< Jenèz 39 >

1 Moun Izmayèl yo te mennen Jozèf nan peyi Lejip. Rive la, Potifa, yon moun peyi Lejip ki te chèf nan gouvènman farawon an ak kòmandan gad palè yo, achte l' nan men yo.
યૂસફને મિસરમાં લાવવામાં આવ્યો. ત્યાં જે ઇશ્માએલીઓ તેને લઈને આવ્યા હતા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસરી, જે ફારુનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે યૂસફને વેચાતો લીધો.
2 Seyè a te kanpe la avèk Jozèf. Li te fè tout bagay mache byen pou li. Jozèf te rete kay mèt li, moun peyi Lejip la.
ઈશ્વર યૂસફની સાથે હતા. પોટીફાર ઘણા સંપત્તિવાન માણસ હતો. યૂસફે તેના માલિક, મિસરી પોટીફારના ઘરમાં વસવાટ કર્યો.
3 Mèt li tout te wè Seyè a te avèk Jozèf. Seyè a te fè tout zafè l' mache byen.
તેના માલિકે જોયું કે ઈશ્વર યૂસફની સાથે છે અને તે જે કંઈ કરે છે તેમાં ઈશ્વર તેને સફળ કરે છે.
4 Potifa te kontan ak Jozèf ak jan li t'ap sèvi li. Li mete l' reskonsab kay li, li renmèt li tout sa li te genyen.
તેથી યૂસફ તેની દ્રષ્ટિમાં કૃપાપાત્ર થયો અને તેણે પોટીફારની સેવા કરી. પોટીફારે તેને તેના ઘરનો કારભારી ઠરાવીને તેનું જે સર્વ હતું તે તેનો વહીવટ તેના હાથમાં સોંપ્યો.
5 Depi lè Potifa te renmèt kay li ansanm ak tout sa li te genyen bay Jozèf, Seyè a beni kay moun peyi Lejip la poutèt Jozèf. Seyè a beni tout sa li te gen lakay li ak nan jaden l'.
તેણે તેના ઘરનો તથા તેની સર્વ મિલકતનો કારભારી તેને ઠરાવ્યો, ત્યાર પછીથી ઈશ્વરે યૂસફને લીધે મિસરીના ઘરને આશીર્વાદ આપ્યો. ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર ઈશ્વરનો આશીર્વાદ હતો.
6 Potifa te lage tout zafè l' nan men Jozèf. Li pa t' okipe anyen ankò, se annik vin chita manje. Jozèf te vin yon bèl gason byen kanpe.
પોટીફારનું જે હતું તે સર્વ તેણે યૂસફના હાથમાં સોંપ્યું. તે જે અન્ન ખાતો તે સિવાય તેનું પોતાનું શું શું છે, એ કંઈપણ તે જાણતો નહોતો. યૂસફ સુંદર તથા આકર્ષક હતો.
7 Se konsa madanm mèt li a vin tonbe pou li. Li di l': -vin kouche avè m' non!
પછી એવું થયું કે તેના માલિક પોટીફારની પત્નીએ યૂસફ પર કુદ્રષ્ટિ કરીને કહ્યું, “મારી સાથે સૂઈ જા.”
8 Men Jozèf derefize, li di l': -Mèt mwen an pa okipe anyen k'ap pase nan kay li a, paske mwen la. Li lage tout bagay nan men m'.
પણ તેણે ઇનકાર નકાર કરીને તેના માલિકની પત્નીને કહ્યું, “જો, ઘરમાં શું શું મારા હવાલામાં છે તે મારો માલિક જાણતો નથી અને તેણે તેનું જે સર્વ છે તે મારા હાથમાં સોંપ્યું છે.
9 Mwen gen menm otorite avè l' nan kay la, li pa defann mwen manyen anyen, esepte ou menm, paske se madanm li ou ye. Ki jan ou ta vle pou m' fè yon bagay konsa, pou m' fè peche sa a kont Bondye?
આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી. તેણે તારા વિના બીજા કશા જ પર મારા માટે રોક લગાવી નથી, કેમ કે તું તેની પત્ની છે. તો પછી આવું મોટું દુષ્કર્મ કરીને હું શા માટે ઈશ્વરનો અપરાધી થાઉં?”
10 Se chak jou li te nan kò Jozèf. Men, Jozèf te toujou derefize kouche avè l'.
૧૦દરરોજ તે યૂસફને મોહપાશમાં આકર્ષતી હતી, પણ તેણે તેના પર મોહિત થવાનો તથા તેની સાથે રહેવાનો ઇનકાર કર્યો.
11 Yon jou, Jozèf vin pou fè travay li nan kay la. Lè sa a pesonn pa t' la:
૧૧એક દિવસે એમ થયું કે યૂસફ પોતાનું કામ કરવા માટે ઘરમાં ગયો. ઘરનું અન્ય કોઈ માણસ અંદર ન હતું.
12 Madanm lan kenbe rad Jozèf, li di l': -Jòdi a, se pou ou kouche avè m'. Lè Jozèf wè sa, li chape kò l' met deyò, li kite rad la nan men madanm lan.
૧૨ત્યારે પોટીફારની સ્ત્રીએ યૂસફના વસ્ત્રો પકડીને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” પણ તે તેનું વસ્ત્ર તેના હાથમાં રહેવા દઈને નાસીને બહાર જતો રહ્યો.
13 Madanm lan menm, lè li wè Jozèf te kite rad la nan men l' pou l' kouri ale deyò,
૧૩જયારે સ્ત્રીએ જોયું કે તે તેનું વસ્ત્ર તેના હાથમાં મૂકીને બહાર નાસી ગયો છે,
14 li rele domestik li yo, li di yo: -Nou wè sa! Mari mwen mennen yon ebre nan kay la, men koulye a li soti pou avili m'. Li vini jwenn mwen jouk isit la, li vle pou m' kouche avè l'. Mwen pete rele.
૧૪ત્યારે તેણે તેના ઘરમાંનાં માણસોને બોલાવીને તેઓને કહ્યું, “જુઓ, મારો પતિ પોટીફાર આપણું અપમાન કરવાને આ હિબ્રૂ માણસને આપણી પાસે લાવ્યો છે. તે મારી સાથે સુવા માટે મારી પાસે આવ્યો એટલે મેં બૂમ પાડી.
15 Lè li tande m' rele a, msye kouri, li met deyò, li kite rad li la bò kote m'.
૧૫અને મેં જયારે બૂમ પાડી, ત્યારે તે સાંભળીને તે તેનું વસ્ત્ર મારા હાથમાં રહેવા દઈને નાસી ગયો અને બહાર જતો રહ્યો.”
16 Madanm lan kite rad la bò kote l', li tann mèt Jozèf la tounen lakay la.
૧૬તેનો પતિ ઘરે આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખી મૂક્યું.
17 Li rakonte l' menm bagay la, li di l': -Esklav ebre ou mennen lakay la vin jwenn mwen jouk isit la pou avili m'.
૧૭તેણે તેના પતિ સમક્ષ ખુલાસો કર્યો કે, “આ હિબ્રૂ દાસ કે જેને તું આપણા ઘરમાં લાવ્યો છે, તે મારી આબરુ લેવા માટે મારી પાસે આવ્યો હતો.
18 Men, mwen pete yon rèl, li kouri met deyò, li kite rad li bò kote m'.
૧૮પણ જયારે મેં બૂમ પાડી, ત્યારે તે તેનું વસ્ત્ર મારી પાસે રહેવા દઈને નાસી છૂટ્યો.”
19 Lè Potifa tande madanm li di l' sa domestik li a te fè l', li move sou Jozèf.
૧૯જયારે તેના માલિકે તેની પત્નીની કહેલી વાત સાંભળી કે, “તારા દાસે મને આમ કર્યું,” ત્યારે તે ઘણો ગુસ્સે થયો.
20 Li fè arete l', mete l' nan prizon kote yo fèmen tout prizonye wa a. Se konsa Jozèf twouve l' nan prizon.
૨૦તેણે યૂસફને જે જગ્યાએ રાજાના કેદીઓ કેદ કરાતા હતા, તે કેદખાનામાં પુરાવી દીધો.
21 Men Seyè a te kanpe la avèk Jozèf. Li moutre l' jan l' te renmen l', li fè chèf prizon an gen Jozèf konfyans.
૨૧પણ ઈશ્વર યૂસફની સાથે હતા અને તેમણે તેના પર દયા કરી. તેને કેદખાનાના અમલદારની દ્રષ્ટિમાં કૃપા પમાડી.
22 Li mete l' veye tout lòt prizonye yo. Se li menm ki te reskonsab tout bagay nan prizon an.
૨૨જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને અમલદારે યૂસફના હાથમાં સોપ્યા. ત્યાં જે કામ તેઓ કરતા તેની દેખરેખ યૂસફ રાખતો હતો.
23 Depi li te renmèt yon bagay nan men Jozèf, li pa t' bezwen okipe anyen ankò paske Seyè a te la avèk Jozèf. Seyè a te fè tout zafè l' mache byen.
૨૩તે કેદખાનાનો અમલદાર યૂસફનાં કોઈપણ કામમાં માથું મારતો ન હતો કે તેની ચિંતા કરતો ન હતો. કેમ કે ઈશ્વર યૂસફની સાથે હતા. તેણે જે કંઈ કામ કર્યું તેમાં ઈશ્વરે તેને સફળતા બક્ષી.

< Jenèz 39 >