< સફન્યા 1 >
1 ૧ યહૂદિયાના રાજાની, એટલે આમોનના દીકરા યોશિયાની કારકિર્દીમાં, હિઝકિયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીના દીકરા સફાન્યા પાસે આ પ્રમાણે યહોવાહનું વચન આવ્યું.
अमोनका छोरा, यहूदाका राजा योशियाहको समयमा हिजकियाका जनाति, अमर्याहका पनाति, गदल्याहका नाति, कूशीका छोरा सपन्याहकहाँ आएको परमप्रभुको वचन यही हो ।
2 ૨ યહોવાહ કહે છે કે, “હું આ પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુનો સંપૂર્ણ નાશ કરીશ.
“म निश्चय नै यस पृथ्वीबाट सबै कुरा नाश गर्नेछु, परमप्रभु घोषणा गर्नुहुन्छ ।
3 ૩ હું માણસ તથા પશુઓનો નાશ કરીશ. હું આકાશના પક્ષીઓને તથા સમુદ્રની માછલીઓને પણ નષ્ટ કરીશ, અને દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો પણ વિનાશ કરીશ. કેમ કે પૃથ્વીની સપાટી પરથી હું માણસનો નાશ કરીશ,” એવું યહોવાહ કહે છે.
म मानिस र पशु दुवैलाई सर्वनाश गर्नेछु । आकाशका चराहरू, र समुद्रका माछा, दुष्टहरू लगायत ढुङ्गाको रास सबैलाई म नष्ट गर्नेछु । किनभने म मानिस जातिलाई पृथ्वीबाट सखाप पार्नेछु, परमप्रभु घोषणा गर्नुहुन्छ ।
4 ૪ “હું મારો હાથ યહૂદિયા તથા યરુશાલેમના બધા રહેવાસીઓ પર લંબાવીશ, અને હું આ જગ્યાએથી બઆલના શેષનો તથા વ્યભિચારીઓના નામનો તથા યાજકોનો અંત લાવીશ.
यहूदा र यरूशलेमका सबै वासिन्दाहरूमाथि म मेरो हात पसार्नेछु । यस ठाउँबाट बालका बाँकी रहेका सबैलाई र पूजाहारीहरुमध्ये मूर्तिपुजकहरूका नामलाई सखाप पार्नेछु,
5 ૫ તેઓ ઘરની અગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરે છે, અને યહોવાહની સેવા કરનારાઓ અને સમ ખાનારાઓ છતાં માલ્કામને નામે પણ સમ ખાય છે.
र घरका माथिल्लो भागमा बसेर नक्षत्रहरूको पूजा गर्नेहरू, र ती मानिसहरू जसले परमप्रभुको आराधना गर्छन् र उहाँको शपथ खान्छन् तर आफ्ना राजाको शपथ पनि खान्छन्, तिनीहरूलाई पनि म नाश गर्नेछु ।
6 ૬ જે લોકો યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છે, જેઓ મને શોધતા કે મારી સલાહ લેતા નથી તેઓનો હું નાશ કરીશ.”
परमप्रभुलाई पछ्याउन छोडेर उहाँबाट टाढा हुनेहरू, र उहाँको खोजी नगर्ने र उहाँको निर्देशन नखोज्नेहरूलाई पनि म सखाप पार्नेछु ।”
7 ૭ પ્રભુ યહોવાહની સંમુખ શાંત રહો, કેમ કે યહોવાહનો દિવસ પાસે છે; યહોવાહે યજ્ઞ તૈયાર કર્યો છે તથા પોતાના અતિથિઓને પવિત્ર કર્યાં છે.
परमप्रभु परमेश्वरको सामु शान्त रहो, किनभने परमप्रभुको दिन नजिकै छ । परमप्रभुले बलिदान तयार पार्नुभएको छ र आफ्ना पाहुनाहरूलाई अलग्गै राख्नुभएको छ ।
8 ૮ “યહોવાહના યજ્ઞના દિવસે એવું થશે કે, હું અમલદારોને, રાજકુમારોને, તેમ જ જેઓએ પરદેશી વસ્ત્રો પહરેલાં હશે તે દરેકને શિક્ષા કરીશ.
“परमप्रभुको बलिदानको दिनमा, म राजकुमारहरू र राजाका छोराहरू, र विदेशी पहिरन लगाएका सबैलाई दण्ड दिनेछु ।
9 ૯ જેઓ ઉંબરો કૂદી જઈને, પોતાના માલિકનું ઘર હિંસાથી અને કપટથી ભરે છે તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ.”
त्यस दिन सँघारमा खुट्टा नटेक्नेहरू सबैलाई, र आफ्ना मालिकका घरलाई हिंसा र छलले भर्ने सबैलाई म दण्ड दिनेछु ।
10 ૧૦ યહોવાહ કહે છે કે, “તે દિવસે મચ્છી દરવાજેથી આપત્તિના પોકાર થશે, બીજા મહોલ્લામાં રુદન થશે, અને ડુંગરોમાંથી મોટા કડાકા સંભળાશે.
अनि त्यो दिन यस्तो हुनेछ भनेर परमप्रभु घोषणा गर्नुहुन्छ । माछा ढोकाबाट कष्टको रुवाबासी, नयाँ टोलबाट विलाप, र पहाडहरूबाट ठुलो धमाकाको आवाज आउनेछ ।
11 ૧૧ માખ્તેશના રહેવાસીઓ વિલાપ કરો, કેમ કે બધા વેપારીઓ નાશ પામ્યા છે; ચાંદીથી લદાયેલા સર્વનો નાશ થશે.
ए बजारहरूमा बस्नेहरू, रोओ, किनभने सबै व्यापारीहरू तहस-नहस हुनेछन्, र चाँदीका व्यापारीहरू सखाप पारिनेछन् ।
12 ૧૨ તે સમયે એવું થશે કે, જેઓ પોતાના દ્રાક્ષારસમાં સ્થિર થયા હશે અને પોતાના મનમાં કહેશે કે, ‘યહોવાહ અમારું કશું ખરાબ કે ભલું નહિ કરે’ એવું માનનારા માણસોને, તે વખતે હું દીવો લઈને યરુશાલેમમાંથી શોધી કાઢીશ અને શિક્ષા કરીશ.
त्यस बेला म बत्तीहरू बालेर यरूशलेमको खोजी गर्नेछु र त्यसको मद्यमा प्रसन्न भएका र आफ्नो हृदयमा ‘परमप्रभुले असल वा खराब केही पनि गर्नुहुनेछैन’ भनेर भन्ने मानिसहरूलाई सजाय दिनेछु ।
13 ૧૩ તેમનું ધન લૂંટાઈ જશે, અને તેમનાં ઘરોનો નાશ થશે! તેઓ ઘરો બાંધશે પણ તેમાં રહેવા પામશે નહિ, દ્રાક્ષવાડીઓ રોપશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ!
तब तिनीहरूको सबै सम्पत्ति लुटिनेछन्, अनि घरहरू नष्ट हुनेछन्। तिनीहरूले घर बनाए तापनि त्यसमा बस्न पाउँने छैनन्। तिनीहरूले दाखको बोट रोपे पनि त्यसको दाखरस खान पाउने छैनन्।
14 ૧૪ યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે અને બહુ ઝડપથી આવે છે. યહોવાહના દિવસનો સાદ સંભળાય છે, તે વખતે યોદ્ધાઓ પોક મૂકીને રડે છે.
परमप्रभुको त्यो महान् दिन नजिकै छ, नजिक र चाँडै आउँदै छ । परमप्रभुको दिनको आवाज चिच्याई-चिच्याई रोइरहेको योद्धाको झैँ हुनेछ ।
15 ૧૫ તે દિવસ કોપનો દિવસ, દુ: ખ તથા સંકટનો દિવસ, વિનાશનો તથા આફતનો દિવસ, અંધકાર તથા ધૂંધળાપણાનો દિવસ, વાદળો તથા અંધકારનો દિવસ છે.
त्यो दिन क्रोधको दिन, संकट र पीडाको दिन, आँधी र विनाशको दिन, अन्धकार र विरक्तको दिन, बादल र घोर अन्धकारको दिन हुनेछ ।
16 ૧૬ કોટવાળાં નગરો વિરુદ્ધ તથા ઊંચા બુરજો વિરુદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે.
त्यो दिन किल्ला भएका शहरहरु र उच्च धरहराहरूको विरुद्ध तुरही र चेतावनीको सोरको दिन हुनेछ ।
17 ૧૭ કેમ કે હું માણસો ઉપર એવી આપત્તિ લાવીશ કે, તેઓ દ્રષ્ટિહીન માણસની જેમ ચાલશે, કેમ કે તેઓએ યહોવાહની વિરુદ્ધ પાપ કર્યુ છે. તેઓનું લોહી ધૂળની માફક વહેશે અને તેઓનાં શરીર છાણની જેમ ફેંકી દેવામાં આવશે.
किनभने म मानवजातिमाथि संकट ल्याउनेछु, अनि तिनीहरूले परमप्रभुको विरुद्ध पाप गरेका हुनाले तिनीहरू अन्धा मानिसहरूझैँ हिँड्नेछन् । तिनीहरूको रगत धुलोझैँ र तिनीहरूका भित्री अङ्गहरू लादीझैँ बाहिर फ्याँकिनेछन् ।
18 ૧૮ યહોવાહના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને ઉગારી શકશે નહિ, આખી પૃથ્વી યહોવાહના પ્રચંડ રોષના અગ્નિથી ભસ્મીભૂત થઈ જશે. પૃથ્વી પરના સર્વ રહેવાસીઓનો અંતે, ઝડપી વિનાશ થશે.”
परमप्रभुको क्रोधको दिनमा न त तिनीहरूको चाँदी न तिनीहरूको सुनले तिनीहरूलाई बचाउन सक्नेछ । उहाँको डाहको आगोमा सारा पृथ्वी भस्म हुनेछ, किनभने उहाँले पृथ्वीका सारा वासिन्दाहरूको पूर्ण र भयानक अन्त गर्नुहुनेछ ।”