< સફન્યા 2 >
1 ૧ હે શરમ વગરની પ્રજા, તમે સાથે મળી એકત્ર થાઓ.
Ohledejte sebe, ohledejte, pravím, ó národe nemilý,
2 ૨ ચુકાદાનો સમય આવે તે અગાઉ અને ઊડી જતાં ફોતરાની જેમ દિવસ પસાર થઈ જાય તે અગાઉ, યહોવાહનો પ્રચંડ ક્રોધ તમારા પર આવે તે અગાઉ!, યહોવાહના ક્રોધનો દિવસ તમારા પર આવે તે પહેલા તમે એકત્ર થાઓ.
Prvé než uložení přijde, a den jako plevy pomine, prvé než přijde na vás prchlivost hněvu Hospodinova, prvé než přijde na vás den hněvu Hospodinova.
3 ૩ હે પૃથ્વી પરના સર્વ નમ્ર લોકો, જેઓ તેમના વિધિઓ પાળે છે તેઓ યહોવાહને શોધો. ન્યાયીપણું શોધો! નમ્રતા શોધો, તો કદાચ તમે યહોવાહના ક્રોધના દિવસે સુરક્ષિત રહો.
Hledejte Hospodina všickni tiší země, kteříž soud jeho činíte; hledejte spravedlnosti, hledejte tichosti. Snad se ukryjete v den hněvu Hospodinova.
4 ૪ કેમ કે ગાઝાને તજી દેવામાં આવશે, આશ્કલોન વેરાન થઈ જશે. આશ્દોદને તેઓ ખરે બપોરે નસાડી મૂકશે, એક્રોનને તેઓ ઉખેડી નાખશે.
Nebo Gáza bude opuštěno, a Aškalon zpustne; Azot o polednách zaženou, a Akaron vykořeněn bude.
5 ૫ સમુદ્ર કિનારે રહેનારા કરેથીઓની પ્રજાને અફસોસ! યહોવાહનું વચન તમારી વિરુદ્ધ છે કે, પલિસ્તીઓના દેશ, કનાન, હું તારો એવી રીતે નાશ કરીશ કે તારામાંનો કોઈ પણ નિવાસી બચી રહેશે નહિ.
Běda těm, kteříž bydlí v krajině pomořské, národu Ceretejských. Slovo Hospodinovo proti vám jest, ó země Kananejská Filistinských, že tě tak zahladím, aby nebylo žádného obyvatele.
6 ૬ સમુદ્રકિનારા બીડો થઈ જશે અને ત્યાં ભરવાડોનાં રહેઠાણ તથા ટોળાંઓના વાડા થઈ જશે.
I bude krajina pomořská místo ovčinců, jam pastýřských a stájí dobytka.
7 ૭ કિનારાના પ્રદેશ પર યહૂદિયાના બાકીના લોકોનો કબજો થશે. અને તેઓ ત્યાં ઘેટાંબકરાં ચરાવશે. તેઓના લોકો સાંજે આશ્કલોનના ઘરોમાં સૂઈ જશે, કેમ કે યહોવાહ તેઓના ઈશ્વર તેઓની સંભાળ લેશે અને તેઓનું ભાવિ ફેરવી નાખશે.
Bude také i ostatku domu Judského krajinou, kdež by pásli. V domích Aškalonu u večer léhati budou, když je navštíví Hospodin Bůh jejich, a přivede zase zajaté jejich.
8 ૮ “મોઆબનાં લોકોએ મહેણાં માર્યા છે અને આમ્મોન લોકોએ નિંદા કરી છે. તેઓએ મારા લોકોને મહેણાં માર્યાં, નિંદા કરી અને તેઓની સરહદો પચાવી પાડી તે મેં સાંભળ્યું છે.
Slyšelť jsem hanění Moábských a utrhání synů Ammonitských, kterýmiž haněli můj lid, a honosili se na pomezí jejich.
9 ૯ તેથી ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવાહ કહે છે કે, મારા જીવના સમ, મોઆબ સદોમ જેવું અને આમ્મોનના લોકો ગમોરાના જેવા થશે; તે પ્રદેશ સદાને માટે ક્ષારની ખાણ તથા ઝાંખરાવાળા રણના પ્રદેશ જેવો બની જશે. મારા બાકી રહેલા લોકો તેઓને લૂંટશે, મારી પ્રજાના બાકી રહેલા લોકો તેઓનો વારસો થશે.”
Protož živ jsem já, praví Hospodin zástupů, Bůh Izraelský, že Moáb jako Sodoma bude, a synové Ammonitští jako Gomora, místem kopřiv a domem solným a pustinou až na věky. Ostatkové lidu mého rozchvátají je, a pozůstalí z lidu mého dědičně je obdrží.
10 ૧૦ તેઓના અભિમાનને લીધે મોઆબ તથા આમ્મોનને આવી શિક્ષા થશે, કેમ કે તેઓએ સૈન્યોના યહોવાહના લોકોની મજાક કરી છે અને મહેણાં માર્યાં છે.
To jim pro pýchu jejich, že zhaněli a zpínali se nad lid Hospodina zástupů.
11 ૧૧ હવે તેઓ યહોવાહથી બીશે અને તે આખી પૃથ્વીના બધા દેવોને મહેણાં મારશે. દરેક તેમની આરાધના કરશે, દરેક પોતપોતાના સ્થળેથી, હા, દરેક સમુદ્રકિનારેથી તેમની આરાધના કરશે.
Hrozný jim bude Hospodin; nebo způsobí, aby zhubeněli všickni bohové země. I bude se jemu klaněti každý z místa svého, všickni ostrovové národu.
12 ૧૨ તમે કૂશીઓ પણ મારી તલવારથી માર્યા જશો.
Také i vy, Mouřenínové, mečem mým zbiti budete.
13 ૧૩ ઈશ્વર પોતાનો હાથ ઉત્તર તરફ લંબાવીને આશ્શૂરનો નાશ કરશે, જેથી નિનવેને વેરાન તથા રણના જેવું સૂકું કરીને ત્યજી દેવામાં આવશે.
Nebo vztáhne ruku svou na půlnoci, a zhubí Assyrii, a obrátí Ninive v pustinu, a v suchost jako poušť.
14 ૧૪ જાનવરો, એટલે દરેક પ્રજાનાં પ્રાણીઓ આશ્શૂરમાં પડી રહેશે, તેના થાંભલાઓની ટોચ પર બગલાં તથા ઘુવડો માળા બાંધશે. તેઓના સાદનું ગાયન બારીમાંથી સંભળાશે, ઉંબરાઓ ઉજ્જડ થઈ જશે, કેમ કે તેણે એરેજકાષ્ટના પાટડા ઉઘાડા કરી નાખ્યા છે.
I budou u prostřed něho léhati stáda, všecky šelmy národů, pelikán i výr na makovicích jeho nocovati budou; hlas zníti bude na okně, pustina na veřeji, když cedroví jeho obnaží.
15 ૧૫ આ આનંદી નગર નિશ્ચિંત રહેતું હતું, તે હૃદયમાં કહે છે કે, “હું છું અને મારા જેવું કોઈ પણ નથી.” તે કેવું વેરાન તથા પશુઓના રહેવાનું સ્થાન થઈ ગયું છે. તેની પાસે થઈને જનાર દરેક માણસ નિસાસા સાથે પોતાનો હાથ હલાવશે.
Takovéť bude to město plésající, kteréž sedí bezpečně, říkaje v srdci svém: Já jsem, a kromě mne není žádného více. Jakť jest učiněno pusté, peleší šelmám! Kdožkoli půjde skrze ně, ckáti bude a zmítati rukou svou.