< ઝખાર્યા 8 >

1 સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું,
सेनाधीश परमेश्वराचे वचन मला प्राप्त झाले.
2 “સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: ‘મને સિયોન માટે ઘણો આવેશ છે, તેથી મને તેના પર ઘણો ગુસ્સો આવે છે.’
सेनाधीश परमेश्वर म्हणतो, “मी सियोनेसाठी खूप ईर्ष्यावान झालो आहे. तिच्या करीता क्रोधाने व आवेशाने ईर्ष्यावान झालो आहे.”
3 સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: હું સિયોનમાં પાછો આવ્યો છું અને યરુશાલેમની મધ્યે રહીશ, કેમ કે યરુશાલેમ સત્યનું નગર કહેવાશે અને સૈન્યોના યહોવાહનો પવિત્ર પર્વત કહેવાશે.’”
सेनाधीश परमेश्वर म्हणतो, “मी सियोनेत परत आलो आहे आणि यरूशलेमेत राहीन. यरूशलेम ‘सत्य नगरी’ म्हणून ओळखली जाईल. सेनाधीश परमेश्वराचा पर्वत हा ‘पवित्र पर्वत’ म्हणून ओळखला जाईल.”
4 સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘યરુશાલેમમાંની ગલીઓમાં ફરીથી વૃદ્ધ પુરુષો તથા સ્ત્રીઓ, ઘણી ઉંમર થઈ ગઈ હોવાને લીધે હાથમાં લાકડી લઈને બેસશે.
सेनाधीश परमेश्वर म्हणतो, “वृध्द स्त्री आणि वृध्द पुरुष यरूशलेमेच्या रस्त्यावर पुन्हा दिसू लागतील. लोक इतके दीर्घायुषी होतील की चालतांना त्यांना काठीच्या आधाराची गरज भासेल.
5 નગરની શેરીઓ તે નગરમાં રમતાં છોકરાઓ તથા છોકરીઓથી ભરપૂર થશે.’”
रस्त्यावर खेळणाऱ्या मुलांनी ती नगरी गजबजून जाईल.
6 સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે; ‘જો તે આ દિવસોના બાકી રહેલા લોકોની નજરમાં અદ્ભૂત લાગે છે, તો તે મારી નજરમાં પણ અદ્દભુત લાગે?” એવું સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે.
सेनाधीश परमेश्वर म्हणतो, त्या दिवसात या अवशिष्ट देशाला आश्चर्य वाटेल, म्हणून मलाही आश्चर्य वाटेल का?” असे सेनाधीश परमेश्वर म्हणतो.
7 સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘જુઓ હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ!
सेनाधीश परमेश्वर म्हणतो, “पाहा! पूर्वेकडील आणि पश्चिमेकडील देशातून मी माझ्या लोकांची मुक्तता करीन.
8 હું તેઓને પાછા લાવીશ, તેઓ યરુશાલેમની મધ્યે રહેશે, તેઓ મારી પ્રજા થશે, હું સત્યથી તથા નીતિથી તેઓનો ઈશ્વર થઈશ!”
मी त्यांना घेऊन येईन आणि ते यरूशलेमेमध्ये राहतील. ते सत्याने व धर्माने पुन्हा माझे लोक होतील आणि मी त्यांचा देव होईन.”
9 સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે કે: ‘જ્યારે સૈન્યોના યહોવાહનું સભાસ્થાન બાંધવા સારુ તેનો પાયો નાખવામાં આવ્યો, ત્યારે પ્રબોધકોએ કહેલા વચનો સાંભળનારાઓ, તમારા હાથ બળવાન કરો.
सेनाधीश परमेश्वर म्हणतो, “आपले हात दृढ करा! सेनाधीश परमेश्वराने मंदिराच्या पुनर्निर्मितीच्या वेळी पाया घालताना, संदेष्ट्यांमार्फत जो संदेश दिला, तोच तुम्ही आज ऐकत आहात.
10 ૧૦ કેમ કે તે સમય અગાઉ કોઈ માણસને પાક મળતો ન હતો, કે કોઈ જાનવરને પાક માટે મજૂરી પણ મળતી ન હતી. દુશ્મનને લીધે અંદર જનાર કે બહાર આવનારને કંઈ શાંતિ ન હતી. મેં દરેક માણસોને પોતાના પડોશી વિરુદ્ધ કરી દીધા હતા.
१०त्या दिवसापूर्वी, लोकांस काम मिळत नसे वा भाड्याने जनावरे घ्यायला लोकांजवळ पैसा नसे. जाणे येणे शत्रूंमुळे सूरक्षित नव्हते. मी प्रत्येकाला आपल्या शेजाऱ्याविरुध्द भडकविले होते.
11 ૧૧ પણ હવે હું આ લોકોના બચેલાઓની સાથે અગાઉની માફક વર્તીશ નહિ.’ એવું સૈન્યોના યહોવાહ કહે છે.
११पण आता तसे पूर्वीच्या दिवसासारखे नसेल. मी उर्वरित लोकांबरोबर असणार.” असे सेनाधीश परमेश्वर म्हणतो.
12 ૧૨ “ત્યાં શાંતિનું બીજ દેખાશે. દ્રાક્ષાવેલો તેનાં ફળ આપશે, અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. આકાશોમાંથી ઓસ પડશે, કેમ કે આ લોકોમાંના બાકી રહેલાઓને હું આ સર્વ વસ્તુઓનો વારસો આપીશ.
१२“ते लोक शांततेत लागवड करतील. त्यांच्या द्राक्षवेलींना द्राक्षे लागतील. जमीन चांगली पिके देईल आणि आकाश पाऊस देईल. मी या सर्व गोष्टी माझ्या उर्वरित लोकांस वतन देईन.
13 ૧૩ હે યહૂદિયાના તથા ઇઝરાયલના વંશજો, તમે જેવી રીતે પ્રજાઓમાં શાપરૂપ હતા, પણ હવે તમે આશીર્વાદરૂપ થશો અને હું તમારો ઉદ્ધાર કરીશ. ભયભીત ન થાઓ, પણ તમારા હાથ બળવાન થાઓ.’”
१३शिव्या शाप देण्यासाठी लोकांनी इस्राएल व यहूदाच्या नावाचा वापर करण्यास सुरवात केली होती. पण मी इस्राएलाची व यहूदाची पापातून मुक्तता करीन त्यांची नावे आशीर्वादीत बनतील तेव्हा घाबरू नका! तुमचे हात दृढ ठेवा!”
14 ૧૪ કેમ કે સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘તમારા પિતૃઓએ મને ગુસ્સે કર્યો હોવાથી મેં તમને નુકસાન પહોંચાડવાની યોજના ઘડી હતી, અને તે વિષે મને દયા આવી નહિ સૈન્યોના યહોવાહ કહે છે,
१४सेनाधीश परमेश्वर म्हणतो, “तुमच्या पूर्वजांनी मला संतापविले. म्हणून मी त्यांचा नाश करण्याचा निर्धार केला. माझा निश्चय बदलायचा नाही असे मी ठरविले होते.” सेनाधीश परमेश्वर असे म्हणाला.
15 ૧૫ આ સમયોમાં મેં યરુશાલેમનું તથા યહૂદિયાના લોકોનું ફરી ભલું કરવાનું ધાર્યું છે! તમે ડરશો નહિ.
१५“पण आता मात्र माझे मन: परिवर्तन झाले आहे. आणि म्हणून मी यरूशलेमेवर व यहूदाच्या लोकांशी चांगले वागायचे ठरविले आहे. तेव्हा घाबरु नका!
16 ૧૬ તમારે આ બાબતો કરવી: દરેક માણસ પોતાના પડોશી સાથે સાચું બોલો, અને અદાલતમાં સાચો ન્યાય કરો અને તમારી ભાગળોમાં શાંતિ રહે.
१६पण तुम्हास पुढील गोष्टी करणे भाग आहे! तुमच्या शेजाऱ्याला सत्य सांगा. आपल्या वेशीत शांती, न्याय व सत्याने न्याय करा. त्यामुळे शांतता येईल.
17 ૧૭ તમારામાંના કોઈએ પોતાના પડોશી વિરુદ્ધ પોતાના હૃદયમાં દુષ્ટ વિચાર લાવવો નહિ, કે કોઈ જૂઠા સમ ખાવાની આનંદ માણવા નહિ; કેમ કે હું આ સર્વ બાબતોને ધિક્કારું છું,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
१७आपल्या शेजाऱ्यांना त्रास देण्यासाठी कट करु नका. खोटी शपथ देण्याची आवड धरू नका. कारण या गोष्टींचा मला द्वेष आहे.” परमेश्वराने या गोष्टी सांगितल्या आहेत.
18 ૧૮ સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે,
१८सेनाधीश परमेश्वराकडून मला वचन मिळाले.
19 ૧૯ “સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: ચોથા, પાંચમા, સાતમા અને દશમા મહિનાનો ઉપવાસ યહૂદિયાના લોકોને આનંદરૂપ, હર્ષરૂપ તથા ખુશકારક ઉત્સવો થશે! માટે સત્યતા તથા શાંતિને પ્રેમ કરો!”
१९सेनाधीश परमेश्वर म्हणतो, “तुम्ही चौथ्या, पाचव्या, सातव्या आणि दहाव्या महिन्याच्या विशिष्ट दिवशी शोक प्रकट करता, उपवास करता. ते यहूदाच्या घराण्यास छान, आनंदाचे, मोठ्या चांगुलपणाचे दिवस होतील. म्हणून तुम्ही सत्य आणि शांती ह्यावर प्रेम केलेच पाहिजे.”
20 ૨૦ સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘અન્ય લોકો તથા ઘણાં નગરોના રહેવાસીઓ આવશે.
२०सेनाधीश परमेश्वर म्हणतो, “पुष्कळ नगराचे लोक यरूशलेमेला येतील.
21 ૨૧ એક નગરના રહેવાસીઓ જઈને બીજા નગરના રહેવાસીઓને કહેશે કે, “ચાલો આપણે યહોવાહની કૃપાને માટે વિનંતી કરીએ અને સૈન્યોના યહોવાહને જલ્દી શોધીએ! હું પોતે પણ જઈશ!”
२१निरनिराळ्या नगरातील लोक एकमेकांना भेटतील व म्हणतील, ‘आम्ही सेनाधीश परमेश्वराची कृपा मिळवू व त्यास शोधू.’ मीही येतो.”
22 ૨૨ ઘણાં લોકો અને બળવાન પ્રજાઓ સૈન્યોના યહોવાહની શોધ કરવા યરુશાલેમમાં આવશે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે વિનંતી કરશે.”
२२पुष्कळ लोक आणि बलिष्ठ राष्ट्रे, सेनाधीश परमेश्वराच्या शोधात आणि त्याची कृपा मिळवण्यास यरूशलेमेत येतील.
23 ૨૩ સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો તારા ઝભ્ભાની કિનારી હાથમાં લેશે અને કહેશે, “અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તારી સાથે છે.”
२३सेनाधीश परमेश्वर म्हणतो, “त्यावेळी, वेगवेगळ्या भाषा बोलणारे दहा लोक यहूदी मनुष्याकडे येऊन त्याचा झगा पकडून त्यास विचारतील, ‘देव तुम्हाबरोबर आहे’ असे आम्ही ऐकले आहे! आम्ही तुम्हाबरोबर येतो.”

< ઝખાર્યા 8 >