< ઝખાર્યા 8 >
1 ૧ સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું,
Majd szóla a Seregeknek Ura, mondván:
2 ૨ “સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: ‘મને સિયોન માટે ઘણો આવેશ છે, તેથી મને તેના પર ઘણો ગુસ્સો આવે છે.’
Ezt mondja a Seregeknek Ura: Nagy gerjedezéssel gerjedeztem a Sionért, és nagy haragra gerjedtem ellene.
3 ૩ સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: હું સિયોનમાં પાછો આવ્યો છું અને યરુશાલેમની મધ્યે રહીશ, કેમ કે યરુશાલેમ સત્યનું નગર કહેવાશે અને સૈન્યોના યહોવાહનો પવિત્ર પર્વત કહેવાશે.’”
Ezt mondja az Úr: Megtértem a Sionhoz, és Jeruzsálem közepette lakozom, és Jeruzsálem igazság városának neveztetik, a Seregek Urának hegye pedig szent hegynek.
4 ૪ સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘યરુશાલેમમાંની ગલીઓમાં ફરીથી વૃદ્ધ પુરુષો તથા સ્ત્રીઓ, ઘણી ઉંમર થઈ ગઈ હોવાને લીધે હાથમાં લાકડી લઈને બેસશે.
Ezt mondja a Seregeknek Ura: Agg férfiak és agg nők ülnek majd Jeruzsálem utczáin, és kinek-kinek pálcza lesz kezében a napok sokasága miatt.
5 ૫ નગરની શેરીઓ તે નગરમાં રમતાં છોકરાઓ તથા છોકરીઓથી ભરપૂર થશે.’”
És megtelnek a város utczái fiúkkal és leányokkal, a kik játszadoznak annak utczáin.
6 ૬ સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે; ‘જો તે આ દિવસોના બાકી રહેલા લોકોની નજરમાં અદ્ભૂત લાગે છે, તો તે મારી નજરમાં પણ અદ્દભુત લાગે?” એવું સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે.
Ezt mondja a Seregeknek Ura: Ha ez csoda lészen e nép maradékának szemei előtt azokban a napokban, vajjon az én szemeim előtt is csoda lészen-é? így szól a Seregeknek Ura.
7 ૭ સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘જુઓ હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ!
Ezt mondja a Seregeknek Ura: Ímé, én megszabadítom az én népemet a nap keltének földéről és a nap nyugtának földéről.
8 ૮ હું તેઓને પાછા લાવીશ, તેઓ યરુશાલેમની મધ્યે રહેશે, તેઓ મારી પ્રજા થશે, હું સત્યથી તથા નીતિથી તેઓનો ઈશ્વર થઈશ!”
És elhozom őket és Jeruzsálemben lakoznak, és népemmé lesznek, én pedig Istenökké leszek hűséggel és igazsággal.
9 ૯ સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે કે: ‘જ્યારે સૈન્યોના યહોવાહનું સભાસ્થાન બાંધવા સારુ તેનો પાયો નાખવામાં આવ્યો, ત્યારે પ્રબોધકોએ કહેલા વચનો સાંભળનારાઓ, તમારા હાથ બળવાન કરો.
Ezt mondja a Seregeknek Ura: Erősödjenek meg kezeitek, a kik hallottátok e napokban e beszédeket a próféták szájából, a kik szóltak, mikor megvetteték a Seregek Ura házának alapja, hogy megépíttessék a templom.
10 ૧૦ કેમ કે તે સમય અગાઉ કોઈ માણસને પાક મળતો ન હતો, કે કોઈ જાનવરને પાક માટે મજૂરી પણ મળતી ન હતી. દુશ્મનને લીધે અંદર જનાર કે બહાર આવનારને કંઈ શાંતિ ન હતી. મેં દરેક માણસોને પોતાના પડોશી વિરુદ્ધ કરી દીધા હતા.
Mert e napok előtt nem volt az embernek bére, és a baromnak sem volt bére, sem a kimenőnek, sem a bejövőnek nem volt békessége a háborúság miatt, mert minden embert felindítottam: kit-kit az ő felebarátja ellen.
11 ૧૧ પણ હવે હું આ લોકોના બચેલાઓની સાથે અગાઉની માફક વર્તીશ નહિ.’ એવું સૈન્યોના યહોવાહ કહે છે.
De most nem olyan leszek e nép maradékához, mint az elébbi napokban voltam, így szól a Seregeknek Ura.
12 ૧૨ “ત્યાં શાંતિનું બીજ દેખાશે. દ્રાક્ષાવેલો તેનાં ફળ આપશે, અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. આકાશોમાંથી ઓસ પડશે, કેમ કે આ લોકોમાંના બાકી રહેલાઓને હું આ સર્વ વસ્તુઓનો વારસો આપીશ.
Mert a vetés békességes lészen, a szőlőtő megadja gyümölcsét, a föld is megadja termését, az egek is megadják harmatjokat, és örökössé teszem mindezeken e nép maradékát.
13 ૧૩ હે યહૂદિયાના તથા ઇઝરાયલના વંશજો, તમે જેવી રીતે પ્રજાઓમાં શાપરૂપ હતા, પણ હવે તમે આશીર્વાદરૂપ થશો અને હું તમારો ઉદ્ધાર કરીશ. ભયભીત ન થાઓ, પણ તમારા હાથ બળવાન થાઓ.’”
És lészen, hogy a miképen átok valátok a pogányok között, oh Júda háza és Izráel háza: azonképen megszabadítlak titeket, és áldássá lesztek. Ne féljetek! Erősödjenek meg kezeitek!
14 ૧૪ કેમ કે સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘તમારા પિતૃઓએ મને ગુસ્સે કર્યો હોવાથી મેં તમને નુકસાન પહોંચાડવાની યોજના ઘડી હતી, અને તે વિષે મને દયા આવી નહિ સૈન્યોના યહોવાહ કહે છે,
Mert ezt mondja a Seregeknek Ura: A miképen elgondoltam vala, hogy veszedelmet hozok reátok, mikor atyáitok megharagítottak vala engem, így szól a Seregeknek Ura, és nem könyörültem:
15 ૧૫ આ સમયોમાં મેં યરુશાલેમનું તથા યહૂદિયાના લોકોનું ફરી ભલું કરવાનું ધાર્યું છે! તમે ડરશો નહિ.
Azonképen megtértem és elgondoltam e napokban, hogy jót teszek Jeruzsálemmel és Júda házával; ne féljetek!
16 ૧૬ તમારે આ બાબતો કરવી: દરેક માણસ પોતાના પડોશી સાથે સાચું બોલો, અને અદાલતમાં સાચો ન્યાય કરો અને તમારી ભાગળોમાં શાંતિ રહે.
Ezek azok a dolgok, a melyeket cselekedjetek: Igazságot szóljon ki-ki az ő felebarátjával: igazságos és békességes ítélettel ítéljetek a ti kapuitokban.
17 ૧૭ તમારામાંના કોઈએ પોતાના પડોશી વિરુદ્ધ પોતાના હૃદયમાં દુષ્ટ વિચાર લાવવો નહિ, કે કોઈ જૂઠા સમ ખાવાની આનંદ માણવા નહિ; કેમ કે હું આ સર્વ બાબતોને ધિક્કારું છું,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
És senki ne gondoljon az ő szívében gonoszt az ő felebarátja ellen; s a hamis esküvést se szeressétek, mert ezek azok, a miket én mind gyűlölök, így szól az Úr.
18 ૧૮ સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે,
Majd szóla hozzám a Seregeknek Ura, mondván:
19 ૧૯ “સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: ચોથા, પાંચમા, સાતમા અને દશમા મહિનાનો ઉપવાસ યહૂદિયાના લોકોને આનંદરૂપ, હર્ષરૂપ તથા ખુશકારક ઉત્સવો થશે! માટે સત્યતા તથા શાંતિને પ્રેમ કરો!”
Ezt mondja a Seregeknek Ura: A negyedik hónapnak bőjtje, az ötödiknek bőjtje, a hetediknek bőjtje és a tizediknek bőjtje vígalommá, örvendezéssé és kedves ünnepekké lesznek Júda házában. Csak a hűséget és a békességet szeressétek.
20 ૨૦ સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘અન્ય લોકો તથા ઘણાં નગરોના રહેવાસીઓ આવશે.
Ezt mondja a Seregeknek Ura: Még lesz idő, a mikor népek jőnek el, és sok városoknak lakói.
21 ૨૧ એક નગરના રહેવાસીઓ જઈને બીજા નગરના રહેવાસીઓને કહેશે કે, “ચાલો આપણે યહોવાહની કૃપાને માટે વિનંતી કરીએ અને સૈન્યોના યહોવાહને જલ્દી શોધીએ! હું પોતે પણ જઈશ!”
És egyiknek lakói a másikhoz mennek, mondván: Menten menjünk el az Úr orczájának engesztelésére, és a Seregek Urának keresésére; én is elmegyek!
22 ૨૨ ઘણાં લોકો અને બળવાન પ્રજાઓ સૈન્યોના યહોવાહની શોધ કરવા યરુશાલેમમાં આવશે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે વિનંતી કરશે.”
És eljőnek sok népek és erős nemzetek Jeruzsálembe a Seregek Urának keresésére, és az Úr orczájának engesztelésére.
23 ૨૩ સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, ‘તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો તારા ઝભ્ભાની કિનારી હાથમાં લેશે અને કહેશે, “અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તારી સાથે છે.”
Ezt mondja a Seregeknek Ura: E napokban lesz az, hogy a minden nyelvű pogányok közül tíz ember ragad egy zsidó férfiúba s ragad annak ruhája szélébe, mondván: Hadd menjünk veletek, mert hallottuk, hogy veletek van az Isten!