< ઝખાર્યા 9 >
1 ૧ યહોવાહનું વચન હાદ્રાખ દેશ તથા દમસ્કસ જે તેનું વિશ્રામસ્થાન છે તેના માટે છે: કેમ કે યહોવાહની નજર માનવજાત પર ઇઝરાયલનાં કુળો પર છે.
Umthwalo welizwi leNkosi elizweni leHadiraki, leDamaseko indawo yakho yokuphumula, lapho ilihlo lomuntu lelazo zonke izizwe zakoIsrayeli lizakuba seNkosini.
2 ૨ દમસ્કસની સરહદ પર આવેલું હમાથ, તૂર તથા સિદોન બહુ ચતુર છે છતાં:
LeHamathi layo izakhawula kiyo; iTire leSidoni, lanxa ihlakaniphile kakhulu.
3 ૩ તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે ધૂળની જેમ ચાંદીના તથા શુદ્ધ સોનાની જેમ મહોલ્લાની માટીના ઢગલા કર્યાં છે.
LeTire yazakhela inqaba, yabuthelela isiliva njengothuli, legolide njengodaka lwezitalada.
4 ૪ જુઓ! પણ પ્રભુ તેની સંપત્તિ છીનવી લેશે અને તેના બળને સમુદ્રમાં નાખી દેશે, તે અગ્નિથી ભસ્મ થઈ જશે.
Khangela, iNkosi izayixotsha, itshaye amandla ayo elwandle; yona idliwe ngumlilo.
5 ૫ આશ્કલોન જોઈને બી જશે! ગાઝા પણ ભયથી ધ્રૂજી જશે! એક્રોનની આશાઓ નિષ્ફળ થશે! ગાઝામાંથી રાજા નાશ પામશે અને આશ્કલોનમાં વસ્તી થશે નહિ!
IAshikeloni izabona, yesabe; leGaza, ibe lusizi kakhulu; leEkhironi; ngoba ebikulindele kuzayangisa; njalo inkosi yeGaza izabhubha, leAshikeloni kayiyikuhlalwa.
6 ૬ આશ્દોદમાં અજાણી પ્રજા પોતાના ઘરો બનાવશે, હું પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ.
Njalo ozelwe ngobufebe uzahlala eAshidodi; njalo ngizaquma ukuzigqaja kwamaFilisti.
7 ૭ કેમ કે હું તેનું લોહી તેના મુખમાંથી તથા તેની નફરત તેના દાંતો વચ્ચેથી દૂર કરીશ. તે પણ આપણા ઈશ્વરને માટે બાકી રહેલા યહૂદિયાના કુટુંબ જેવો અને એક્રોન યબૂસી જેવો થશે.
Ngizasusa igazi lakhe emlonyeni wakhe, lezinengiso zakhe phakathi kwamazinyo akhe; kodwa oseleyo, ngitsho yena, uzakuba ngokaNkulunkulu wethu, abe njengenduna koJuda, leEkhironi njengomJebusi.
8 ૮ હું દુશ્મનોની મારા સભાસ્થાનની ચારેબાજુ છાવણી નાખીશ કે જેથી કોઈ અંદર આવજા કરે નહિ, કેમ કે હવે પછી કોઈ જુલમગાર તેઓમાં થઈને જવા પામશે નહિ. કેમ કે હવે મેં મારી પોતાની આંખોથી તેઓને જોયા છે.
Besengimisa inkamba ngasendlini yami ngenxa yebutho, ngenxa yowedlulayo, langenxa yophendukayo, njalo kakusayikudlula umcindezeli kubo; ngoba khathesi sengibonile ngamehlo ami.
9 ૯ હે સિયોનની દીકરી, મોટા આનંદથી પોકાર કર, હે યરુશાલેમની દીકરી હર્ષનાદ કર. જો, તારો રાજા તારી પાસે ન્યાયીપણા સાથે આવે છે તે તારણ લાવે છે. તે નમ્ર છે અને ગધેડાં પર એટલે ગધેડીના વછેરા પર સવારી કરીને આવે છે.
Thokoza kakhulu, wena ndodakazi yeZiyoni! Memeza wena ndodakazi yeJerusalema! Khangela, iNkosi yakho iyeza kuwe, ilungile, njalo ilosindiso; ithobekile, igade ubabhemi, lethole, inkonyana kababhemikazi.
10 ૧૦ હું એફ્રાઇમમાંથી રથને તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, યુદ્ધમાંથી ધનુષ્યને કાપી નાખીશ; કેમ કે તે પ્રજાઓને શાંતિનો બોધ કરશે, તેમનું શાસન સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી પૃથ્વીના અંત સુધી થશે!
Njalo ngizaquma inqola isuke koEfrayimi, lebhiza eJerusalema; ledandili lempi lizaqunywa; njalo izakhuluma ukuthula kwabezizwe; lombuso wayo uzasukela elwandle usiya elwandle, njalo kusukela emfuleni kuze kube semikhawulweni yomhlaba.
11 ૧૧ તારી સાથે કરેલા કરારના રક્તને કારણે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મુક્ત કર્યાં છે.
Lawe, ngegazi lesivumelwano sakho ngikhuphile izibotshwa zakho emgodini ongelamanzi.
12 ૧૨ આશા રાખી રહેલા બંદીવાનો, કિલ્લામાં પાછા આવો. હું આજે જાહેર કરું છું કે હું તમને બમણો બદલો આપીશ,
Phendukelani enqabeni, lina zibotshwa ezilethemba; lalamuhla ngiyamemezela ukuthi ngizabuyisela kuwe ngokuphindwe kabili;
13 ૧૩ કેમ કે મેં મારા માટે યહૂદાને ધનુષ્ય ઠરાવ્યું છે અને એફ્રાઇમ મારો બાણ થશે. હે સિયોન, હું તારા દીકરાઓને ગ્રીસના દીકરાઓ સામે લડવા જાગૃત કરીશ, હું તને યોદ્ધાની તલવારરૂપ કરીશ!
lapho sengizigobisele uJuda, ngagcwalisa idandili ngoEfrayimi, ngavusa amadodana akho, wena Ziyoni, amelana lamadodana akho, wena Girisi, ngakwenza ube njengenkemba yeqhawe.
14 ૧૪ યહોવાહ તેઓને દેખાશે, અને તેનું તીર વીજળીની જેમ છૂટશે. કેમ કે યહોવાહ મારા પ્રભુ, રણશિંગડું વગાડશે અને દક્ષિણના વંટોળિયાની જેમ કૂચ કરશે.
Njalo iNkosi izabonakala phezu kwabo, lomtshoko wayo uzaphuma njengombane; iNkosi uJehova izavuthela uphondo, ihambe lezivunguzane zeningizimu.
15 ૧૫ સૈન્યોના યહોવાહ તેઓનું રક્ષણ કરશે, તે તેમનો નાશ કરશે અને તેઓના ગોફણના પથ્થરોને પગ નીચે કચડી નાખશે. તેઓ દ્રાક્ષારસ પીશે, દ્રાક્ષારસ પીધેલાની જેમ બૂમો પાડશે. તેઓ કથરોટની જેમ, વેદીના ખૂણાઓ પરની કથરોટની જેમ ભરપૂર થશે.
INkosi yamabandla izabavikela; njalo bazakudla, behlisele phansi amatshe esavutha; banathe, benze umsindo njengewayini; bagcwale njengomganu, njengamagumbi elathi.
16 ૧૬ યહોવાહ તેમના ઈશ્વર પોતાના લોકોને ટોળાં તરીકે બચાવશે; તેઓ મુગટમાં જડેલાં રત્નોની જેમ તેના દેશ પર ચળકશે.
Njalo iNkosi uNkulunkulu wabo izabasindisa ngalolosuku njengomhlambi wabantu bayo; ngoba bazakuba ngamatshe omqhele, bephakanyisiwe phezu kwelizwe lakhe.
17 ૧૭ તે કેટલું સુંદર અને કેટલું સારું છે! જુવાનોને અનાજ તથા કુમારિકાઓને દ્રાક્ષારસ હૃષ્ટપુષ્ટ કરશે.
Ngoba kungakanani ukulunga kwakhe, njalo bungakanani ubuhle bakhe! Amabele azathokozisa amajaha, lewayini elitsha izintombi.