< Mak 7 >
1 Farizyen yo avèk kèk nan skrib yo te antoure Jésus lè yo te sòti Jérusalem.
૧ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરુશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા.
2 Lè yo te wè ke kèk nan disip Li yo t ap manje pen avèk men enpi, sa vle di, san lave,
૨અને તેમના શિષ્યોમાંના અમુકને ધોયા વગરના અશુદ્ધ હાથે, રોટલી ખાતા જોયાં.
3 (pwiske Farizyen yo avèk tout Jwif yo pa manje sof ke yo lave men yo kòrèk, pou obsève tradisyon a ansyen yo.
૩કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના રિવાજ પ્રમાણે હાથ ધોયા વિના ખાતા ન હતા.
4 Lè yo sòti nan mache, yo pa manje sof ke yo gen tan benyen. Anplis yo gen anpil lòt bagay ke yo konn resevwa kon prensip, tankou lavaj a tas, avèk krich, ak po kwiv yo.)
૪બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.
5 Pou sa, Farizyen yo ak skrib yo te mande L: “Poukisa disip ou yo pa mache selon tradisyon ansyen yo, men manje pen avèk men ki pa lave?”
૫પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, ‘તમારા શિષ્યો વડીલોના રિવાજો પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?’”
6 Li te reponn yo: “Byen jis Ésaïe te fè pwofesi sou nou kom ipokrit, lè li te ekri: ‘Pèp sa bay Mwen lonè avèk lèv yo, men kè yo lwen Mwen.
૬ઈસુએ તેઓને કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે.
7 Men anven yo adore Mwen lè y ap enstwi kòm doktrin, prensip a lòm.’
૭પણ તેઓ પોતાના રિવાજો મુજબ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.
8 “Nou neglije kòmandman a Bondye yo, pou kenbe tradisyon a lòm yo—kon lavaj krich yo ak anpil lòt bagay”
૮ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના રિવાજોને પાળો છો.’”
9 Li t ap di yo anplis: “Ak konesans nou mete kòmandman Bondye a akote, pou kenbe tradisyon pa nou yo.
૯તેણે તેઓને કહ્યું કે, ‘તમે પોતાના રિવાજોને પાળવા સારુ ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરો છો.
10 Paske Moïse te di: ‘Onore papa ou avèk manman ou’; epi ‘sila ki pale mal a papa li oswa manman li, fòk li mete a lanmò.’
૧૦કેમ કે મૂસાએ કહ્યું કે, “તારાં માતાપિતાને માન આપ” અને “જે કોઈ પોતાનાં માતાપિતાની નિંદા કરે તે માર્યો જાય.”
11 “Men nou di: ‘Si yon nonm di a papa l, ni a manman l, nenpòt sa ke m genyen se Kòba’” (sa vle di, “bay a Bondye”),
૧૧પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતાપિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે.
12 “Nou pa pèmèt moun nan fè anyen ankò ni pou papa l, ni pou manman l.
૧૨તો તમે તેને તેનાં માતાપિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતાં નથી,
13 Konsa nou fè pawòl Bondye a vin nil ak tradisyon ke nou transmèt a youn lòt. Nou fè anpil bagay konsa.”
૧૩અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.’”
14 Li te rele foul la kote Li ankò. Li te di yo: “Koute Mwen, nou tout, e konprann:
૧૪લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે બધા મારું સાંભળો તથા સમજો.
15 Nanpwen anyen deyò yon nonm k ap fè l sal, men se bagay ki sòti pa anndan yon nonm ki fè l sal.
૧૫માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને ભ્રષ્ટ કરી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
16 Si yon moun gen zòrèy, kite li tande.”
૧૬જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે.
17 Lè Li te kite foul la, Li te antre nan kay la. Disip Li yo te kesyone L sou parabòl sila a.
૧૭જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દ્રષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું.
18 Epi Li te di yo: “Èske nou si tèlman manke konprann tou? Èske nou pa konprann ke sa ki sòti deyò yon nonm pou antre ladann pa kapab souye l,
૧૮ઈસુ તેઓને કહે છે કે, ‘તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી?
19 paske sa pa antre nan kè l, men nan vant li epi li vin elimine?” (Konsa Li te deklare ke tout kalite manje pwòp.)
૧૯કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;’ એવું કહીને ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યાં.
20 Li te di: “Sa ki sòti nan yon moun, se sa ki souye l.
૨૦વળી તેમણે કહ્યું કે, ‘માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
21 Paske pa anndan, sòti nan kè lòm tout move panse, fònikasyon, vòl, touye moun, adiltè,
૨૧કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ,
22 zak lanvi sa ki pou lòt, mechanste, desepsyon, sansyalite, jalouzi, kout lang, ògèy, ak tout kalite foli.
૨૨વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, ભોગવિલાસ, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ.
23 Tout mal sa yo sòti pa anndan, epi souye yon nonm.”
૨૩એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.
24 Jésus te leve e te pati pou rejyon Tyr la. Lè Li te antre nan yon kay, Li pa t vle pèsòn konnen sa, men Li pa t kab evite atire atansyon.
૨૪પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ.
25 Men lè yon fanm ak yon tifi ki te gen yon move lespri te tande de Jésus, li te vin kote L nan menm moman an, e te tonbe nan pye Li.
૨૫કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી.
26 Alò, fanm sila a te yon moun etranje nan ras Siwofonisyèn. E li te kontinye mande L pou chase move lespri a sou pitit li a.
૨૬તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટાત્માને કાઢવાને તેમને વિનંતી કરી.
27 Jésus te di li: “Kite zanfan yo satisfè avan, paske li pa bon pou pran pen timoun yo pou jete l bay chen.”
૨૭પણ ઈસુએ તેને કહ્યું કે, ‘છોકરાંને પહેલાં ખાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે સારું નથી.’”
28 Men fanm nan te reponn Li: “Wi Mèt, men menm ti chen anba tab yo manje ti moso ke timoun yo lese tonbe yo.”
૨૮પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, ‘હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે’.
29 Konsa Li te di li: “Akoz repons sa a, al fè wout ou; move lespri a gen tan kite fi ou a.”
૨૯ઈસુએ તેને કહ્યું કે, ‘આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.’”
30 E lè fanm nan te retounen lakay li, li te twouve tifi a byen kouche sou kabann nan, e move lespri a te gen tan kite li.
૩૦તેણે પોતાને ઘરે આવીને જોયું કે, ‘છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.’”
31 Ankò Li te kite rejyon Tyr la, e te pase pa Sidon jiska lanmè Galilée a, nan rejyon Decapolis.
૩૧ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા.
32 Yo te mennen bay Li yon moun ki te soud, ki te pale avèk anpil difikilte, e yo te sipliye L pou mete men Li sou li.
૩૨લોકો એક મૂક બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી.
33 Jésus te mennen l apa gran foul la, e te mete dwat Li anndan zòrèy moun nan. Li te krache, e te touche lang li avèk krache a.
૩૩ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું;
34 Pandan Li gade vè syèl la, Li te soupire byen fò, e te di li: “Ifafata!” Sa vle di “Ouvri!”
૩૪અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, ‘એફફથા,’ એટલે ‘ઊઘડી જા.’”
35 Konsa zòrèy li te louvri. Lang lou a te disparèt, e li te vin pale kon nòmal.
૩૫તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો.
36 Li te bay yo lòd pou yo pa pale avèk pèsòn; men plis Li te bay lòd, plis yo te kontinye gaye nouvèl la toupatou.
૩૬ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, ‘તમારે કોઈને કહેવું નહિ;’ પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું.
37 Yo te vin etone nèt. Yo t ap di: “Li fè tout bagay byen. Li fè menm soud yo tande, e bèbè yo pale”.
૩૭લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, ‘તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતાં અને મૂકજનોને બોલતાં કરે છે.