar ya tumɓuke shi a Urushalima, ya tilasta Yahuda su biya haraji talenti ɗari na azurfa da kuma talentin zinariya.
મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કર્યો. અને દેશ ઉપર સો તાલંત ચાંદીનો 3,400 કિલોગ્રામ ચાંદી અને એક તાલંત સોનાનો 34 કિલોગ્રામ સોનું કર ઝીંક્યો. એ રીતે દેશને દંડ કર્યો.
4 Sarkin Masar ya naɗa Eliyakim, ɗan’uwan Yehoyahaz, sarki a bisa Yahuda da kuma Urushalima, ya kuma canja sunan Eliyakim zuwa Yehohiyakim. Amma Neko ya ɗauki Yehoyahaz ɗan’uwan Eliyakim ya kai Masar.
મિસરના રાજા નકોએ તેના ભાઈ એલ્યાકીમને યહૂદિયાનો તથા યરુશાલેમનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પછી તે એલ્યાકીમના ભાઈ યોઆહાઝને મિસર લઈ ગયો.
5 Yehohiyakim yana da shekara ashirin da biyar sa’ad da ya zama sarki, ya kuma yi mulki a Urushalima shekara goma sha ɗaya. Ya yi abin da yake mugu a gaban Ubangiji Allahnsa.
યહોયાકીમ રાજા બન્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ સુધી રાજય કર્યુ. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું.
6 Nebukadnezzar sarkin Babilon ya hauro ya kara da shi. Ya kama shi, ya daure da sarƙoƙin tagulla, ya kuma kai shi Babilon.
પછી બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તેના ઉપર ચઢી આવ્યો અને તેને સાંકળથી બાંધીને બાબિલ લઈ ગયો.
7 Nebukadnezzar sarkin Babilon ya kuma kwaso kayayyaki daga haikalin Ubangiji ya sa su a haikalinsa a can.
વળી નબૂખાદનેસ્સાર ઈશ્વરના સભાસ્થાનની કેટલીક સામગ્રી પણ બાબિલ લઈ ગયો અને તેને પોતાના મહેલમાં રાખી.
8 Sauran ayyukan mulkin Yehohiyakim, ayyukan banƙyamar da ya aikata da dukan abubuwan da aka same shi da su, suna a rubuce cikin littafin sarakunan Isra’ila da na Yahuda. Sai Yehohiyacin ɗansa ya gāje shi a matsayin sarki.
યહોયાકીમ સંબંધીના બનાવો, તેણે કરેલાં ઘૃણાજનક કાર્યો અને જેને માટે તેને ગુનેગાર ઠરાવવાંમાં આવ્યો હતો તે વિષે બધું વિગતવાર ઇઝરાયલના અને યહૂદિયાના રાજાઓનાં પુસ્તકમાં લખેલું છે. તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા થયો.
9 Yehohiyacin yana da shekara goma sha takwas sa’ad da ya zama sarki, ya kuma yi mulki a Urushalima wata uku da kwana goma. Ya yi abin da yake mugu a gaban Ubangiji.
યહોયાખીન જયારે રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો. તેણે માત્ર ત્રણ માસ અને દસ દિવસ સુધી યરુશાલેમમાં રાજય કર્યુ. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું.
10 Da bazara, Sarki Nebukadnezzar ya aika a kawo Yehohiyacin, aka kuma kawo shi Babilon, tare da kayayyaki masu daraja daga haikalin Ubangiji, sai Sarki Nebukadnezzar ya naɗa kawunsa Zedekiya, sarki a bisa Yahuda da Urushalima.
૧૦વસંતઋતુમાં નબૂખાદનેસ્સાર રાજાએ યરુશાલેમમાં માણસો મોકલ્યા. ત્યાંના ઈશ્વરના સભાસ્થાનની કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. તે સાથે યહોયાખીનને પણ પકડીને બાબિલમાં લઈ જવાયો. અને તેના ભાઈ સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમના રાજા તરીકે નિયુક્ત કર્યો.
11 Zedekiya yana da shekara ashirin da ɗaya sa’ad da ya zama sarki, ya kuma yi mulki a Urushalima shekara goma sha ɗaya.
૧૧સિદકિયા રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ સુધી રાજય કર્યુ.
12 Ya yi abin da yake mugu a gaban Ubangiji Allahnsa kuma bai ƙasƙantar da kansa a gaban Irmiya annabi, wanda ya yi magana kalmar Ubangiji ba.
૧૨તેણે તેના ઈશ્વર પ્રભુની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. ઈશ્વરનાં વચન બોલનાર પ્રબોધક યર્મિયાની આગળ તે દીન થયો નહિ.
13 Ya tayar wa Sarki Nebukadnezzar, wanda ya sa ya yi rantsuwa da sunan Allah. Ya zama mai kunnen ƙashi da kuma taurin zuciya, bai kuwa juye ga Ubangiji, Allah na Isra’ila ba.
૧૩વળી નબૂખાદનેસ્સાર રાજાએ તેને વફાદાર રહેવાને ઈશ્વરના સમ ખવડાવ્યા હતા છતાં તેણે તેની સામે બળવો કર્યો. તેણે તેની ગરદન અક્કડ કરી અને ઇઝરાયલના ઈશ્વર વિરુદ્ધ તેનું હૃદય કઠણ કર્યું.
14 Bugu da ƙari, dukan shugabannin firistoci da mutane suka ƙara zama marasa aminci, suna bin dukan abubuwan banƙyama na al’ummai, suka ƙazantar da haikalin Ubangiji, wanda ya tsarkake a Urushalima.
૧૪તે ઉપરાંત યાજકોના સર્વ આગેવાનો અને લોકોએ પણ બીજા લોકોની જેમ ધિક્કારપાત્ર કાર્યો કરીને પાપ કર્યું. તેઓએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરે પવિત્ર કરેલા સભાસ્થાનને ભ્રષ્ટ કર્યું.
15 Sai Ubangiji Allah na kakanninsu, ya yi ta aika da magana gare su ta wurin’yan saƙonsa sau da sau, domin ya ji tausayi mutanensa da mazauninsa.
૧૫તેઓના પિતૃઓના ઈશ્વરે વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓની મારફતે તેઓને ચેતવણી આપી, કારણ કે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી.
16 Amma suka yi wa’yan saƙon Allah ba’a, suka rena maganarsa, suka yi wa annabawansa dariyar reni, har sai da fushin Ubangiji ya tasar a kan mutanensa babu makawa.
૧૬પણ તેઓએ ઈશ્વરના સંદેશવાહકોની મશ્કરી કરી, તેના વચનોની ઉપેક્ષા કરી અને પ્રબોધકોને હસી કાઢ્યાં, તેથી ઈશ્વરને તેના લોકો પર એટલો બધો રોષ ચઢ્યો કે આખરે કોઈ જ ઉપાય રહ્યો નહિ.
17 Ya bashe su ga sarkin Babiloniyawa wanda ya karkashe samarinsu da takobi a wuri mai tsarki, bai yi juyayin saurayi, ko budurwa, ko tsoho, ko gajiyayye ba. Allah ya bashe su duka ga Nebukadnezzar.
૧૭તેથી ઈશ્વરે ખાલદીઓના રાજાને તેમના ઉપર ચઢાઈ કરવા મોકલ્યો. તેણે પવિત્રસ્થાનમાં તેઓના જુવાન માણસોને મારી નાખ્યા. તેણે યુવાન, યુવતી, વૃદ્ધ કે પ્રૌઢ કોઈનાં પર દયા રાખી નહિ. ઈશ્વરે તેઓ સર્વને તેના હાથમાં સોંપી દીધાં.
18 Nebukadnezzar ya kwashe dukan kayayyaki daga haikalin Allah, babba da ƙarami, da ma’ajin haikalin Ubangiji da kuma ma’ajin sarki da na fadawansa zuwa Babilon.
૧૮ઈશ્વરના સભાસ્થાનની નાનીમોટી બધી જ સામગ્રી તથા તેના ખજાના અને રાજા તેમ જ તેના અધિકારીઓનાં ખજાના, એ બધું તે બાબિલમાં લઈ ગયો.
19 Suka cinna wa haikalin Allah wuta, suka rurrushe katangar Urushalima; suka ƙone dukan fada, suka kuma lalace kome mai amfani da yake can.
૧૯તેઓએ ઈશ્વરના સભાસ્થાન બાળી નાખ્યું. યરુશાલેમનો કોટ તોડી પાડીને જમીનદોસ્ત કરી નાખ્યો. તેના મહેલોને બાળીને ભસ્મ કર્યા. બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો.
20 Waɗanda ba a kashe ba kuwa Nebukadnezzar ya kwashe su, ya kai Babilon, suka zama bayinsa da na’ya’yansa maza har zuwa kahuwar mulkin Farisa.
૨૦જે લોકો તલવારની ધારથી બચી ગયા હતા, તે લોકોને તે બાબિલ લઈ ગયો. ઇરાનના રાજયના અમલ સુધી તેઓ તેના તથા તેના વંશજોના ગુલામ થઈને રહ્યા.
21 Ƙasar ta more hutun Asabbacinta; a dukan lokacin zamanta kango ta huta, har sai da shekaru saba’in nan suka cika bisa ga maganar Ubangiji da Irmiya ya faɗi.
૨૧આ રીતે યર્મિયાના મુખથી બોલાયેલું ઈશ્વરનું વચન પૂરું થાય માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી એટલે કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો, તેટલાં સમય સુધી દેશે વિશ્રામ પાળ્યો!
22 Don a cika maganar da Ubangiji ya yi ta wurin Irmiya, a shekara farko ta Sairus sarkin Farisa, sai Ubangiji ya motsa zuciyar Sairus na Farisa don yă yi shela a dukan masarautarsa, ya kuma sa shi a rubuce cewa,
૨૨હવે યર્મિયા પ્રબોધક દ્વારા આપવામાં આવેલ યહોવાહનું વચન પૂર્ણ થાય માટે ઇરાનના રાજા કોરેશના પહેલા વર્ષમાં ઈશ્વરે કોરેશને પ્રેરણા કરી. કોરેશને થયેલી ઈશ્વરીય પ્રેરણા પ્રમાણે તેણે લિખિત જાહેરાત કરાવી કે,
23 “Ga abin da Sairus sarkin Farisa ya ce, “‘Ubangiji Allah na sama, ya ba ni dukan mulkokin duniya, ya kuma naɗa ni in gina masa haikali a Urushalima a Yahuda. Duk wani na mutanensa a cikinku, bari yă haura yă tafi, bari kuma Ubangiji Allahnsa yă kasance tare da shi.’”
૨૩“ઇરાનનો રાજા કોરેશ એમ કહે છે કે, આકાશના ઈશ્વર પ્રભુએ મને પૃથ્વીના સર્વ રાજયો આપ્યાં છે. યહૂદિયામાં આવેલા યરુશાલેમમાં સભાસ્થાન બાંધવાની તેમણે મને આજ્ઞા આપી છે, તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેમના ઈશ્વર પ્રભુ તેમની સાથે હોજો.”

< 2 Tarihi 36 >